GSTV
World

Cases
3126550
Active
2564838
Recoverd
369135
Death
INDIA

Cases
869995
Active
86984
Recoverd
5164
Death

કોહલીએ ખોલ્યું મોટું રહસ્ય, જીવનમાં આ કારણે રાતના ત્રણ વાગ્યા સુધી રડવું પડ્યું છે

ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ કરિયરમાં 9489 રન, વનડેમાં 11,867 રન સાથે જ 43 વનડે સેન્ચુરી, 7 હજારથી વધારે ટેસ્ટમાં રન અને ટી ટ્વેન્ટી ઈન્ટરનેશનલમાં 24 હાફ સેન્ચુરી લગાવી ચૂકેલા ભારતીય ટીમના વર્તમાન કેપ્ટન વિરાટ કોહલીની સફર સરળ નથી રહી. તેને ઘર આંગણાની શ્રેણી માટે પસંદ કરવામાં નહોતો આવ્યો જેથી એક સમયે તેને રડવાનો પણ વારો આવ્યો હતો.

31 વર્ષીય વિરાટે 2006માં દિલ્હીથી પોતાનું ક્રિકેટ ડેબ્યુ કર્યું હતું. તેણે પોતાની પત્ની અનુષ્કા સાથે વિદ્યાર્થીઓના એક સેશનમાં જણાવ્યું હતું કે, દિલ્હીની રાજ્ય લેવલની ટીમમાં એક વખત પસંદગી ન થતા તે ઘણો નિરાશ થયો હતો.

વિરાટે કહ્યું કે, પ્રથમ વખત મને દિલ્હીની ટીમમાં સિલેક્ટ નહોતો કરવામાં આવ્યો. મને યાદ છે મોડી રાત હતી અને હું બસ રડતો રહ્યો હતો. હું ઘણો જ નિરાશ હતો. હું સવારે આશરે ત્રણ વાગ્યા સુધી રડતો રહ્યો. મને વિશ્વાસ નહોતો આવી રહ્યો કારણ કે મેં એક સારો સ્કોર કર્યો હતો.

વિરાટે વધુમાં કહ્યું કે, મારા માટે તમામ વસ્તુઓ ઠીક ચાલી રહી હતી. મેં સારું પ્રદર્શન કર્યું અને મને લાગ્યું કે મને ટીમમાં પસંદ કરી લેવામાં આવશે. પણ મને ટીમમાં જગ્યા ન મળી. વિરાટે એ પણ ઉમેર્યું કે આગામી સમયમાં તેણે હાર ન માની અને ખૂદને વધારે તૈયાર કર્યો.

READ ALSO

Related posts

આમ આદમીને વધુ એક ડામ: ગેસ સિલિન્ડરના ભાવ આજથી વધ્યાં, હવે તમારે ચુકવવી પડશે આટલી કિંમત

Bansari

અમદાવાદ : એસટી બસની આથી થશે શરૂઆત, જાણો ક્યાંથી મળશે ટિકિટ અને કેવા હશે નિયમો

Nilesh Jethva

AMTS બસની સીટો સ્ટીકર લગાવવામાં આવ્યા, બેની સીટમાં એક પેસેન્જર બેસી શકે

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!