બાળકોના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર અનેક યોજનાઓ ચલાવે છે. તેમ છતાં ગુજરાતમાં બહોળી સંખ્યામાં બાળકો કુપોષણનો ભોગ બની રહ્યા છે. રાજ્યના 31 જિલ્લામાં અંદાજે 1.44 લાખ બાળકો કુપોષણનો ભોગ બનેલા છે. 31 ડિસેમ્બર, 2017ના રોજ કુપોષણનો ભોગ બનેલા બાળકોની સંખ્યા 110999 હતી. પરંતુ છેલ્લા 6 જ મહિનામાં કુપોષિત બાળકોની સંખ્યામાં 33673નો વધારો થયો છે. જે મુજબ સુરતમાં સૌથી વધુ બાળકો કુપોષણનો ભોગ બન્યા છે. સુરતમાં કુપોષિત બાળકોની સંખ્યા 19437 છે. જે બાદ ભાવનગરમાં 12381 બાળકો, દાહોદમાં 8514 બાળકો, નર્મદામાં 7796, પંચમહાલમાં 7215, વડોદરામાં 7039, બાળકો કુપોષણનો શિકાર બન્યા હોવાનું સામે આવ્યું છે.