GSTV

ફાંટા પડ્યા / ગુજરાતમાં પાટીદારો કરતાં પણ વધુ પ્રભુત્વ ધરાવતા આ સમાજે માગ્યું સીએમ પદ, 45 બેઠકો પર ભાજપને કરી શકે છે નુકસાન

Last Updated on June 28, 2021 by Dhruv Brahmbhatt

પાટીદારો બાદ હવે કોળી સમાજે પણ મુખ્યમંત્રી પદની માંગ બુલંદ બનાવી છે. રવિવારે સોમનાથ નજીક પ્રાચીમાં મળેલી કોળી સમાજની બેઠકમાં એવા સૂર ઉઠ્યાં હતાં કે, પાટીદાર કરતાં કોળી સમાજ મોટો છે. એટલું જ નહી, સૌથી વધુ કોળી મતદારો છે તે જોતાં વર્ષ 2022માં કોળી મુખ્યમંત્રી બનશે.

અખિલ ભારતીય કોળી સમાજના નેજા હેઠળ મળેલી બેઠકમાં કોળી મુખ્યમંત્રી પદ માંગને પગલે રાજકીય માહોલ ગરમાયો છે. રવિવારે પ્રાચી તિર્થધામમાં મળનારી કોળી સમાજની બેઠકમાં સામાજીક પ્રશ્નો મુદ્દે જ નહીં, પણ રાજકીય પ્રભુત્વ મેળવવા વિસ્તૃત વિચારણા કરાઇ હતી. કોળી આગેવાનોએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યુ હતુકે, આ બેઠકમાં કોળી સમાજનો મુખ્યમંત્રી બને તે મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી.

ગુજરાતમાં આજે 45 બેઠકો એવી છે જ્યાં કોળી મતદારોનું પ્રભુત્વ

અખિલ ભારતીય કોળી સમાજની બેઠકમાં કોળી નેતાઓએ એવો ઉભરો ઠાલવ્યો કે, કોળી સમાજ સૌથી મોટો સમાજ છે. તો પછી કોળી સમાજનો મુખ્યમંત્રી કેમ ન હોઇ શકે. ગુજરાતમાં આજે 45 બેઠકો એવી છે જ્યાં કોળી મતદારોનું પ્રભુત્વ છે. જો કોળી સમાજનો ઉમેદવાર ચૂંટણી મેદાને ઉભો રહે તો જીતી શકે છે.

જો કોળી સમાજે આજે એક મંચ પર આવે અને અન્ય સમાજ સમર્થન આપે તો આગામી વર્ષ 2022માં કોળી મુખ્યમંત્રી જરૂર બનશે. કોળી નેતાઓએ ભાજપ સરકાર પર એવોય આક્ષેપ કર્યો કે, કોળી મંત્રીઓને નાના ખાતા આપી દેવાય છે. ટૂંકમાં કોળી આગેવાનોએ મંત્રી પુરૂષોતમ સોલંકીને આડકતરૂ સમર્થન આપ્યુ હતું જયારે ભાજપ સરકાર દ્વારા કોળી સમાજની કરાતી અવગણનાને લઇને આકરો સંદેશો આપી દીધો હતો.

purshottam solanki

વાવાઝોડા અસરગ્રસ્ત માછીમારોને સરકારે આપેલાં રાહત પેકેજને લઇને ખુદ મંત્રી પુરષોતમ સોલંકી ભાજપ સરકાર સામે નારાજગી વ્યક્ત કરી ચૂક્યા છે. હવે કોળી સમાજની બેઠકોનો દોર આરંબાયો છે. સાથે સાથે મુખ્યમંત્રીપદની માંગ ઉભી થતા ભાજપના નેતાઓ ચિંતાતુર બન્યા છે. આગામી દિવસોમાં પાટનગર ગાંધીનગરમાં કોળી સમાજની બેઠક મળનાર છે. આ બેઠકમાં ય આ જ રાજકીય મુદ્દો ઉછાળવામાં આવે તેવી શક્યતા છે.

અંબાજીમાં ઠાકોર નેતાઓ બોલ્યા, મુખ્યપ્રધાન તો ઠાકોર જ હોવો જોઇએ

પાટીદારો, કોળી સમાજની બેઠકોનો દોર શરૂ થયો છે અને મુખ્યમંત્રીપદની માંગ કરવામાં આવી છે ત્યારે હવે ઠાકોર સમાજ પણ મેદાને આવ્યો છે. અંબાજીમાં ઠાકોર સમાજની એક બેઠક મળી હતી જેમાં એવો હુંકાર કરવામાં આવ્યો હતો કે, જો 15 ટકા વસ્તી ધરાવતાં લોકો મુખ્યમંત્રી પદની માંગ કરતા હોય તો ગુજરાતમાં ઠાકોર, ઓબીસીની 40 ટકાથી વધુ વસ્તી છે.

આ જોતાં વર્ષ 2022માં મુખ્યમંત્રી તો ઠાકોર સમાજના જ હોવા જોઇએ. ઠાકોર નેતાઓએ એવી ય ચિમકી ઉચ્ચારી હતીકે, આગામી વિધાનસભાની ચૂંટણીમાં ઠાકોર-ઓબીસી મતદારો પરિણામમાં બદલાવ લાવશે. પાટણમાં ય ઠાકોર સમાજની બેઠક મળી હતી જેમાં ય આ જ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. આમ પાટીદારો, કોળી અને હવે ઠાકોરોએ મુખ્યમંત્રી પદ માંગ્યુ છે જેથી રાજકારણ તેજ બન્યું છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

ભ્રષ્ટાચાર / નીતિનિયમોને નેવે મૂકી વિકાસ કામો કર્યાનો આક્ષેપ, સરકારી યોજનાઓમાં થઈ રહી છે મોટાપાયે ગેરરીતી

GSTV Web Desk

એક્શનમાં વિપક્ષ / કોંગ્રેસે કોર્પોરેશનની ઓફિસો અને હોસ્પિટલોમાં બાઉન્સરો રાખવાનો ઉઠાવ્યો મુદ્દો, ઉગ્ર વિરોધ કરવાની ઉચ્ચારી ચિમકી

GSTV Web Desk

વિવાદિત દરખાસ્ત / કમર તોડી નાખે તેવી મોંઘવારી વચ્ચે શહેરીજનો પર કરબોજ વધારવાની તૈયારીમાં AMC

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!