GSTV
Astrology Life Trending

આજનું ભવિષ્ય: આ 3 રાશિઓના કાર્યમાં આવી શકે છે વિઘ્ન, વૃષભ-કર્ક સહિત 7 રાશિઓનું ભાગ્ય આપશે સાથ

મેષ : આપના કાર્યમાં આકસ્મિક સરળતા- સાનુકૂળતા મળી રહે. આપના કામમાં સંતાનનો સાથ-સહકાર મળે. આનંદ રહે.

વૃષભ : દિવસ દરમ્યાન આપના કાર્યમાં વ્યસ્ત રહીને દિવસ પસાર કરી શકો. નોકર-ચાકરવર્ગનો સાથ-સહકાર મળી રહે.

મિથુન : દેશ-પરદેશના કામમાં પ્રગતિ જણાય. બઢતી-બદલીના કામમાં સાનુકુળતા મળી રહે. ધર્મકાર્ય-શુભકાર્ય થાય.

કર્ક : આપના કામમાં રૂકાવટ- મુશ્કેલીનો અનુભવ થાય. વધુ પડતી દોડધામ- શ્રમ થાક કામના તણાવના લીધે તબિયતની અસ્વસ્થતા જણાય.

સિંહ : આપને જાહેર ક્ષેત્રના કામ અંગે, સંસ્થાકીય કામ અંગે વ્યસ્તતા રહે. રાજકીય- સરકારી કામમાં દોડધામ શ્રમ અનુભવાય.

કન્યા : આપની દોડધામ- શ્રમમાં વધારો થાય. સીઝનલ ધંધામાં હરિફાઇ જણાય. આકસ્મિક ખર્ચ-ખરીદીના લીધે નાણાભીડ રહે.

તુલા : આપની બુદ્ધિ-અનુભવ આવડત- મહેનતના આધારે કામનો ઉકેલ લાવી શકો. ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જાય.

વૃશ્ચિક : હૃદય-મનની વ્યગ્રતા- બેચેનીના લીધે કામ કરવાની ઇચ્છા થાય નહીં. યાત્રા-પ્રવાસ દરમ્યાન ધ્યાન રાખવું.

ધન : આપના યશ- પદ ધનમાં વધારો થાય તેવી કાર્ય રચનાથી આપને આનંદ-ઉત્સાહ રહે. પરદેશના કામમાં સાનુકુળતા રહે.

મકર : આપના કામમાં સાનુકુળતા રહે. આપના કાર્યની સાથે સામાજિક વ્યવહારિક કામકાજ અંગે વ્યસ્તતા જણાશે. ખર્ચ થાય.

કુંભ : માનસિક પરિતાપ છતાં આપના કામમાં વ્યસ્ત રહિને દિવસ પસાર કરી શકો. રાજકીય સરકારી કામકાજ રહે.

મીન : આકસ્મિક ખર્ચ-ખરીદીના લીધે નાણાભીડ જણાય. આપના કામમાં રૂકાવટ- વિલંબ રહે. આવેશ- ઉશ્કેરાટમાં આવી જવું નહીં.

READ ALSO

Related posts

પહેલી વાર મિસ યુનિવર્સ સુષ્મિતા સેન દેખાશે કિન્નરના રોલમાં

GSTV Web Desk

વિવાદ વધુ વકર્યો / ઓમ રાઉતની અપકમિંગ ફિલ્મ આદિપુરુષના ડાયરેક્ટરને ફટકારાઈ નોટિસ, ફિલ્મમાં રામાયણનું ઈસ્લામીકરણ

Hardik Hingu

મતભેદ જાહેરમાં/ શિંદે ઠાકરે પરિવારમાં ફાટફૂટ પડાવવામાં સફળ, બે ભાઈઓ જુદા થયા

Hardik Hingu
GSTV