GSTV
Gujarat Government Advertisement

શું આવતા બર્થડે સુધીમાં સચિન તેન્ડુલકરનો રેકોર્ડ તોડી શકશે વિરાટ કોહલી?

Last Updated on November 5, 2020 by Mansi Patel

ભારતીય ક્રિકેટ ટીમ અને આઇપીએલમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરની ટીમનો કેપ્ટન વિરાટ કોહલી 32 વર્ષનો થઈ ગયો છે. 1988ની પાંચમી નવેમ્બરે તેનો જન્મ થયો હતો. વર્તમાન ક્રિકેટમાં વિરાટ કોહલી સર્વશ્રેષ્ઠ બેટ્સમેન છે. તેણે પોતાની કરિયરમાં સંખ્યાબંધ સિદ્ધિ હાંસલ કરી છે. તેના નામે ઘણા રેકોર્ડ છે અને આગામી વર્ષોમાં તે સચિન તેંડુલકરના ઘણા રેકોર્ડ પોતાના નામે કરી શકે તેમ છે. રન મશીન કહેવાતા કોહલીનું બેટ ચાલે ત્યારે ભલભલા બોલર માટે તે નુકસાનકર્તા પુરવાર થતો હોય છે.

2008ના ઓગસ્ટમાં કોહલીએ તેની કરિયરનો પ્રારંભ કર્યો હતો. ત્યારથી તેણે ક્યારેય પાછું વળીને જોયું નથી. વિરાટ કોહલીએ સતત પ્રગતિ જ કરી છે. તે ભારતીય ટીમનો કેપ્ટન બન્યો અને તેમાં પણ તેને જોરદાર સફળતા મળી છે. 12 વર્ષની કરિયરમાં કોહલીએ એટલા બધા રેકોર્ડ હાંસલ કર્યા છે કે તેની સરખામણી સચિન તેંડુલકર સાથે થઈ રહી છે. સચિનના ઘણા રેકોર્ડ કોહલી તોડી શકે તેમ છે.

રોયલ

વિરાટ કોહલી જે રીતે બેટિંગ કરી રહ્યો છે તે જોતાં તે સૌથી વધુ વન-ડે સદીનો સચિનનો રેકોર્ડ ટૂંક સમયમાં તોડી શકે તેમ છે. એવી અપેક્ષા રખાય છે કે આવતા વર્ષની તેની બર્થ ડે સુધીમાં કોહલી કદાચ સૌથી વધુ સદીનો રેકોર્ડ પોતાના નામે કરી લેશે.  સચિને વન-ડેમાં 49 સદી ફટકારી છે જ્યારે વિરાટ કોહલી 43 સદી નોંધાવી ચૂક્યો છે. અગાઉ વિરાટ કોહલીએ 213 વન-ડે મેચની 205 ઇનિંગ્સમાં 10,000 રન પૂરા કર્યા હતા જ્યારે સચિન તેંડુલકરે આ માટે 259 ઇનિંગ્સ રમવી પડી હતી.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

મોટા સમાચાર/ ઓક્સિજનની અછત વચ્ચે મોદી સરકારે ઓક્સિકેર સિસ્ટમના 1.50 લાખ યુનિટ ખરીદવા આપી લીલીઝંડી

Dhruv Brahmbhatt

Google એકાઉન્ટ કંપની તેના તમામ યુઝર્સ માટે લાવી રહી છે આ ફિચર્સ, હેકર્સ નહીં કરી શકે એકાઉન્ટ હેક

Harshad Patel

માત્ર રૂ. 279માં આ કંપની આપી રહી છે 4 લાખનો Life Insurance, સાથે અનલિમિટેડ કોલિંગ-ડેટા

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!