GSTV
Home » News » દરિદ્રતા દૂર કરી ધન ખેંચી લાવે છે લાલ કોડીના આ પ્રયોગ

દરિદ્રતા દૂર કરી ધન ખેંચી લાવે છે લાલ કોડીના આ પ્રયોગ

સફેદ કોડી, પીળી કોડી વિશે તો તમે સાંભળ્યું હશે પરંતુ શું તમે લાલ કોડીના ચમત્કારી પ્રયોગ વિશે જાણો છો ? આ પ્રયોગ અત્યંત ચમત્કારી છે. તંત્ર શાસ્ત્રમાં લાલ કોડીનું ખુબ મહત્વ હોય છે. હજારો સફેદ કોડીમાંથી એક લાલ કોડી નીકળે છે. જેની પાસે આ લાલ કોડી હોય છે તેના જીવનમાં ધનની ખામી રહેતી નથી. તે જાતક અતુલ્ય સંપત્તિ પ્રાપ્ત કરે છે. 

કોડી એક સમુદ્રી જીવના શરીરનું આવરણ હોય છે. આ કોડી જ્યારે સમુદ્દની બહાર આવી જાય છે તો તેને ધન સ્વરૂપ માનવામાં આવે છે. વર્ષો પહેલા ધનના સ્થાને કોડીનો જ ઉપયોગ કરવામાં આવતો. હવે ધનના સ્થાને તો નહીં પરંતુ ધન પ્રાપ્ત કરવા કોડીનો ઉપયોગ કરવામાં આવે છે. આ કોડીમાં સૌથી વધારે મહત્વની હોય છે લાલ કોડી. કહેવાય છે કે કુબેરના સિંહાસનમાં લાલ કોડી જડેલી છે. આ કોડી ધનને આકર્ષિત કરે છે. તંત્ર શાસ્ત્રમાં તેના કેટલાક સિદ્ધ પ્રયોગનું વર્ણન પણ કરવામાં આવ્યું છે. 

લાલ કોડી જો કોઈને મળી જાય તો તે કુબેર સમાન ધનપતિ થઈ જાય છે. લાલ કોડીનો પ્રયોગ તુરંત અસર કરે છે. લાલ કોડી જો ઘરમાં હોય તો તેને દિવાળીની રાત્રે મંત્ર શક્તિથી સિદ્ધ કરવામાં આવે છે. આ સિદ્ધ કરેલી કોડીને લાલ રેશમી કપડામાં બાંધી અને ઉત્તર દિશામાં અથવા તો તિજોરીમાં રાખવામાં આવે છે. 

આ ઉપરાંત સાત લાલ કોડીને અમાસની રાત્રિમાં 1108 શ્રીસૂક્તના પાઠથી સિદ્ધ કરી અને તેના પર કેસરનું તિલક લગાવી અને લાલ કપડાની થેલીમાં બાંધી ઘરની ઉત્તર દિશાની દિવાલ પર લટકાવવાથી ધન વૃદ્ધિ થાય છે. આ ઉપાય ગરીબને પણ ધનવાન બનાવી દે છે. 

લાલ કોડીનું પેડંટ બનાવી સોનામાં ધારણ કરવાથી તે વ્યક્તિ કોઈપણને સમ્મોહિત કરી શકે છે. આ વ્યક્તિની ખ્યાતિ દુનિયાભરમાં વધે છે.

સાત લાલ કોડી અને સાત ગોમતી ચક્રને હર સિંગારના મૂળ સાથે સિદ્ધ કરી એક પોટલીમાં બાંદી ઘરના પાયામાં રાખી દેવાથી ઘર પર ક્યારેય ગરીબી છવાતી નથી. 

લાલ કોડીને ચાંદીની ડબીમાં રાખઈ અને કાર્યસ્થળ પર રાખવાથી નુકસાની સહન કરવી પડતી નથી. 

પૂનમની રાત્રે નવ લાલ રંગના ગુલાબના ફૂલ, નવ લાલ કોડી સાથે એક લાલ કપડામાં બાંધી દુકાને રાખવાથી આવક વધે છે. 

Read Also

Related posts

બોલીવૂડ એક્ટર અજય દેવગને કર્યો ખુલાસો, કાજોલની આ વાત કરે છે ઈરિટેટ

Nilesh Jethva

100 કરોડથી 2 પગલાં દુર છે બાલા, બોક્સ ઓફિસ પર શાનદાર છે કલેક્શન

Kaushik Bavishi

શરીરના આ ભાગ પર વધારે પડતો સ્માર્ટફોન મૂકવાથી થાય છે સ્પર્મ કાઉન્ટમાં ઘટાડો

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!