વેફર મોટાભાગના લોકોને ગમે છે કારણ કે તે ખુબ જ સ્વાદિષ્ટ હોય છે. તમે પણ ઘણીવાર ચિપ્સ ખાધી હશે અને જોયું પણ હશે કે તેનું પેકેટ ક્યારેય પણ સંપૂર્ણ ભરેલું હોતું નથી. જ્યારે પેકેટ ખોલવામાં આવે છે ત્યારે ખબર પડે છે કે અંદરથી થોડું ખાલી હોય છે પરતું આવું કરવા પાછળ ખાસ કારણો છે. તો ચાલો આ અહેવાલમાં તેના કારણો વિશે જાણીએ

નોંધનીય છે કે યુકેના સ્નેક, નટ અને ક્રિસ્પ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન પ્રમાણે પેકેટનો અડધો ભાગ ખાલી રાખવામાં આવે છે, જેથી કરીને ચિપ્સને વધુ સમય સુધી તાજી રાખી શકાય. તેની પાછળનું એક કારણ એ છે કે ચિપ્સ ખૂબ જ નરમ હોય છે, જે હળવા સ્પર્શથી પણ તૂટી શકે છે. પેકેટના ફૂલેલા હોવાને કારણે અંદર ભરેલી હવા તેને તૂટવાથી બચાવવાનું કામ કરે છે. વર્ષ 2017માં CDA એપ્લાયન્સીસ દ્વારા કરવામાં આવેલા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે સરેરાશ, ચિપ્સના પેકેટ 72 ટકા સુધી ખાલી રહે છે.
કેમ ભરવામાં આવે છે નાઈટ્રોજન ગેસ?
આ વાત પણ સાચી છે કે વેફરના પેકેટના ખાલી ભાગમાં હવા નહિ પરતું નાઈટ્રોજન ગેસ ભરેલો હોય છે. આ નાઈટ્રોજન ગેસ પેકેટમાં ચિપ્સને તૂટતા અટકાવે છે અને તેને વાસી થતા પણ અટકાવે છે. સ્નેક, નટ અને ક્રિસ્પ મેન્યુફેક્ચરર્સ એસોસિએશનના પ્રવક્તાએ તાજેતરના એક અભ્યાસના જવાબમાં જણાવ્યું હતું કે ચિપ્સને ખરાબ થતા અટકાવવા ઉપરાંત નાઈટ્રોજન ગેસ પેકેટને થતા નુકસાનથી પણ રક્ષણ આપે છે.

વેફર બગાડની શક્યતા ઘટી જાય છે
પેકેજિંગ તાપમાનના આધારે નક્કી કરવામાં આવે છે. 2017ના અભ્યાસના લેખકોએ જણાવ્યું હતું કે ચિપ્સના પેકેટમાં ભરેલી હવા ચિપ્સને લાંબા સમય સુધી તાજી રાખવાનું કામ કરે છે. આ કારણે તેના બગડવાની શક્યતા ઘટી જાય છે.
Also Read
- મોટા સમાચાર / દુષ્કર્મ કેસમાં આસારામ દોષિત જાહેર, હવે થશે સજાનું એલાન
- Mumbai / મહારાષ્ટ્રમાં હિંદુવાદીઓના કાર્યક્રમોથી શિંદે ચિંતામાં, હિન્દુ સંગઠનો દ્વારા જંગી રેલી
- શું તમે બ્લૂ-ટી વિશે જાણો છો? સ્વાસ્થ્ય માટે માનવામાં આવે છે ફાયદાકારક
- અખિલેશનું લોકસભા માટે પછાત-મુસ્લિમ કાર્ડ, 2022ની વિધાનસભા ચૂંટણી બાદ વિખેરી નાંખી હતી રાષ્ટ્રીય કારોબારી
- મોટા સમાચાર / પેપરલીક કાંડ મામલે કોર્ટે તમામ આરોપીઓના 12 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા