GSTV
Home » News » ધોનીને વિરાટ કોહલીનું સ્પેશિયલ સેલ્યુટ, યાદ આવી એ ખાસ રાત

ધોનીને વિરાટ કોહલીનું સ્પેશિયલ સેલ્યુટ, યાદ આવી એ ખાસ રાત

ટીમ ઇન્ડિયામાં પોતાનું સ્થાન જાળવી રાખવા માટે ફિટનેસ લેવલ સૌથી મહત્વનું છે. સતત રમાઇ રહેલી સિરિઝ દરમિયાન ખેલાડીઓ માટે 100 ટકા ફિટ રહેવું મોટો પડકાર છે. આ મોટા ચેલેન્જને ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ સ્વીકારી છે અને આખી ટીમને પણ આ કસોટી પર ખરી ઉતારવાનો પ્રયાસ કર્યો છે.

વિરાટ કોહલીએ ગુરુવારે પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને યાદ કર્યા. તેણે સોશિયલ મીડિયા પર એક ફોટો શેર કર્યો છે જેમાં તે બંને ક્રીઝ પર છે. વિરાટ જીતનો જશ્ન મનાવતા જોવા મળી રહ્યો છે. એવું લાગી રહ્યું છે કે તે ધોનીને બેટથી સેલ્યુટ કરી રહ્યો છે. સાથે જ તેણે લખ્યું કે, તે મુકાબલો જેને ક્યારેય ભૂલી નહી શકુ. ખાસ રાત. આ શખ્સે મને ફિટનેસ ટેસ્ટની જેમ દોડાવ્યો. તેણે ટ્વીટમાં ધોનીને ટેગ પણ કર્યો.

મહેન્દ્ર સિંહ ધોની હાલ સાઉથ આફ્રિકા સામે ઘરેલૂ સિરિઝની ટી-20 ટીમમાં સામેલ નથી. તે આજકાલ અમેરિકામાં રજાઓ ગાળી રહ્યો છે. અગાઉ ટેરિટોરિયલ આર્મી યુનિટ સાથે ધોનીએ 15 દિવસ પસાર કર્યા હતા.

ફિટનેસની વાત કરીએ તો યો-યો ટેસ્ટે ટીમ ઇન્ડિયામાં નવી વ્યાખ્યા રચી છે. કહેવામાં આવી રહ્યું છે કે યો-યો ટેસ્ટ ક્લિયર કરવા માટે હાલના લઘુત્તમ માપદંડને વધારી દેવામાં આવ્યો છે. કોચ રવિ શાસ્ત્રી ભારતીય ક્રિકેટ ટીમ માટે યો-યો ટેસ્ટના લઘુત્તમ માપદંડને વધારીને 17 કરવા માગે છે, જે હાલ 16.1 છે.

વિરાટ કોહલીએ હંમેશા સ્વીકાર્યુ છે કે મહેન્દ્ર સિંહ ધોનીના ખાસ માર્ગદર્શનથી તેને ઘણી ઉંચાઇઓ મળી છે. તે આજે પણ ધોનીને પોતાનો કેપ્ટન માને છે. ત્યાં ધોની પણ ખુલાસો કરી ચુક્યો છે કે તેણે 2017માં સિમિત ઓવરોના ફોર્મેટમાંથી કેપ્ટન્સી છોડવાનો નિર્ણય શા માટે લીધો હતો. તેણે વિરાટ કોહલીને પોતાનો ઉત્તરાધિકારી બનાવવાનો રસ્તો બનાવ્યો.

Read Also

Related posts

વર્ષો સુધી ફિલ્મોથી દુર હતી આ એક્ટ્રેસ, લગ્ઝરી કાર છોડી ઓટોમાં સફર કરતા દેખાઈ

Kaushik Bavishi

યુવકને ફસાવીને પહેલા બનાવ્યા શારીરીક સંબંધ, પછી વિડીયો બનાવીને કર્યું એવું કે…

GSTV Desk

22 વર્ષની યુવતીને થયો પ્રેમ, 6 વખત સેક્સ કર્યા બાદ ખ્યાલ આવ્યો કે…

Mayur
Do NOT follow this link or you will be banned from the site!