GSTV
Gujarat Government Advertisement

કોરોનાનો પ્રકોપ/ જાણો કયા રાજ્યોમાં લાગ્યું વીકેન્ડ-નાઇટ કર્ફ્યૂ અને લોકડાઉન, એક ક્લિકે જુઓ આખી લિસ્ટ

લોકડાઉન

Last Updated on April 21, 2021 by Bansari

દેશભરમાં કોરોના સતત અજગરી ભરડો રહ્યો છે ત્યારે અનેક રાજ્યોએ કોરોના સંક્રમણને ફેલાતુ અટકાવવા માટે નાઇટ કર્ફ્યૂ, વીકેન્ડ લોકડાઉન જેવા કડક પ્રતિબંધો લાદી દીધા છે. કોરોના વાયરસની બીજી લહેર ખૂબ જ ઘાતક સાબિત થઈ રહી છે અને દરરોજ સર્વાધિક મૃત્યુનો નવો રેકોર્ડ બની રહ્યો છે. વર્લ્ડોમીટરના અહેવાલ પ્રમાણે છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના કારણે 2020 દર્દીઓના મોત થયા હતા. ગત વર્ષે મહામારીની શરૂઆત થઈ ત્યારથી લઈને અત્યાર સુધીનો આ સૌથી વધુ દૈનિક મૃતકઆંક છે. દેશમાં પહેલી વખત એક દિવસમાં જ 2000થી વધારે લોકો કોરોનાના કારણે મૃત્યુ પામ્યા છે. આ સાથે જ સક્રિય દર્દીઓની સંખ્યામાં પણ ભારે વધારો થયો છે.

આઇઝોલ

રાજ્ય સરકારે મિઝોરમમાં કોરોનાના વધતા જતા કેસો વચ્ચે રાજધાની આઈઝોલ અને અન્ય 10 જિલ્લા મુખ્યાલયમાં એક અઠવાડિયાના લોકડાઉનની ઘોષણા કરી છે. લોકડાઉન મંગળવારે શરૂ થયું હતું અને 26 એપ્રિલના રોજ સવારે ચાર વાગ્યા સુધી ચાલુ રહેશે. સરકારના આદેશમાં લોકડાઉન શબ્દનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. મિઝોરમ સરકારના ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને રિહેબિલિટેશન વિભાગ દ્વારા સોમવારે જારી કરાયેલા નોટિફિકેશન પર મિઝોરમના મુખ્ય સચિવ, લલનમુવીયા ચૂઆંગોએ હસ્તાક્ષર કર્યા હતા.

ચંદીગઢ

કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને પ્રશાસને બુધવારે પણ આખો દિવસ લોકડાઉન કરવાની જાહેરાત કરી હતી. તેની જાહેરાત મોહાલીમાં થઈ ચૂકી છે, જોકે પંચકુલા વહીવટીતંત્રે લોકડાઉન લાદવાની ના પાડી દીધી છે. આવી સ્થિતિમાં બુધવારે ચંડીગઢ અને મોહાલીમાં સંપૂર્ણ લોકડાઉન થશે, જ્યારે પંચકુલા ખુલ્લુ રહેશે. લોકડાઉનમાં જરૂરી સેવાઓ ચાલુ રહેશે અને કારણવિના બહાર ફરનારાઓનું ચાલાન કાપવામાં આવશે. તે જ સમયે, યુટીના એડમિનિસ્ટ્રેટર વી.પી.સિંઘ બદનૌરે કહ્યું છે કે જો આ પ્રકારે કેસ વધતા રહેશે તો સાત દિવસનું સંપૂર્ણ લોકડાઉન કરવું પડશે. તેથી લોકોએ સાવધ રહેવું જોઈએ.

કર્ણાટક

કર્ણાટકમાં વધી રહેલા કોરોના સંક્રમણને ધ્યાનમાં લેતા રાજ્ય સરકારે મંગળવારે સાંજે મોટો નિર્ણય લીધો છે. નવા નિર્ણયો અંતર્ગત રાજ્યમાં રાતે નવ વાગ્યાથી સવારે છ વાગ્યા સુધી નાઇટ કર્ફ્યૂ લગાવવામાં આવશે. આ સાથે જ શનિવાર તથા રવિવારે કર્ફ્યૂ લગાવવામાં આવશે જે શુક્રવાર રાતથી જ શરૂ થઇ જશે અને સોમવાર સવારે છ વાગ્યા સુધી લાગુ રહેશે. જો કે આ દરમિયાન ઇમરજન્સી સેવાઓ ચાલુ રહેશે. સ્કૂલ, કોલેજ, માલ, સિનેમા હોલ, જિમ બંધ કરવાની ઘોષણા થઇ છે. રાજ્યના તમામ ધાર્મિક સ્થળો, પૂજા સ્થળોને સામાન્ય જનતા માટે બંધ કરવામાં આવ્યા છે. હોટેલો ખોલવાની પરવાનગી છે પરંતુ ત્યાંથી ફક્ત પાર્સલ લઇ જઇ શકાશે.

લોકડાઉન

દિલ્હી

કોરોના વાઇરસનો ફેલાવો હવે દેશમાં ઝડપી બન્યો છે. રાજધાની દિલ્હી સહિત અંદાજે દરેક રાજ્ય કોરોના સામે લડી રહ્યો છે. વધતા કોરોના વચ્ચે દિલ્હીમાં એક અઠવાડિયાનું લોકડાઉન લાદી દેવામાં આવ્યું છે, જે 26 એપ્રિલ સુધી અમલમાં રહેશે. લોકડાઉનની જાહેરાત થયા પછીથી દિલ્હીમાં ફરી એકવાર સ્થળાંતરની શરૂઆત થઇ ગઇ છે. દિલ્હીમાં કોરોના સંકટના કારણે સ્થિતિ હવે બેકાબૂ બની ગઈ છે. દિલ્હીમાં અનેક હોસ્પિટલોમાં બેડ ખૂટી પડ્યા છે, દર્દીઓને ઓક્સિજન પણ નથી મળી રહ્યું. આ જ કારણ છે કે દિલ્હીમાં હવે કડક નિર્ણય લેવા પડી રહ્યા છે. કોરોના વાઇરસના વધી રહેલા સંકટ વચ્ચે દિલ્હીમાં ફરી એકવાર લોકડાઉન લાગૂ થઇ ગયું છે. રિપોર્ટ મુજબ દિલ્હીમાં એક અઠવાડિયાનું લોકડાઉન લાગૂ કરવામાં આવ્યું છે. હવેથી થોડા સમય પછી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તેની ઓપચારિક જાહેરાત કરશે. રિપોર્ટ મુજબ રાજધાની દિલ્હીમાં આજે રાતથી 26 એપ્રિલ સોમવાર સવાર સુધી લોકડાઉન રહેશે. આ દરમિયાન નિયમોનું કડક પાલન કરવામાં આવશે. તેના નિયમો પણ વિકએન્ડ કરફ્યૂ જેવા જ હશે.

મહારાષ્ટ્ર

મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેનું બ્રેક ધ ચેન અભિયાન હેઠળ રાજ્યમાં 15 દિવસનું કડક કર્ફ્યૂ લગાવવામાં આવ્યું છે. રાજ્યમાં રાતના 8 વાગ્યાથી સવારના 7 વાગ્યા સુધી મીની લોકડાઉન રહેશે. 14 એપ્રિલથી શરૂ થયેલુ આ મિની લોકડાઉન 1 મે સવારે 7 વાગ્યા સુધી અમલમાં રહેશે. મહારાષ્ટ્રમાં કલમ 144 લાગૂ થઈ ચૂકી છે અને આ દરમિયાન ક્યાંય પણ ભીડ ભેગી થવા પર પ્રતિબંધ છે. આનો મતલબ રાજ્યમાં 5થી વઘારે લોકો સાર્વજનિક સ્થાનો પર ભેગા ન થઈ શકે. ત્યારે 5 અથવા આનાથી વધારે લોકોના એક સાથે પ્રવાસ પર પ્રતિબંધ છે. સાર્વજનિક સ્થાનો પર માસ્ત વગર નિકળવાર પર પ્રતિબંધ છે. જોકે સરકારી જરીર સેવાઓ ચાલૂ રહેશે.

લોકડાઉન

ઉત્તર પ્રદેશ

કોરોના વાયરસના મહાસંકટ વચ્ચે ઉત્તર પ્રદેશમાં વીકેન્ડ લોકડાઉનની જાહેરાત કરી દેવામાં આવી છે. ઉત્તર પ્રદેશ સરકારના કહેવા પ્રમાણે હવેથી સંપૂર્ણ પ્રદેશમાં શનિવારે અને રવિવારે લોકડાઉન રહેશે. ઉપરાંત જે જિલ્લાઓમાં 500થી વધારે એક્ટિવ કેસ છે ત્યાં નાઈટ કર્ફ્યુ લગાવવામાં આવશે. વીકેન્ડ લોકડાઉન દરમિયાન ઉત્તર પ્રદેશમાં કારણ વગર બહાર નીકળવા પર મનાઈ રહેશે અને જરૂરી ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોને જ બહાર નીકળવાની છૂટ આપવામાં આવશે. તે સિવાય કોરોના વેક્સિનેશન, મેડિકલ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોને પણ છૂટ આપવામાં આવશે.

કેરળ

દક્ષિણના રાજ્ય કેરળમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 19,577 નવા કેસ નોંધાયા છે, જે એક દિવસમાં સૌથી વધુ છે. રાજ્યમાં સંક્રમિતોની કુલ સંખ્યા 12.72 લાખ પર પહોંચી ગઈ છે. સૌથી ખરાબ સ્થિતિ એર્નાકુલમ જિલ્લાની છે, ત્યારબાદ જિલ્લામાં સાત દિવસના લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. એર્નાકુલમ જિલ્લા કલેક્ટર એસ.સુહાસે જિલ્લાના તમામ કન્ટેઇનમેન્ટ ઝોનમાં લોકડાઉનની જાહેરાત કરી છે. આજે સાંજે 6 વાગ્યાથી સાત દિવસ માટે લોકડાઉન લાગુ કરવામાં આવશે. તે જ સમયે, સંક્રમણ ઘટાડવા માટે સરકાર દ્વારા લાદવામાં આવેલ નાઈટ કર્ફ્યુ આજ રાતનાં સવારે 9 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી લાગુ રહેશે.

લોકડાઉન

પંજાબ

પંજાબ સરકારે કોરોનાના વધતા કેસને જોતા ગાઇડલાઇનમાં કેટલાંક બદલાવ કર્યા છે. રાજ્યમાં કર્ફ્યૂ હવે રાતે આઠ વાગ્યાથી રસવારે પાંચ વાગ્યા સુધી રહેશે. પહેલા કર્ફ્યૂ રાતે નવ વાગ્યાથઈ હતો. આ ઉપરાંત પંજાબમાં તમામ જિમ,બાર, સિનેમા હોલ, કોચિંગ સેન્ટર, સ્પા, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ 20થી 30 એપ્રિલ સુધી બંધ રહેશે. હોટલ તથા રેસ્ટોરન્ટ ખુલશે. પરંતુ ફક્ત ટેક અવે માટે. નવી ગાઇડલાઇન અનુસાર પંજાબમાં રવિવારે મોલ, દુકાનો અને માર્કેટ બંધ રહેશે. સરકારે રવિવારે બંધીને મિનિ લોકડાઉનનું નામ આપ્યું છે.

રાજસ્થાન

રાજસ્થાનમાં કોરોના સંક્રમણ વધતા ગેહલોત સરકારે લોકડાઉનની જાહેરાત કરી હતી. રાજસ્થાનમાં 19 એપ્રિલથી 3 મે સુધી લોકડાઉન રહેશે. અશોક ગહેલોત સરકારે લોકડાઉનનું નામ આપ્યુ છે ‘જન અનુશાસન પખવાડિયુ’. આ દરમિયાન જરુરી સેવાઓની થોડી તમામ સરકારી ઓફિસો બંધ રહેશે. બજારમાં માલ સિનેમાઘક બંધ રહેશે. હોમ ડિલીવરી માટે છુટ રહેશે. મજૂરોનું પલાયન ન થાય એ માટે કન્સ્ટ્રક્શન વર્ક ચાલુ રહેશે. ઈન્ડસ્ટ્રીઝને લોકડાઉનમાંથી છુટ આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આજે સાંજે મુખ્યમંત્રી અશોક ગહેલોતની અધ્યક્ષતામાં થયેલી કેબિનેટ બેઠકમાં મંત્રીઓએ રાજસ્થાનમાં લોકડાઉન લગાવવાની સલાહ આપી હતી. આ બાદ આ નિર્ણય સીએમ પર છોડી દેવામાં આવ્યો હતો.

છત્તીસગઢ

છત્તીસગઢમાં કોરોના સંક્રમણને કાબૂમાં લેવા માટે તમામ 28 જિલ્લામાં લોકડાઉન લગાવ્યુ છે. અલગ અલગ તારીખો સુધી તમામ જિલ્લામાં પ્રતિબંધો લગાવ્યા છે. તાજેતરમાં જ સુકમા જિલ્લાને લઈને પણ આદેશ આપવામાં આવ્યો છે. અહીં 20 એપ્રિલથી સાંજના 6 કલાકથી 1 મે સુધી સવારના 7 કલાક સુધી સંપૂર્ણ પ્રતિબંધો લગાવી દેવામાં આવ્યા છે. જો કે, આ દરમિયાન મેડિકલ સુવિધા તથા અતિ જરૂરી વસ્તુની સેવા જ ચાલુ રહેશે. કોરોનાના બીજા સ્ટ્રેન દરમિયાન પ્રદેશમાં સૌથી પહેલા દુર્ગ જિલ્લામાં લોકડાઉન લગાવાની જાહેરાત કરવામાં આવી હતી, જ્યાં 6 એપ્રિલથી સંપર્ણ પ્રતિબંધો લગાવી દેવામાં આવ્યા છે. ત્યાર બાદ રાજધાની રાયપુર, રાજનાંદગામ, બિલાસપુર, પેંડ્રા, સરગુજા, મહાસમું, ધમતરી સહિત અન્ય જિલ્લામાં લોકડાઉન લગાવાનો આદેશ જાહેર થયો હતો. કોરોના સંક્રમણ વધતા દર્દીઓના મોતનો આંકડો પણ વધતો જાય છે. ત્યારે આવા સમયે કોરોનાની ચેન તોડવા માટે લોકડાઉનની જાહેરાત કરી દેવામાં આવી છે.

અમદાવાદ

જમ્મુ-કાશ્મીર

જમ્મુ કાશ્મીરના આઠ જિલ્લાઓમાં કોરોના સંક્રમણ વધતાં શહેરી ક્ષેત્રોમાં એક રાતનું કર્ફ્યૂ લગાવવામાં આવ્યું છે. આ જિલ્લાઓમાં જમ્મુ, ઉધમપુર, કઠુઓ, શ્રીનગર, બારામૂલા, બડગામ, અનંતનાગ અને કુપવાડા સામેલ છે.

ઓડિશા

ઓડિશા સરકારે કોવિડ -19 રોગચાળાને કાબૂમાં રાખવાના હેતુથી પડોશી રાજ્ય છત્તીસગઢને લગતા 10 જિલ્લામાં વીકએન્ડ લોકડાઉન લાગુ કર્યું છે. તમામ શહેરી વિસ્તારોમાં નાઇટ કર્ફ્યુ પણ લાદવામાં આવ્યો છે.

લોકડાઉન

ગુજરાત

ગુજરાત સરકારે 30 એપ્રિલ સુધી રાજ્યના 20 શહેરોમાં રાત્રે 8 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી નાઇટ કર્ફ્યુ લગાવી દીધો છે. કર્ફ્યુ હેઠળના શહેરોમાં અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર, ભાવનગર, જૂનાગadh, ગાંધીનગર, અમરેલી, આણંદ, નડિયાદ, મહેસાણા, મોરબી, દાહોદ, પાટણ, ગોધરા, ભુજ, ગાંધીધામ, ભરૂચ, અને સુરેન્દ્રનગર. રાજ્યમાં આવનારાઓ માટે નેગેટિવ આરટી-પીસીઆર રિપોર્ટ ફરજિયાત છે. સરકારી કચેરીઓ અઠવાડિયામાં પાંચ દિવસ જ ચાલુ રહેશે. જ્યારે લગ્નમાં આવેલા મહેમાનોની સંખ્યા ઘટાડીને 50 કરી દેવામાં આવી છે. સીએમ રૂપાણીએ જણાવ્યું હતું કે સરકાર આ અંગે ટૂંક સમયમાં વિગતવાર સૂચના લઇને આવશે.

હરિયાણા

હરિયાણાએ રાત્રે 10 થી સવારે 5 વાગ્યા સુધી રાજ્યમાં નાઇટ કર્ફ્યુ લગાવી દીધો છે. તમામ શાળાઓ અને કોલેજો પણ 30 એપ્રિલ સુધી બંધ કરી દેવામાં આવી છે. જોકે, સીએમ મનોહરલાલ ખટ્ટર અને ગૃહ પ્રધાન અનિલ વિજ, બંનેએ મંગળવારે રાજ્યમાં કોરોનાવાયરસ લોકડાઉન લગાવવાનો ઇનકાર કર્યો હતો. રાજ્ય સરકાર કોરોનાવાયરસના પ્રસારને રોકવા માટે લોકડાઉન લગાવી શકે તેવી આશંકાઓ વચ્ચે મજૂરો સ્થળાંતર રહ્યા હોવાના અહેવાલ મળતાં તેઓ તરફથી ખાતરી આપવામાં આવી છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

ખાસ વાંચો / બ્લેક ફંગસ અથવા મ્યુકરમાઇકોસિસથી બચવા માટે શું કરવું અને શું ના કરવું? જાણો સરકારે શું કહ્યું

Bansari

ખાતરનો ભાવવધારો/ કોરોનામાં ગુજરાતના ખેડૂતો બરબાદ, રૂપિયા 1200 કરોડનો જગતના તાતને પડશે ફટકો

Bansari

મિશાલ/ મૂક-બધિર કોરોના દર્દીઓની તકલીફ સમજવા આ નર્સે કર્યુ એવું અનોખુ કામ, જાણશો તો તમે પણ કરશો સલામ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!