GSTV

Koffee With Karan Season 6: પહેલી મહેમાન બનેલી આ બે અભિનેત્રીઓ આપી શકે છે રણબીર કપૂરને ઝટકો

ફિલ્મનિર્માતા કરણ જોહરના ચેટ શો ‘કૉફી વિથ કરણ’ની છઠ્ઠી સિઝનમાં  બોલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટ અને દીપિકા પાદુકોણ પ્રથમ મહેમાન હશે. શુક્રવારે કરણે Twitter પર પ્રથમ એપિસોડ વિશે જાહેરાત કરી આ એપિશોડ ‘મહિલા શક્તિ’ પર હશે. કરણે Tweet માં લખ્યું, ” કૉફી”નો પ્રથમ કપ મહિલા શક્તિ વિશે છે.

કૉફી વિથ કરણની છઠ્ઠી સીઝનની પ્રથમ એપિસોડમાં દીપિકા પાદુકોણ અને આલિયા ભટ્ટનું સ્વાગત છે. જેનું પ્રસારણ સ્ટાર વિશ્વ ઈન્ડિયા અને હોટ સ્ટાર પર કરવામાં આવશે.” આ પહેલાં ચર્ચા હતી કે આ સિઝનના પ્રથમ એપિસોડમાં આલિયા તેના ‘બ્રહ્માસ્ત્ર’ સહ-કલાકાર અને કથિત બોયફ્રેન્ડ રણબીર કપૂરની સાથે જોવા મળશે. જોના રિલેશન પહેલા દીપિકા સાથે હતા.

‘કૉફી વિથ કરણ’ની પાછલી સીઝનમાં અમિતાબ બચ્ચન, શાહરૂખ ખાન, સલમાન ખાન, આમિર ખાન, રણબીર સિંહ, વરૂણ ધવન, અર્જુન કપૂર, અનુષ્કા શર્મા, પ્રિયંકા ચોપડા, સોનમ કપૂર, સલીમ ખાન, કાજોલ અને રાની મુખર્જી જેવા સ્ટાર્સ જોડાયા હતા. તમને જણાવી દઈએ કે સુપરસ્ટાર સલમાન ખાન સાથે ત્રણ ફિલ્મોમાં કામ કરી ચુકેલા ડાયરેક્ટર કબીર ખાન પણ શોનો ભાગ બની ચુક્યા છે. તેમણે છેલ્લી સિઝનમાં સલમાન ખાનને લઈને એક નિવેદન આપ્યું હતું.

ડાયરેક્ટર કબીરે જણાવ્યું હતું કે તે સલમાન અને તેની પહેલી મૂવી ‘એક થા ટાઇગર’થી ખુશ નથી. જોકે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સફળ સાબિત થઈ હતી. આનું કારણ સમજાવતા, કબીરે કહ્યું કે તે અને સલમાન બે જુદા જુદા લોકો હતા. પ્રથમ ફિલ્મમાં, તેઓએ સલમાનના અનુસાર વસ્તુઓને એડજસ્ટ કરવાનો પ્રયત્ન કર્યો હતો, સલમાન તેમના પ્રમાણે તેને એડજસ્ટ કરતા હતા. આ કારણે ફિલ્મ પર નિર્દેશક તરીકે તેમની સંપૂર્ણ ગ્રિપ ન આવી. તેથી તે ફિલ્મથી ખુશ ન હતા.

Related posts

લોકડાઉન: અર્થવ્યવસ્થામાં પ્રાણ ફુંકવા મોદી સરકાર વધુ એક પેકેજ જાહેર કરે તેવી શક્યતા

Pravin Makwana

યુએઈમાં ત્રણ ભારતીય ડ્રાઈવરો નું નસીબ ચમક્યું, કરોડો રૂપિયાની લાગી લોટરી !

pratik shah

દર્દીનો ઈલાજ કરતા સંક્રમિત થયેલી નર્સે કોરોનાને આપી માત, હવે નોકરી પર પરત ફરવા તૈયાર

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!