GSTV
World

Cases
4597471
Active
5744883
Recoverd
521164
Death
INDIA

Cases
227439
Active
379892
Recoverd
18213
Death

જાણો ત્રણ વર્ષ પહેલા નોટબંધી વખતે સોનમ ગુપ્તા કેમ થઈ હતી ‘બેવફા’, આ હતું કારણ

8 નવેમ્બરનો દિવસ દેશની અર્થવ્યવસ્થાના ઈતિહાસમાં ખૂબ ખાસ દિવસ છે. આ દિવસ જ છે જ્યારે ત્રણ વર્ષ પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાતે 8 વાગે દૂરદર્શન દ્વારા દેશને સંબોધિત કરતા 500 અને 1000ની નોટ બંધ કરવાનું એલાન કર્યું હતું. તે સમયે સોનમ ગુપ્તાની સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચા થઈ રહી હતી. આટલું જ નહીં સોનમ ગુપ્તાની બેવફાઈના ચર્ચા ફેસબુકથી લઈને ટ્વિટર સુધી ટ્રેન્ડમાં રહ્યા હતા. જોકે કોઈ નથી ઓળખતું કે સોનમ ગુપ્તા છે કોણ પરંતુ તેના ચર્ચા ખૂબ હતા.  

શું છે સંપૂર્ણ કહાણી

હકીકતે કોઈએ મઝાકમાં અથવા તો બ્રેકઅપ થઈ ગયા બાદ 10 રૂપિયાની એક નોટ પર ‘સોનમ ગુપ્તા બેવફા છે’ લખીને તેની તસ્વીર ક્લિક કરી અને તેને સોશિયલ મીડિયા પર શેર કરી દીધી. જોત જોતામાં તો આ તસ્વીર વાયરલ થઈ ગઈ અને તેના પર લોકોની પ્રતિક્રિયાઓ આવવાની શરૂથઈ ગઈ. નોટબંધી વખતે જ્યારે 2000ની નવી નોટ આવી તો કોઈએ તેના પર પણ આ સંદેશ લખીને તેને સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધો. #sonambewafa #sonamguptabewafahai અને #sonamgupta હેશ ટેગ સાથે ઘણી દિવસો સુધી લોકો કમેન્ટ્સ કરતા રહ્યા.  

જ્યારે સોનમનો આવ્યો વળતો જવાબ

આ કહાણી ત્યાં જ ખતમ ન થઈ. સોનમ ગુપ્તાએ જવાબ પણ આપ્યા કે હું બેવફા નથી. સોનમ ગુપ્તાએ પોતાની વફાઈ સાબિત કરતા લખ્યું કે ‘બેવફા તૂ હૈ સોનવીર સિંહ મેં નહીં.’ ત્યાં જ 10 રૂપિયાના નોટ પર લખેલું જોવા મળ્યું, ‘મેં નહીં બેવફા, મેં નહીં બેવફા, તુમ્હારી ઓર સિર્ફ તુમ્હારી, સોનમ ગુપ્તા.’  આટલું જ નહીં 100 રૂપિયાની નોટ પર લખેલું હતું કે, ‘હાં મેં બેવફા હૂં જો ઉખાડના હૈ ઉખાડ લે.’

બેન્કોની બહાર લાંબી લાઈનો

નોટબંધીની આ ઘોષણા ત્રણ વર્ષ પહેલા અડધી રાતથી ચાલુ થઈ ગઈ હતી. તેના બીજા જ દિવસથી બેન્કોની બહાર લાંબી લાઈનો લાગવાની શરૂ થઈ ગઈ. આટલું જ નહીં નોટબંધી વખતે લગ્નની પણ સિઝન હતી તેના કારણે ઘણા લોકોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યા હતો.

Read Also

Related posts

એક સપ્તાહમાં ભારતમાં આવ્યાં 25 ભૂકંપના ઝાટકા, દરરોજ ત્રણથી વધારે વખત ધરા ધ્રુજી

Mansi Patel

ખેડૂતે પત્ની સાથે મળી એવુ ગીત ગાયું કે બોલીવૂડના કલાકારો પણ મોઢામાં આંગળી નાખી ગયા

Nilesh Jethva

પ્રિમિયમ મારૂતિ વેગનઆરમાં શું હશે ખાસ ? જાણો તેની સાથે જોડાયેલી આ 5 વાતો

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!