GSTV
Life Trending

જાણવા જેવું / પતી-પત્ની બંને જ એકબીજાથી છુપાવે છે આ વાતો, જાણો તેના વિશે

લગ્ન પછી પતિ-પત્નીના સંબંધો કેટલા પણ સારા કેમ ન હોય, પરંતુ એ વાતને નકારી શકાતુ નથી કે બંને વચ્ચે ઘણી એવી વાતો હોય છે જેને તેઓ એકબીજા સાથે શેર નથી કરતા. તેમાં કોઈ શંકા નથી કે દરેકના પોતાના સીક્રેટ હોય છે. તેઓ આ વાતને કોઈની સાથે શેર કરતા નથી. આટલું જ નહીં કોઈપણ કપલ ક્યારેય પોતાના ભૂતકાળ વિશે ખુલીને વાત કરવાનું પસંદ નથી કરતું. આપણે ઘણીવાર સાંભળતા હોઈએ છીએ કે આપણા જીવનસાથીથી કંઈપણ છુપાવવું જોઈએ નહીં, પરંતુ કેટલીક વાતો એવી હોય છે જે પતિ-પત્ની એકબીજા સાથે શેર કરવાનું ટાળે છે.

ક્રશને લઇ નથી કરતા વાત

દરેક પતિ-પત્ની ઘણીવાર એવું વિચારવાનું પસંદ કરે છે કે તેઓ એકબીજા માટે આદર્શ મેચ છે અને તે તેના સિવાય અન્ય કોઈને પસંદ નથી કરતા, પરંતુ લગભગ દરેક બીજી મહિલા અને પુરુષ પોતાના સીક્રેટ ક્રશ સાથે હોવાની કલ્પના કરે છે. હવે તે તેમનો બેસ્ટ ફ્રેન્ડ હોઈ શકે કે પછી અજાણી વ્યક્તિ. ભલે તે માત્ર એક ફેન્ટસી હોય, પરંતુ પતિ-પત્ની ક્યારેય પણ પોતાના પાર્ટનર સાથે આવી કલ્પનાઓ શેર કરવા માંગતા નથી.

કલ્પનાઓ પણ શેર નથી કરતા

સોશિયલ મીડિયા અકાઉન્ટ

ફેસબુક-ઈન્સ્ટાગ્રામ અને ટ્વિટર જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ આજના સમયમાં કોઈપણ વ્યક્તિને એકબીજા સાથે કનેક્ટ કરી શકે છે. મોટાભાગના પતિ-પત્ની તેમના પબ્લિક એકાઉન્ટ ઉપરાંત પ્રાઇવેટ અકાઉન્ટ પણ રાખે છે, જેથી તેઓ તેમના પૂર્વ પ્રેમી-પ્રેમીકા સાથે સંપર્કમાં રહે. આટલું જ નહીં પતિ-પત્ની પણ એકબીજા પર નજર રાખવા માટે આ અકાઉન્ટનો ગુપ્ત રીતે ઉપયોગ કરે છે. બંનેનો મકસદ ગમે તે હોય, પરંતુ તેઓ ક્યારેય આ અંગે એકબીજાને કહેશે નહીં.

સરકાર

મોટાભાગના પુરુષો સામાન્ય રીતે તેમની પત્નીઓને તેમની સૌથી ઊંડી યૌન કલ્પનાઓ વિશે જણાવવા માંગતા નથી. તેમને લાગે છે કે આમ કરવાથી તેમના ચરિત્રને નુકસાન થશે. તેમની પત્ની તેમને નફરત કરવા લાગશે. આટલું જ નહીં તેમના મનમાં દરેક ક્ષણે એવો વિચાર આવે છે કે જ્યારે તેમને આ વાતની જાણ થશે તો તે તેના પર શંકા કરવા લાગશે. સાથે જ પત્ની પણ પતિને આ અંગે જણાવતા અચકાય છે, જેથી પતિ તેના વિશે કંઈ ખોટું ન વિચારે.

Read Also

Related posts

દિલ્હી / એશિયાની સૌથી મોટી કાપડ માર્કેટની દુકાનમાં ભીષણ આગ, લાખો રૂપિયાનો માલ સામાન બળીને ખાખ

Hardik Hingu

મોટી દુર્ઘટના ટળી / હરિયાણામાં રાવણનું સળગતું પૂતળું ભીડ પર પડ્યું, 7 લોકો દાઝ્યા

Hardik Hingu

KBC-14 / શાશ્વત ગોયલ બન્યો સીઝનનો બીજો કરોડપતિ, હવે જીતશે આટલા કરોડ રૂપિયા

Hemal Vegda
GSTV