GSTV
Home » News » શનિવારે કોળી સમાજનું મહાસંમેલનઃ કોળી સમાજના આ નેતા માટે ભવ્ય સ્ટેજ બનાવાયું

શનિવારે કોળી સમાજનું મહાસંમેલનઃ કોળી સમાજના આ નેતા માટે ભવ્ય સ્ટેજ બનાવાયું

શનિવારે ચોટીલામાં કોળી સમાજનું મહાસંમેલન યોજાવાનું છે. જેમાં કેબિનેટ પ્રધાન કુંવરજી બાવળિયા શક્તિ પ્રદર્શન કરવાના છે. આ માટે મોટું સ્ટેજ તૈયાર કરવામાં આવ્યું છે. સંમેલનની તૈયારીના ભાગરૂપે સ્ટેજ ઉપર દોઢસો જેટલા પોલીસ કર્મચારીઓને એક સાથે ચઢાવવામાં આવ્યા હતા અને સ્ટેજની કેપેસીટીનું નિરીક્ષણ કરવામાં આવ્યું. સ્ટેજ આટલા માણસોનું વજન ખમી શકે છે કે નહીં તે ચકાસવામાં આવ્યું.

તમને જણાવી દઈએ કે કુંવરજી બાવળીયાને લોકસભા ચૂંટણીની મોટી જવાબદારી મળવાની શક્યતા છે. સંમેલનનો હેતૂ ભાજપની કમિટેડ વોટબેન્ક એવા કોળી સમાજનાં પ્રભુત્વ વાળી સૌરાષ્ટ્રની મહત્તમ સંસદિય બેઠકો અંકે કરવાનું ગણિત છે. ગત વિધાનસભામાં સૌરાષ્ટ્રમાં કોંગ્રેસ મજબૂત થઈ છે. જેને કારણે ભાજપની આંખો પહોળી થઈ ગઈ હતી. પરિણામે સૌરાષ્ટ્રની દરિયાઈ પટ્ટીમાં પકડ ધરાવતા નેતાની ભાજપને જરૂર હતી. જેમાં ભાજપ સફળ નિવડી અને કોંગ્રેસ ધારાસભ્ય અને કદાવર નેતા કુંવરજીની વિકેટ ખેડવી હતી. જુનાગઢ,પોરબંદર-રાજકોટ, અને ભાવનગર સહિતની લોકસભા બેઠકો ફરી ભાજપનાં ખાતામાં આવે તેની કવાયતનાં ભાગરૂપે આ સંમેલન બોલાવાયું છે. આ સંમેલનનાં બહાને કુંવરજીનું પાણી મપાઈ જશે. મહત્વનું છે કે કોળી સેનાનાં સ્થાપક, ધારાસભ્ય અને મંત્રી પરસોત્તમ સોલંકી સરકાર અને ભાજપ નેતૃત્વથી નારાજ છે. ભુતકાળમાં ખાતાની ફાળવણીને લઈને તેમણે સરકાર સામે બાંયો ચડાવી હતી. તેથી પરસોત્તમ ભાઈનાં વિકલ્પ સ્વરૂપે કુંવરજી બાવળીયાને ભાજપે અજમાવ્યા છે.

READ ALSO

Related posts

દક્ષિણ ગુજરાતના સૌથી મોટા પાક શેરડી બની ખોટનો ધંધો : 9 જિલ્લામાં વાવણી થઈ ગઈ બંધ, નર્મદાનો ન થયો ફાયદો

Karan

અહો આશ્ચર્યમ : સિંહ અને સિંહણ વચ્ચેની આ ક્ષણ પહેલી વખત કેમેરામાં થઈ કેદ, સિંહની હરકત જોઈ ત્રાહીમામ પોકારી જશો

Nilesh Jethva

હિંદ મહાસાગરમાંથી હાંકી કઢાયેલાં જહાજ મામલે ચીને કરી સ્પષ્ટતા, શોધ નહી, પાણીનો ઉતાર-ચડાવ માપી રહ્યા હતા

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!