જો તમારા માતા-પિતાની ઉંમર 60 વર્ષથી વધુ છે તો તમારે માતા-પિતાનો વહેલી તકે હેલ્થ ઈન્શ્યોરન્સ લઈ લેવો જોઈએ. જો તમે ગ્રૂપ કવર થકી સમગ્ર પરિવારને કવર કરતા હોવ તો એવું બને કે એક વ્યક્તિના બીમાર પડવા પર પ્રથમવારમાં એટલો પૈસા લાગી જાય કે તે પોલિસી યરમાં બીજો ક્લેમ કરવા પર વીમાની રકમ પૂરી ના પડે.
ધ્યાનમાં રાખવા જેવી એક વાત એ છે કે, સિનિયર સિટીઝન માટે મોટાભાગના હેલ્થ ઈન્શ્યોરન્સ પોલિસી અમુક મર્યાદા સાથે આવે છે. જેમાં કો-પે જેવી શરતોને કારણે વીમાધારકે હોસ્પિટલના બિલનો અમુક હિસ્સો ભરવાનો રહે છે. આ સાથે સામાન્ય લોકોની સરખામણીએ સિનિયર સિટીઝન્સ મામલે વેટિંગ પિરિયડ વધુ હોય છે.
વહેલી તકે લઈ લો પોલિસી..
માતા-પિતા માટે વહેલી તકે એક અલગ હેલ્થ ઈન્શ્યોરન્સ પોલિસી લેવી જોઈએ. જો તમે માતા-પિતા માટે 60 વર્ષની ઉંમર અગાઉ એક
વ્યક્તિગત હેલ્થ પોલિસી લો છો, તો આજીવન કો-પેમેન્ટની જોગવાઈનો ભાર ઉઠાવવો નહીં પડે. આ સાથે વેટિંગ પિરિયડ પણ લાંબો નહીં હોય.
કો-પેમેન્ટ
કો-પેમેન્ટ ફિચરની સારી રીતે તપાસ કરવી જોઈએ. તેનો અર્થ એ થાય છે કે, ક્લેમના અમુક ભાગની ચૂકવણી તમે કરશો. બાકીના પૈસા કંપની ભરશે. કો-પેમેન્ટમાં તમારો હિસ્સો અગાઉથી નક્કી હોવાથી પ્રિમિયમ ઓછું લાગે છે. તમામ પોલિસીમાં કો-પેમેન્ટ હોય તે જરૂરી નથી પરંતુ સિનિયર સિટીઝનની પોલિસીમાં તે હોઈ શકે છે.
આ વાતોનું રાખો ધ્યાન
- જો તમારા માતા-પિતાને અગાઉથી જ અમુક બીમારીઓ છે, એવામાં અલગ વીમા પોલિસી ખરીદવાનો આ સમય યોગ્ય છે.
- આ સાથે જ ધ્યાન રાખો કે ઈન્શ્યોરન્સ પોલિસી અગાઉથી હોય તે બીમારીઓને કવર તો કરે છે પરંતુ 36 મહિના બાદ તેને કવર કરવામા આવે છે.
- પોલિસી ખરીદતા પહેલા જ બીમારીઓ વિશે માહિતી આપી દેવાથી ક્લેમ કરતા સમયે સમસ્યા થતી નથી.
- પોલીસી કવરની રકમ તેમના સ્વાસ્થ્ય જરૂરિયાતને ધ્યાનમાં રાખતા જરૂરી હોય તેટલી હોવી જોઈએ.
- માતા-પિતા માટે એવો પ્લાન લો જેમાં ગંભીર બીમારીઓ અને અગાઉથી રહેલી બીમારીઓ મામલે વધુ કવરેજ મળી શકે.
- પોલિસી એવી પસંદ કરો કે વેટિંગ પિરિયડ ઓછો હોય.
READ ALSO
- સગીરાને કોલગર્લ દર્શાવી સોશિયલ મિડિયા પર ‘rate 2500 call me’ લખનાર મહિલાની ધરપકડ, આરોપી હતી પિતાની ફ્રેન્ડ
- કોરોનાના વધતા કેસોને લઇ રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય, રાત્રિ કરફ્યુનો સમય લંબાવાયો
- કાંધલ જાડેજા પહોંચ્યા SP ઓફિસ, સોશિયલ મીડિયા દ્વારા એક શખ્સે અભદ્ર ટિપ્પણી કરતા મામલો બિચક્યો
- નવસારી GIDC માં આવેલી કંપનીમાં લાગી ભીષણ આગ, ફાયર ફાઇટરની ટીમો ઘટનાસ્થળે
- ગુણકારી લીમડો: મીઠો લીમડો સ્વાદની સાથે સાથે આ રીતે પણ કામમાં આવશે, તેના આ ફાયદા તમે ક્યાંય નહીં જોયા હોય