GSTV
Home » News » ભારત અને ન્યુઝીલેન્ડની મેચ જોવાના ચક્કરમાં હોસ્પિટલ સ્ટાફે દર્દીની કપાયેલી આંગળીની કરી આવી હાલત…

ભારત અને ન્યુઝીલેન્ડની મેચ જોવાના ચક્કરમાં હોસ્પિટલ સ્ટાફે દર્દીની કપાયેલી આંગળીની કરી આવી હાલત…

હાવડાના અલીપુર વિસ્તારમાં આવેલા ખાનગી હોસ્પિટલમાં એક કપાયેલી આંગળી ગાયબ થવાના કારણે હોબાળો મચી ગયો છે. હકીકતે બુધવારે એક દુર્ઘટનામાં એક એન્જીનિયરના ડાબા હાથની આંગળી કપાઈને અલગ થઈ ગઈ હતી. પીડિત એન્જીનિયર અને તેની કપાયેલી આંગળીને તરત હોસ્પિટલ લાવવામાં આવ્યા. ગુરુવારે પ્લાસ્ટિક સર્જરીના માધ્યમથી તેની આંગળી જોડવામાં આવશે તેની વાત કરવામાં આવી હતી. પરંતુ તે પહેલા જ આંગળી ગાયબ થઈ જવાની વાત પરિવારને જાણ થઈ.

જાણકારી અનુસાર જે સમયે તેમને હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા તે સમયે હોસ્પિટલનો સ્ટાફ ભારત અને ન્યુઝીલેન્ડની વચ્ચે ક્રિકેટ વિશ્વકપની સેમીફાઈનલ મેચ જોવામાં વ્યસ્ત હતો અને બેદરકારીના કારણે તેમણે ઘાયલ વ્યક્તિની આંગળી ખોઈ નાખી.

જ્યારે પરિવારને આ વિશે જાણ થઈ તો તેમણે અલીપુર પોલીસ સ્ટેશનમાં બેદરકારીનો આરોપ લગાવતા હોસ્પિટલ મેનેજમેન્ટ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

જાણકારી અનુસાર ઘાયલ વ્યક્તિ હાવડાના સાંકરાઈલ વિસ્તારનો રહેલાસી છે. તેમનું નામ નિલોત્પલ ચક્રવર્તી છે અને તે એન્જીનિયર છે. બુધવારે તે બાઈક પર બેસીને કાર્યાલય જઈ રહ્યા હતા. ત્યારે દુર્ઘટનામાં તે ગંભીર રૂપથી ઘાયલ થઈ ગયા. અને તે દુર્ઘટનામાં તેમની ડાબા હાથની એખ આંગળી કપાઈને અલગ થઈ ગઈ હતી.

Read Also

Related posts

દેશના 639 ખેડૂતોએ આપઘાત કર્યો છે અને સરકાર ખેડૂતોની ચિંતા કરતી નથી : પ્રવીણ મારુ

Mayur

2022ના ફીફા વર્લ્ડકપમાં ક્વોલીફાઇ થવા ભારતને હરાવવી પડશે આ બે મજબૂત ટીમોને

NIsha Patel

‘બેટ-મેન’ આકાશ વિજયવર્ગીયની ઠેકાણે આવી શાન, પત્ર લખી કહ્યું- ‘ફરી ક્યારેય બેટિંગ નહીં કરું’

Arohi
Do NOT follow this link or you will be banned from the site!