GSTV

ટ્રમ્પ અને મેલેનિયા રેટિયો કાંતવામાં મૂઝાતાં જાણો કોણે કરી મદદ, કોણ છે આ મહિલા ?

અમદાવાદના ગાંધી આશ્રમની મુલાકાત દરમ્યાન ડોનાલ્ડ ટ્રમ્પે ચરખો પણ કાત્યો હતો. ટ્રમ્પ અને મેલેનિયાએ ગાંધી આશ્રમમાં સેવા કરતા પ્રતિમાબહેન પાસેથી ચરખાની માહિતી મેળવી હતી. તેમણે જણાવ્યુ હતુ કે, ટ્રમ્પે ચરખો ચલાવતા પહેલા કેટલા સવાલ કર્યા હતા. જેના જવાબ પ્રતિમા બહેને સરળતાથી આપ્યા હતા.

સૂતરની આંટી પહેરાવી કર્યું સ્વાગત

અમદાવાદ એરપોર્ટ પર અમેરિકન પ્રેસિડન્ટનું સ્વાગત કરવામાં આવ્યા બાદ બંને રાષ્ટ્રના નેતાનો કાફલો ગાંધી આશ્રમ પહોંચ્યો હતો. જ્યાં વડાપ્રધાન મોદીએ અમેરિકાના પ્રમુખ ટ્રમ્પ અને ફર્સ્ટ લેડી મેલેનિયાનું ખાદીનો ખેસ પહેરાવી સ્વાગત કર્યુ હતું. ગાંધી આશ્રમમાં ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના પત્ની મેલેનિયાનું સાદગીથી સ્વાગત કર્યા બાદ પીએમ મોદી અને ટ્રમ્પે ગાંધીજીની તસવીરને સૂતરની આંટી પહેરાવી હતી. અને શ્રદ્ધાંજલિ આપી વંદન કર્યા હતા. તો ગાંધી આશ્રમમાં ડોનાલ્ડ ટ્રમ્પ અને મેલેનિયાએ રેંટિયો કાંતવાનો પણ પ્રયાસ કર્યો હતો.

રેંટિયો કાતતા સમયે મુકાયા મૂંઝવણમાં

મહાસત્તાના પ્રમુખ અને તેમના પત્નીએ નીચે ગાદી પર બેસીને રેંટિયો કાંતવાનો પ્રયાસ કર્યો હતો. આ સમયે ટ્રમ્પ રેંટિયો કાંતવામાં મૂંઝાતા મોદીએ હળવા અંદાજમાં રહી રેંટિયો કાંતવામાં મદદ કરી હતી. તો ગાંધી આશ્રમની મુલાકાત સ્વરૂપે અમેરિકાના પ્રમુખને સંસ્મરણ ભેટ આપવામાં આવી હતી. ગાંધીજીને પ્રિય ત્રણ વાંદરાઓની પ્રતિકૃતિ અમેરિકાના રાષ્ટ્રપતિને ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી.

વિઝીટર બુકમાં લખ્યા પોતાના અનુભવો

ગાંધી આશ્રમની મુલાકાતે આવતા મહાનુભવો વિઝિટર બુકમાં ગાંધીજીના આદર્શો અને પોતાના અનુભવ અંગે લખતા હોય છે. ત્યારે પહેલી વખત ગાંધી આશ્રમની મુલાકાતે આવેલા અમેરિકન પ્રમુખ ટ્રમ્પે વિઝિટર બુકમાં આશ્રમની મુલાકાત કરાવવા બદલ વડાપ્રધાન મોદીનો આભાર માન્યો હતો. મેલેનિયા અને ડોનાલ્ડ ટ્રમ્પ આશરે 11 મિનિટ સુધી ગાંધીઆશ્રમમાં રોકાયા હતા. ત્યારબાદ તેઓ મોટેરા આશ્રમ રવાના થઈ ગયા હતા.

READ ALSO

Related posts

જોની બેરસ્ટોએ ઝંઝાવાત સર્જ્યો, ઇંગ્લેન્ડને અપાવ્યો આસાન વિજય

Pravin Makwana

રાજકોટ અગ્નિકાંડ બાદ જામનગર તંત્ર એલર્ટ, આ હોલ્પિટલને ફાયર સેફ્ટીને લઈને ફટકારી નોટિસ

Nilesh Jethva

સતત 8મી વખત ફરી એક વાર વધ્યા પેટ્રોલ અને ડીઝલના ભાવ, વાહનોની ટાંકી ફૂલ કરાવતા પહેલા જાણી લો આ ભાવ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!