રવિવારે દિશા પટણી સાથે ડેટ પર જાય છે ટાઈગર શ્રોફ, આ છે કારણ

કૉફી વિથ કરણના લેટેસ્ટ એપિસોડમાં સ્ટુડન્ટ ઑફ ધ ઈયર 2ની સ્ટારકાસ્ટ ટાઈગર શ્રૉફ, અનન્યા પાંડે અને તારા સુતરિયા પહોંચ્યાં હતાં. આ દરમ્યાન ટાઈગર શ્રૉફે પોતાની ગર્લફ્રેન્ડ દિશા પટણીને લઇને પોતાના અંગત જીવન અંગે ખુલીને વાત કરી છે. આ દરમ્યાન ટાઈગર શ્રોફે જણાવ્યું કે તેઓ હજી પણ પોતાની માતા સાથે સૂવે છે.

કૉફી વિથ કરણમાં ટાઈગર શ્રોફે જણાવ્યું કે તેઓ રવિવારે જ દિશા પટણી સાથે ડેટ પર જાય છે. ખરેખર, રવિવારે ટાઈગર શ્રોફ પોતાનો ચીટ ડે મનાવે છે. આ દિવસે ટાઈગર પોતાના મન મુજબ ખાવાનુ ખાઈ શકે છે. તેમણે કહ્યું કે તેઓ પોતાના એબ્સને મેન્ટેન કરવાને કારણે ડાઈટમાં રહે છે, પરંતુ તેઓ ખૂબ ફૂડી છે. તો ટાઈગરે કહ્યું કે તેમને દિશા પટણીનુ બેગ કેરી કરવાનુ ખૂબ ગમે છે. ટાઈગરે કહ્યું કે તેમના વધુ મિત્રો નથી. એવામાં તેમને દિશા પટણીની સાથે અનૂકૂળ હોવાનો અહેસાસ થાય છે.

માતાની સાથે ઉંઘે છે ટાઈગર શ્રોફ

કૉફી વિથ કરણમાં સ્ટૂડન્ટ ઑફ ધ ઈયર 2ના ડાયરેક્ટર પુનીત મલ્હોત્રાએ કહ્યું કે આ ત્રણેયમાંથી એક એવા છે, જે હોટલના સૌથી નાના રૂમમાં રહે છે. તેમને મોટા રૂમમાં રહેવાથી ભય લાગે છે. જેના જવાબમાં ટાઈગર શ્રોફે કહ્યું આ હું છું. ટાઈગર મુજબ, મેં જ્યારથી હૉરર ફિલ્મો જોઈ છે ત્યારથી હું એકલો ઉંઘી શકતો નથી. જો હું મારા ઘરમાં હોઉં તો મારી માતા સાથે સૂવૂ છું અને જો ઘરની બહાર ટ્રાવેલ કરુ તો મારી ટીમના કોઈ પણ મેમ્બર સાથે ઉંઘુ છું.

દિશા પટણી સાથેની રિલેશનશિપને કરી ઑફિશિયલ

View this post on Instagram

Turns out I’m taken. 😍😉

A post shared by Tiger Shroff (@tigerjackieshroff) on

ટાઈગર શ્રોફે વેલેન્ટાઈન ડેના રોજ દિશા પટણીની સાથે પોતાની રિલેશનશિપને સત્તાવાર કરી હતી. ટાઈગર અને દિશા બંનેએ સોશિયલ મીડિયામાં તસ્વીર પોસ્ટ કરી હતી. દિશાએ આ તસ્વીર શેર કરીને લખ્યું, લાગે છે કે મને પણ પ્રેમ થઈ ગયો છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter