GSTV
Gujarat Government Advertisement

સુપર ઓવરમાં જીત મેળવ્યા બાદ પણ કોહલી નથી ખુશ, ન્યૂઝીલેન્ડની ટીમને લઈ કહી આ મોટી વાત

Last Updated on January 30, 2020 by Mayur

ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ બુધવારે ન્યૂઝીલેન્ડ ખાતે રમાયેલી ત્રીજી T-20 શ્રેણીમાં રોમાંચક સુપર ઓવરમાં પરિણમેલી મેચને જીતી લીધી હતી. વિરાટ કોહલીએ કિવી ટીમની પ્રશંસા કરતા કહ્યું હતું કે, ન્યૂઝીલેન્ડ જીતની હકદાર હતી. રોહિત શર્માએ અંતિમ બે બોલમાં વિજય સિક્સર ફટકારતા ભારતીય ટીમે મુકાબલો જીતી લીધો હતો. આ સાથે જ ભારતે પ્રથમ વખત કિવીને તેના જ ઘણ આંગણે રમાયેલી સિરીઝમાં પરાજય આપ્યો છે. ભારતને જીત મેળવવા માટે 18 રનના લક્ષ્યની જરૂર હતી અને અંતિમ બે બોલ બાકી હતા. આ સમયે રોહિત શર્માએ ગગનચૂંબી સિક્સર ફટકારી કિવી ટીમનું સિરીઝ જીવંત રાખવાનું સ્વપ્ન રોળી નાખ્યું હતું.

મેચની પૂર્ણાહૂતિ બાદ વિરાટ કોહલીએ કહ્યું હતું કે, એક સમયે એવું લાગ્યું કે અમે મેચ હારી ગયા. મેં મારા કોચને પણ કહ્યું કે, તેઓ જીતના હકદાર હતા. કેન 95 રનના સ્કોર પર જે રીતે બેટીંગ કરી રહ્યો હતો, તેના માટે ખરાબ લાગી રહ્યું છે. અંતિમ બોલ પર અમે ચર્ચા કરી અને નિર્ણય લીધો કે અમારે સ્ટમ્પ પર બોલ મારવો પડશે. જો આવું નહીં કરીએ તો આમ પણ એક રન બની જ જવાનો છે.

ભારતની ઈનિંગનો સુપરસ્ટાર હિટ મેન રોહિત શર્મા રહ્યો હતો. જેણે 65 રનની ઈનિંગ રમી પાંચ વિકેટે ભારતનો સ્કોર 179 સુધી પહોંચાડ્યો હતો. કોહલીએ આ અંગે કહ્યું કે, રોહિતે અમારી ઈનિંગની અંતિમ બે બોલ પર શાનદાર બેટીંગ કરી હતી. મને ખ્યાલ હતો કે જો તે એક બોલ રમી લેત તો બોલર તુરંત દબાવમાં આવી જાત.

ન્યૂઝીલેન્ડ સામે અંતિમ ચાર બોલમાં જીત મેળવવા માટે 2 રનનું સામાન્ય લક્ષ્યાંક હતું. 6 વિકેટો પણ બાકી હતી. પણ મોહમ્મદ શમીએ મેચમાં પુનરાગમન કરતાં ટીમને વિજયથી દૂર રાખી હતી. તેની ચૂસ્ત બોલિંગના કારણે ઘર આંગણે રમાય રહેલી સિરીઝમાં પણ ન્યૂઝીલેન્ડના જીત મેળવવાનું સ્વપ્ન અભેરાય પર ચડી ગયું હતું. ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમ્સે શાનદાર બેટીંગનો નમૂનો આપતા 48 બોલમાં 95 રન ફટકાર્યા હતા. તો સુપર ઓવરમાં પણ 11 રન કરી ભારતને હરાવવા માટે તે કટીબંધ રહ્યો હતો.

સિરીઝમાં જીત મેળવ્યા બાદ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ સૂચક સંકેત આપતા કહ્યું હતું કે, કિવી ટીમ આગામી બે મેચ માટે બેંચ સ્ટેન્થનો ઉપયોગ કરી શકે છે. વિરાટે વધુમાં કહ્યું કે, કેટલાક અન્ય ખેલાડીઓને મેચ રમવાની તક આપવી પણ જરૂરી છે. અમે જોવા માગીએ છીએ કે આ પ્રકારની પરિસ્થિતિમાં તેમનો દેખાવ કેવો રહે છે. તેણે ભારત તરફથી વોશિંગ્ટન સુંદર અને નવદીપ સૈની જેવા બે નામ પણ મુક્યા હતા. બીજી તરફ ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમ્સે સુપર ઓવર પર જણાવ્યું હતું કે, તેમની ટીમનો સુપર ઓવરનો રેકોર્ડ સારો નથી. ટીમે નિયમિત ઓવરોમાં જ મેચ જીતી ઈનિંગ પૂર્ણ કરવાનો પ્રયાસ કરવો જોઈએ.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

એલર્ટ / રાજ્યના 4 જળાશયો હાઈઅલર્ટ પર, 12 જિલ્લાઓમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ

Zainul Ansari

રથયાત્રા પૂર્વની કાર્યવાહી / એસઓજીને મળી મોટી સફળતા, દેશી તમંચા, પિસ્તોલ, કારતૂસ સાથે એક શખ્સની ધરપકડ

Zainul Ansari

Maharashtra: કોરોના પછી નવી આપત્તિ! બે પ્રજાતિના ચામાચીડિયામાં મળ્યો નિપાહ વાયરસ

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!