GSTV

તમારું WhatsApp હેક થયું છે કે નહીં, જાણી શકશો આ રીતે

Last Updated on June 29, 2019 by

વોટ્સએપ મેસેજિસ સુરક્ષિત છે અને તેને હેક કરવું સરળ નથી. તે એન્ડ ટુ એન્ડ એનક્રિપ્ટેડ છે. જો તમે ધ્યાન નહીં આપો તો કંઈક ખાસ રીતે તમારા એકાઉન્ટ પર આવનારા મેસેજ વાંચી શકે છે. હેકર્સ તમારા પર્સનલ મેસેજ સાથે જોડાયેલા ડેટા ચોરીને બ્લેકમેલ પણ કરી શકે છે.

WhatsApp Auto download Mode

જોકે એક નંબર પર એક જ વોટ્સએપ અકાઉન્ટ તમે ચલાવી શકો છો પરંતુ વોટ્સએપ વેબની મદદથી કોઈ ક્યૂઆર કોડને સ્કેન કરીને તમારા મેસેજને વાંચી શકે છે. એ ઉપરાંત કોઈ તમારા નંબર પર તમારું એકાઉન્ટ એક્ટિવેટ કરીને રિકવર કરીને તમારા મેસેજ વાંચી શકે છે.

કારણ કે છેલ્લા ડેટા રિકવર કર્યા બાદ તમારા મેસેજ તે ડિવાઈસ પર જોવા મળશે. પરંતુ તેને ચેક પણ કરી શકો છો. જો તમને શક હોય કે તમારા મેસેજ કોઈ વાંચી રહ્યું છે તો વોટ્સએપ અકાઉન્ટ પર જઈ ટોપ રાઈટમાં ક્લીક કરો. અહીં વોટ્સએપ વેબમાં જઈ ઓપન સેશન્સના લિસ્ટને જોઈ શકો છો.

તે પછી જો This phone could not be verified જેવો મેસેજ જોવા મળે તો આ નંબરને બીજા ડિવાઈસ પર રજિસ્ટર કરવામાં આવ્યો છે. તમારો ફોન હેક થયો છે તો ઝડપથી વેબ સેશન્સ લોગ આઉટ કરો. આ કરતાં જ તમારા એકાઉન્ટમાંથી હેકરનો એક્સેસ જતું રહેશે. તમે ઈચ્છો તો support@whatsapp.com મેલ મોકલીને મદદ પણ લઈ શકો છો.

પરંતુ તમે 30 દિવસમાં બીજી વાર એક્ટિવેટ નથી કરતાં તો એકાઉન્ટને ડિલીટ કરો. એક બીજો વિકલ્પ એ છે કે એપને ડિલીટ કરીને ફરી ઈન્સ્ટોલ કરી શકો છો, જેથી તમે બધા સેશન્સથી લોગ આઉટ થઈ શકો છો. સૌથી જરૂરી છે કે આ વધી વસ્તુથી બચવા માટે ટુ-સ્ટેપ ઓથેન્ટિકેશન જરૂર ઓન કરો. તેનાથી જ્યારે કોઈ તમારા એકાઉન્ટને લોગ ઈન કરવાની કોશિશ કરશે તો તમને મળનારો સિક્યોરિટી કોડ પૂછવામાં આવ્યો, જેના વગર તે આગળ નહીં વધી શકે અને એકાઉન્ટ વધુ સુરક્ષિત થઈ જશે. આ ઉપરાંત તમે તમારા ફોનમાં એપ લોકનો પણ ઉપયોગ કરી શકો છો.

Read Also

Related posts

ચેતવણી / Apple iPhone અને એન્ડ્રોઇડથી માંડીને Windows યુઝર્સ સાવધાન, બચવા આટલું કરજો નહીં તો…

Dhruv Brahmbhatt

ડિજીટલ ઈન્ડિયા: પીએમ મોદી 2 ઓગસ્ટે લોન્ચ કરશે ઈ-રૂપી (વાઉચર), જાણો કેવી રીતે કામ કરશે ડિજીટલ પેમેન્ટ

Pravin Makwana

Technology News : Telegram વિડીયો કોલમાં હવે 1,000 લોકો જોડાઈ શકશે, જાણો અન્ય નવા ફીચર્સ

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!