પહેલી નજરના પ્રેમના કિસ્સાઓ તો તમે બધાએ સાંભળ્યા હશે પરંતુ આ પહેલી નજરના લગ્નની ઘટના છે. તેને ચટ મંગની પટ બ્યાહ પણ કહી શકાય છે. કોલકાતાના સુદિપ અન પ્રતિમા સોશિયલ મીડિયા પર મિત્રો બન્યા, દુર્ગા પૂજાના મંડપમાં પહેલીવાર મળ્યા અને માત્ર ચાર કલાકના પ્રેમ બાદ લગ્ન પણ કરી લીધા.

હિંદ મોટરના રહેનાર સુદીપ ઘોષાલ અને શિવડાફુલીમાં રહેનાર પ્રતિમા બેનર્જી છેલ્લાં ત્રણ મહિનાથી ફેસબુક ફ્રેંડ છે. અષ્ટમીના રોજ પ્રતિમાએ સુદીપને કહ્યું કે તે પોતાના મીત્રો સાથે કોલકાતા આવી છે. ઘોષાલે કહ્યું કે સૌભાગ્યથી પ્રતિમાં તે જ પંડાલમાં આવી જ્યાં હું ગયો હતો. હું પોતાની જાતને તેને પ્રપોઝ કરતા રોકી શક્યો નહીં, તે ખૂબ જ સુંદર લાગી રહી હતી.

બુટીક ચલાવનાર પ્રતિમા અને ફાર્માસૂટિકલ એક્ઝ્યૂકેટિવ સુદીપ અષ્ટમાની રાત્રે 8 વાગ્યે પંડાલમાં મળ્યા. સુદિપે પંડાલમાં હાજર લોકો સામે ધુટણ પર બેસી પ્રતિમાને પ્રપોઝ કર્યું. સુદીપની આ હરકત જોઈ પ્રતિમા હેરાન રહી ગઈ. તેમણે ઝડપથી પ્રેમનો સ્વીકાર કરી લીધો. રાત્રે સાડા 10 વાગ્યે સુદીપ પોતાના મિત્રો સાથે પ્રતિમાને લઈને હિંદ મોટર ગયા અને ત્યાં એક પંડાલમાં લગ્ન કરી લીધા.
READ ALSO
- નવી શોધ/ કોરોના વાઈરસ ઈન્ફેક્શનથી બચવા આ વસ્તુનો થઈ શકે છે ઉપયોગ, ગુજરાતમાં પીવા પર છે પ્રતિબંધ
- ખેડબ્રહ્માના કોંગી ધારાસભ્યની અટકાયત થતા રોષ, આદિવાસી સમાજે આપી હાઇવે બ્લોક કરવાની ચીમકી
- IND vs AUS: મેચના ચોથા દિવસે જસપ્રિત બુમરાહ અને મોહમ્મદ સિરાજ આમ મળ્યા ગળે, જાણો શું હતું કારણ…
- ગઢમાં પાડશે ગાબડું/ મમતાને 50 હજાર વોટથી ના હરાવીશ તો કાયમ માટે રાજનીતિ છોડી દઈશ, શુભેંદુએ પણ ફેંક્યો લલકાર
- ગુજરાત યુનિવર્સીટી ફરી વિવાદમાં, સિન્ડિકેટ સભ્યની નિમણુંકને લઈને ઉઠ્યા સવાલો