GSTV
Home » News » જસદણનો જંગ : જાણો ગુજરાતના કયા નેતાને થશે ફાયદો અને કયા નેતાની કારકીર્દીને પડશે ફટકો

જસદણનો જંગ : જાણો ગુજરાતના કયા નેતાને થશે ફાયદો અને કયા નેતાની કારકીર્દીને પડશે ફટકો

ભાજપ અને કોંગ્રેસ માટે કરો યા મરો જેવી સ્થિતિ હતી. જસદણ એ ભાજપનો ગઢ હતો. કુવરજી બાવળિયા વર્ષોથી આ સીટ પરથી જીતતા આવ્યા છે. જેઓએ પક્ષપલટો કરી ભાજપમાં જોડાતાં આ સીટ પર પેટાચૂંટણી યોજાઈ હતી. હાલમાં બાવળિયા 15મા રાઉન્ડ સુધીમાં 15 હજાર વોટથી આગળ ચાલી રહ્યાં છે. ભાજપે તો ભવ્ય રેલીની તૈયારીઓ કરી લીધી છે. સીએમ પણ જસદણ પહોંચી રહ્યાં છે. ભાજપ હાલમાં ગેલમાં આવી ગયું છે. જસદણની ચૂંટણીનું રિઝલ્ટ હવે બાવળિયાની ફેવરમાં દઈ રહ્યું છે ત્યારે આ જીતથી કોને થશે ફાયદો અને કોને થશે સૌથી વધુ નુક્સાન તેના સમીકરણોમાં પણ મંડાવા લાગ્યા છે. આ ચૂંટણીમાં હાર થઈ હોત તો સૌથી વધારે નુક્સાન એ રૂપાણીને થવાની સંભાવના હતી. મોદીએ જે પ્રકારે મહિલા અધિવેશમાં જીતુ વાઘાણીની બાદબાકી કરી તે જોતાં આ રિઝલ્ટ સૌથી વધારે ફાયદો જીતુ ભાઈ વાઘાણીને કરશે એ નક્કી છે.

ભાજપના કયા નેતાઓને થશે ફાયદો

  • સીએમ રૂપાણી- મુખ્યમંત્રી તરીકેની આબરૂ સચવાઇ ગઈ
  • બાવળિયા- કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાનારા આ નેતાની કારકીર્દી દાવ પર હતી
  • જીતુભાઈ વાઘાણી- મોદીની નારાજગી દૂર કરી કદાવર નેતા હોવાનું સાબિત કર્યું
  • મનસુખ માંડવિયા- સૌરાષ્ટ્રના કદાવર નેતા હોવાને નાતે સોપાઈ હતી જવાબદારી
  • પુરષોત્તમ રૂપાલા- અા મંત્રીનું પણ મંત્રીપદ દાવ પર લાગેલું હતું
  • ભરત બોધરા- આ સ્થાનિક નેતા પર બાવળિયાને અવગણનાનો હતો આક્ષેપ

કોંગ્રેસમાં કયા નેતાને થશે નુક્સાન

  • રાજીવ સાતવ- કોંગ્રેસનો ગઢ હોવા છતાં ન બચાવી શક્યાનો ધબ્બો લાગશે
  • અમિત ચાવડા- 30 ધારાસભ્યો સાથે ઉમેદવાર નક્કી કરવાની તક આપી હોવા છતાં જીત ન અપાવી શક્યા
  • પરેશ ધાનાણી- વિરોધપક્ષના નેતા અને જસદણ નજીક અને સૌરાષ્ટ્રના નેતા હોવા છતાં પ્રભુત્વ ન હોવાનું પૂરવાર થયું

જસદણમાં ભાજપે કોંગ્રેસના ગઢના કાંગરા ખેરવી દીધા છે. કુંવરજી બાવળિયા કોંગ્રેસને રામ રામ કરી ભાજપમાં જોડાયા અને તેમને જયારથી જસદણ પેટા ચૂંટણી લડવાની જાહેરાત કરી ત્યારથી, સૌની નજર જસદણની પેટા ચૂંટણી પર હતી. ભાજપમાં કેબિનેટ મંત્રી તરીકે ચૂંટણી લડી રહેલા કુંવરજી બાવળિયાની શાખ જસદણમાં દાવ પર લાગી હતી. કુંવરજી બાવળિયાની આ પેટા ચૂંટણીમાં થઈ રહી છે ખરી કસોટી થઈ છે. જસદણ પેટા ચૂંટણીની મતગણતરી પૂર્ણ થવાને આરે છે,  19 રાઉન્ડ પૈકીમાંથી 14 રાઉન્ડનું પરિણામ આવી ગયું છે, જેમાં ભાજપના ઉમેદવાર કુંવરજી બાવળિયા 17 હજારની લીડ સાથે આગળ ચાલી રહ્યાં છે.

ચાવડા અને ધાનાણીને સૌથી મોટો ફટકો પડશે.

5 રાજ્યોની ચૂંટણીમાં ભાજપને પછડાટ બાદ આજે કોંગ્રેસ પાસે જસદણમાં હરાવવાની તક ગુમાવી દીધી છે. ગુરું અને ચેલાની લડાઇમાં અવસર નાકિયા પર બાવળિયા ભારે પડ્યા છે. આજે રિઝલ્ટ હવે થોડા સમયમાં આવી જશે પણ કોંગ્રેસના કદાવર નેતાની આબરૂની ધૂળધાણી થઈ ગઈ છે. કોંગ્રેસના ગઢમાં ભાજપે આબરૂની ધૂળધાણી કરી દીધી છે. જસદણ જીતવાની જવાબદારી કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવ, અમિત ચાવડા અને પરેશ ધાનાણીના માથે હતી. હવે આ હાર થઈ તો રાહુલની ગુડબુક્સમાંથી તેઓની બાદબાકી થઈ જશે એ નક્કી છે. પરેશ ધાનાણી અને અમિત ચાવડાને જસદણની ચૂંટણી મોટો ફટકો પડશે. હવે લોકસભામાં કોંગ્રેસના જૂના જોગીઓ મેદાનમાં આવી જાય તેવી પૂરી સંભાવના છે.

કોંગ્રેસના જૂના જોગીઓ હવે હાવી થઈ જશે

સદણ જીત્યા હોત તો કોંગ્રેસના જૂના જોગીઓનો લોકસભામાં એકડો નીકળી જાત. હવે પ્રભારી સાતવ પર પણ પ્રેશર આવશે એ નક્કી છે. 4 માસ બાદ જ લોકસભાની ચૂંટણી હોવાથી જસદણનું રિઝલ્ટ કોંગ્રેસને પરેશાન કરી શકે છે. જસદણમાં ભાજપ સામે ઘણા પ્રેશર હોવા છતાં બાવળિયાએ સાબિત કરી દીધું છે કે આજે પણ તેઓ કોળી સમાજના સર્વસામાન્ય નેતા છે. જેમને જસદણમાં હરાવવા એ લોઢાના ચણા ચાવવા સમાન છે.આ ચૂંટણીએ કોંગ્રેસમાં ઉભા ફાડિયા કરવાનું કામ કરશે. રાહુલ ગાંધી પણ લોકસભાની ચૂંટણીમાં અમિત ચાવડા અને પરેશ ધાનાણી પર વિશ્વાસ મૂકે તેવી સંભાવના ઓછી છે. રાહુલની ગુડબુકમાંથી આ નેતાઓની બાદબાકી થઈ જશે એ નક્કી છે.Related posts

દારૂના નશાનાં ધૂત થયેલા શિક્ષક સામે શિક્ષાણાધિકારીએ લીધો આ નિેર્ણય

Nilesh Jethva

રંગીલુ રાજકોટ બન્યું રોગીલું રાજકોટ, સિવિલ હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ

Nilesh Jethva

સૌરાષ્ટ્રની આ કોંગ્રેસ શાસિત જિલ્લા પંચાયતમાં ભૂકંપના એંધાણ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!