GSTV
Home » News » ICC રેન્કિંગ: પરેરાએ લગાવી ઉંચી છલાંગ, ટેસ્ટ બેટિંગ રેન્કિંગમાં પ્રથમ સ્થાને કોણ આવ્યું

ICC રેન્કિંગ: પરેરાએ લગાવી ઉંચી છલાંગ, ટેસ્ટ બેટિંગ રેન્કિંગમાં પ્રથમ સ્થાને કોણ આવ્યું

ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ આઈસીસીની તાજી ટેસ્ટ બેટિંગ રેન્કિંગમાં પોતાનુ સર્વોચ્ચ સ્થાન અને તેના સાથી ચેતેશ્વર પૂજારાએ ત્રીજુ સ્થાન જાળવી રાખ્યું છે, જ્યારે શ્રીલંકાના કુસલ પરેરાએ 58 સ્થાનની મોટી છલાંગ લગાવી છે. કોહલી 922 રેટિંગ પોઈન્ટની સાથે સર્વોચ્ચ ક્રમે છે. ત્યારબાદ ન્યૂઝીલેન્ડના કેપ્ટન વિલિયમ્સન (897 પોઈન્ટ) અને ચેતેશ્વર પૂજારા (881 પોઈન્ટ)ના નંબરે આવે છે.

શ્રીલંકાના ડરબનમાં રમાયેલી શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચમાં મેજબાન સાઉથ આફ્રિકા પર એક વિકેટથી રોમાંચક જીત પ્રાપ્ત કરી હતી. શ્રીલંકા તરફથી અંતિમ વિકેટ માટે કુસલ પરેરા અને વિશ્વ ફર્નાન્ડોએ 78 રનની ભાગીદારી કરીને પોતાની ટીમને અભૂતપૂર્વ વિજય અપાવ્યો હતો. એક તબક્કે 9 વિકેટ ગુમાવી ચૂકેલી શ્રીલંકા માટે પરેરાએ 153 રનની અણનમ ઈનિંગ રમીને ડરબન મેદાન પર ઈતિહાસ રચ્યો હતો.

તેઓ પોતાની કારકિર્દીની સર્વશ્રેષ્ઠ 40મી રેન્કિંગ પર પહોંચી ગયા છે, ટેસ્ટ ક્રિકેટમાં એક વિકેટ દ્વારા જીત પ્રાપ્ત કરનારી ટીમ તરફથી આ સંયુક્ત સર્વોચ્ચ સ્કોર છે. આ અગાઉ વેસ્ટ ઈન્ડીઝના ધાકડ બેટ્સમેન બ્રાયન લારાએ ઓસ્ટ્રેલિયાની સામે બ્રિજટાઉનમાં 199માં 153 રનની અણનમ ઈનિંગ રમી હતી. કોહલી અને પુજારાને છોડીને કોઈ પણ અન્ય ભારતીય શીર્ષ દસમાં સામેલ નથી.

બોલરની યાદીમાં ઓસ્ટ્રેલિયાના પેટ કમિન્સે કૈગિસો રબાડાને પાછળ ધકેલીને સર્વોચ્ચ સ્થાન પ્રાપ્ત કર્યુ છે. મૈકગ્રા (2006) બાદ કમિન્સ પહેલો ઓસ્ટ્રેલિયન બોલર છે, જે નંબર વને પહોંચ્યો છે. કમિન્સ બાદ ઈંગ્લેન્ડના જેમ્સ એન્ડરસન અને દક્ષિણ આફ્રિકાના રબાડાનો નંબર આવે છે. ભારતીય બોલરમાં રવિન્દ્ર જાડેજા 794 પોઈન્ટની સાથે પાંચમા સ્થાને છે. જાડેજા ઓલરાઉન્ડરની યાદીમાં પણ ત્રીજા સ્થાને છે. આ યાદીમાં વેસ્ટ ઈન્ડીઝના જૈસન હોલ્ડર પહેલા અને બાંગ્લાદેશના શાકિબ અલ હસન બીજા સ્થાને છે.

READ ALSO

Related posts

એક્ઝિટ પોલનાં પરિણામોમાં કોંગ્રેસની ખરાબ રીતે હાર, પરંતુ એક સારા સમાચાર આવ્યા સામે

Mansi Patel

પાટણના આ ગામમાં બાળકીઓ જીવના જોખમે મેળવે છે પીવાનું પાણી

Nilesh Jethva

અમદાવાદના યુવકને વીજ ચોરી કરવી પડી મોંઘી, કોર્ટે આપી આટલા વર્ષની જેલ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!