GSTV
Home » News » કોહલીનો યુ-ટર્ન : વર્લ્ડકપના ખેલાડીઓ માટે ‘યો યો’ ટેસ્ટ નહી

કોહલીનો યુ-ટર્ન : વર્લ્ડકપના ખેલાડીઓ માટે ‘યો યો’ ટેસ્ટ નહી

ભારતીય ટીમનો કેપ્ટન કોહલી અને બોર્ડની પસંદગી સમિતિ નિયમોને તેમની મરજી મુજબ ગમે ત્યારે બદલી નાંખતા હોય છે. અત્યાર સુધી ફિટનેસના ઉચ્ચ ધોરણો જાળવવાની દલીલો સાથે કોહલી અને સિલેક્ટરોએ ક્રિકેટરો માટે ‘યો યો’ ટેસ્ટ પાસ કરવો અનિવાર્ય બનાવ્યો હતો.

કેટલાક ખેલાડીઓને તો ‘યો યો’ ટેસ્ટની નિષ્ફળતાને પગલે ટીમ ઈન્ડિયા સ્થાન નહતું અપાયું. જોકે આઇપીએલ રમીને થાકેલા કોહલી સહિતના અન્ય ટોચના સુપરસ્ટાર્સ વર્લ્ડ કપ પહેલા ‘ યો યો’ ટેસ્ટ પાસ કરી શકે તેવી હાલતમાં લાગતા નથી, જેના કારણે વર્લ્ડકપની ટીમમાં સામેલ ખેલાડીઓ માટે ‘યો યો’ ટેસ્ટ પાસ કરવો હવે મરજીયાત બનાવી દેવાયો છે. ટૂંકમાં વર્લ્ડકપના ખેલાડીઓનો ‘ યો યો ‘ ટેસ્ટ લેવાશે જ નહી. જોકે આ બાબતની જાહેરાત કરવામાં આવી નથી.

એક મીડિયા રિપોર્ટમાં બોર્ડના ઓફિસિઅલને ટાંકીને જણાવી દેવાયું છે કે, ખેલાડીઓ હાલ આઇપીએલ રમી રહ્યા છે અને એક વખત આઇપીએલ પુરી થઈ જાય પછી તો તેમને થાક ઉતારવાનો સમય જોઈશે.

READ ALSO

Related posts

શ્રદ્ધા કપૂર છેલ્લા 6 વર્ષથી આ બીમારીનો હતી શીકાર, હવે પડી ખબર

Kaushik Bavishi

પ્રધાનમંત્રીના જન્મદિવસ પર ભાજપની તાડામાર તૈયારીઓ, આ ત્રણ મુદ્દાને લઈ કાર્યક્રમનું આયોજન કરી રહી છે

Mayur

દેશમાં અર્થવ્યવસ્થા ખરાબ સમયમાંથી પસાર થઈ રહી છેઃ નીતિન ગડકરી

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!