GSTV

આ જાણીતી હોટેલ કંપની કાતર ફેરવી રહી છે કર્મચારીઓ પર, આગામી 3 મહિનામાં જશે 1,200 નોકરીઓ

ઓયો હોટેલ્સ બહું ઝડપથી તેના સ્ટાફમાં ઘટાડો કરી રહ્યું છે, જાપાનની સોફ્ટબેન્ક ગૃપની આ કંપનીએ ચીનમાંથી તેના 5% કર્મચારીઓને કાઢ્યા છે. અહીં તેમનો 12,000 સ્ટાફ હત્પ. તો ભારતમાં કંપનીનો 10,000 નો સ્ટાફ હતો. જેમાંથી 12 % લોકોની નોકરીઓ જતી રહી છે.

બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર, આગામી ત્રણ-ચાર મહિનાઓમાં 1200 વધુ નોકરીઓ જતી રહેશે. ઓયો ચીન અને ભારતમાં રીસ્ટ્રક્ચરિંગની પ્રક્રિયામાંથી પસાર થઈ રહી છે.

માસાયોશી સોનની સોફ્ટબેન્ક માટે ઓયોનું સંકટ ચિંતાઓ વધારનારું છે, સોફ્ટબેન્કના વર્ઝન ફંડે અત્યાર સુધીમાં ઓયોમાં 1.5 બિલિયન ડૉલરનું ઈન્વેસ્ટમેન્ટ કર્યું છે, કંપનીની વેલ્યૂ અત્યારે 10 બિલિયન ડૉલર છે.

સોને ઓયોના સંસ્થાપલ રિતેશ અગ્રવાલનો બહુ સારી રીતે સાથ આપ્યો. કંપનીએ ઈન્ટરનેશનલ માર્કેટમાં બહુ ઝડપી વિસ્તાર કર્યો. માર્કેટમાં જગ્યા બનાવવા ઓયોએ એક રાતના 300 રૂપિયા પ્રમાણે હોટેલ બુકિંગની સુવિધા પણ આપી હતી. પરંતુ તેમની શાખ ગ્રાહકોની સતત ફરિયાદોના કારણે જતી રહી.

Read Also:

Related posts

દેશની તિજોરી ખાલી પણ મોદી માટે 600 કરોડના ખર્ચે નવી ઓફિસ અને ઘર બનશે

Ankita Trada

ભારતે બ્રાહ્મોસના પરીક્ષણોની સિરિઝ શરૂ કરી, અવાજથી 3 ગણી ઝડપે આ મિસાઈલે લક્ષ્યાંકો ઉડાવ્યાં

Ankita Trada

અમદાવાદના શાકમાર્કેટમાં બાઉન્સર તૈનાત કરાશે, ટેમ્પરેચર માપીને માર્કેટમાં અપાશે પ્રવેશે

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!