GSTV
Home » News » SMS, મિસ્ડ કૉલ અને UAN પરથી આ રીતે જાણો પોતાના PF ખાતાનુ બેલેન્સ

SMS, મિસ્ડ કૉલ અને UAN પરથી આ રીતે જાણો પોતાના PF ખાતાનુ બેલેન્સ

કંપનીમાં કર્મચારીઓને પ્રોવિડન્ટ ફંડનો ફાયદો મળે છે અને દર મહિને પગારમાંથી અમૂક રકમ કાપીને ઈપીએફ એકાઉન્ટમાં જમા થાય છે. પીએફ એકાઉન્ટનુ બેલેન્સ ઑનલાઈન ચેક કરી શકાય છે. પગારમાંથી કપાતી જેટલી રકમ કંપની કર્મચારીઓના એકાઉન્ટમાં જમા કરે છે. જરૂરિયાત સમયે આ રકમ કામમાં આવે છે. અમૂક પદ્ધતિ મુજબ તમે પીએફ એકાઉન્ટનુ બેલેન્સ જાણી શકો છો.

SMSની પદ્ધતિથી

  • યૂનિવર્સલ એકાઉન્ટ નંબર (યૂએએન) એક્ટિવેટ થવાથી યૂઝર્સ પોતાના ફોન પર એસએમએસની મદદથી પણ બેલેન્સ જાણી શકે છે. આ સ્ટેપ ફૉલો કરે.
  • યૂએએન સાથે જોડાયેલા પોતાના રજીસ્ટર મોબાઈલ નંબર પરથી 7738299899 પર EPFOHO UAN લખીને મોકલી દો.
  • ત્યારબાદ તમે ઈપીએફઓન તરફથી એક એસએમએસ પ્રાપ્ત થશે, જેમાં તમારું પીએફ બેલેન્સ બતાવવામાં આવશે.

મિસ્ડ કૉલની મદદથી

  • યૂનિવર્સલ એકાઉન્ટ નંબર (યૂએએન)ની મદદથી મિસ્ડ કૉલ પર પણ તમે બેલેન્સ જાણી શકો છો. જેના માટે આ સ્ટેપ ફૉલો કરો.
  • રજીસ્ટર મોબાઈલ નંબર પરથી +911122901406 પર મિસ્ડ કૉલ આપો.
  • ત્યારબાદ તમારી પાસે એસએમએસ દ્વારા પીએફ (PF) બેલેન્સ બતાવવામાં આવશે.

UANની મદદથી

  • યૂનિવર્સલ એકાઉન્ટ નંબર (યૂએએન)ની મદદથી પીએફ બેલેન્સ ચેક કરી શકાય છે. જેના માટે આ સ્ટેપ ફૉલો કરો,
  • બેલેન્સ ચેક કરવા માટે યૂએએન એક્ટિવેટ હોવો જોઈએ. જો યૂનિવર્સલ એકાઉન્ટ નંબર એક્ટિવેટ ના થાય તો પહેલા તેને એક્ટિવેટ કરો.
  • કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)ની વેબસાઈટ પર મેમ્બર પાસબુક પેજ પર જાઓ.
  • અહીં પોતાનુ યૂનિવર્સલ એકાઉન્ટ નંબર, પાસવર્ડ અને કેપ્ચા ભર્યા બાદ લૉગ-ઈન કરો.
  • હવે ઈપીએફ એકાઉન્ટ ઓપન થઇ જશે અને અહીં ડાબી બાજુ અને મેમ્બર આઈડી પર ક્લિક કર્યા બાદ બેલેન્સ ચેક કરો.

READ ALSO

Related posts

આસામમાં ભારે વરસાદ બાદ 16 ગેંડા સહિત 187 વન્યજીવોના મોત

Bansari

અરવલ્લી : તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે મેચ ટાઈ

Bansari

જૂના‘ગઢ’ કોનો : 10 વાગ્યા પણ કોંગ્રેસ ખાતુ નથી ખોલી શકી

Mayur
Do NOT follow this link or you will be banned from the site!