GSTV
Gujarat Government Advertisement

LPG સિલિન્ડર સમય પહેલા પૂરો થઇ જાય તો અહીં કરો ફરિયાદ, રદ્દ થઇ શકે છે એજન્સીનું લાયસન્સ

lpg

Last Updated on August 19, 2020 by pratik shah

LPG સિલિન્ડરમાં ગેસ ઓછો હોવાની ફરિયાદ સતત મળતી રહે છે. જો કે આ મામલે ફરિયાદ કરવા પર પણ કોઇપણ પ્રકારની કાર્યવાહી LPG એજન્સી સંચાલક અથવા તો ડિલિવરી મેન પર નથી થતી. પરંતુ હવે ચિંતા કરવાની જરૂર નથી. હવે તમે કન્ઝ્યુમર ફોરમ (Consumer Forum)માં ગેસ સિલિન્ડર સમય સમય પહેલા પૂરો થઇ જવા પર તેની ફરિયાદ કરી શકશો. કેન્દ્ર સરકારે ઉપભોક્તા સંરક્ષણ એક્ટ 2019માં સ્પષ્ટ કહ્યું છે કે જો કોઇપણ ગેસ વિતરક ઉપભોક્તાઓના અધિકારનો લાભ ન આપે તો તેને પર કડક કાર્યવાહી થશે.

એક મહિનામાં લેવાશે નિર્ણય

નવા કાયદા અંતર્ગત હવે જો LPG સિલિન્ડર સમય પહેલા સમાપ્ત થવાની ફરિયાદ વિતરકમાં કર્યા બાદ પણ કોઇ કાર્યવાહી ન થાય તો તમે સીધા કન્ઝ્યુમર ફોરમમાં ફરિયાદ નોંધાવી શકો છો. એક મહિનાની અંદર તમારી ફરિયાદ પર એક્શન લેવામાં આવશે.

lpg

રદ્દ થઇ શકે છે LPG એજન્સીનું લાયસન્સ

ઉપભોક્તા સંરક્ષણ અધિનિયમ 2019 લાગુ થઇ ગયા બાદ હવે જો ઉપભોક્તાને ઓછો LPG મળે તો LPG વિતરક પર કાર્યવાહી તો થશે જ, સાથે જ તેનું લાયસન્સ પણ રદ્દ થઇ શકે છે.

ઉપભોક્તા ચેક નથી કરતા વજન

lpg

મોટાભાગના ઉપભોક્તા LPG સિલિન્ડરની ડિલીવરી લેતી વખતે તેનું વજન ચેક નથી કરતાં. LPGની ડીલીવરી કરનાર વ્યક્તિ સપ્લાય કરતી વખતે પોતાની સાથે વજન તોલવાનું મશીન સાથે નથી રાખતાં. જો કોઇ ઉપભોક્તા સિલિન્ડર તોલવાનું દબાણ કરે, ત્યારે જ મશીન કાઢીને વજન માપવામાં આવે છે. આ રીતે જોઇએ તો દરરોજ હજારો ઉપભોક્તાઓના ઘરે વજન કર્યા વિના જ LPG સિલિન્ડર કોઇ રોક-ટોક વિના પહોંચી જાય છે. પરંતુ નવા કાયદા અંતર્ગત આ પ્રકારની ઘટ પર અંકુશ લાગશે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

Government Job / 12મા પછી સરકારી નોકરી કરવી છે? આ 5 પરીક્ષાની તૈયારી અત્યારથી જ શરૂ કરી દો

Zainul Ansari

ગુજરાતના વિવિધ જીલ્લાઓમાં ભારે વરસાદ, નદી નાળા છલકાયા, માર્ગો પર પણ ફરી વળ્યા પાણી

pratik shah

હદ છે હોં/ મુંબઈની એક હોસ્પિટલમાં ICUમાં દાખલ દર્દીની આંખ ઉંદર કોતરી ગયા, હોસ્પિટલ તંત્ર પણ ચોંકી ગયું કે આ શું થઈ ગયું…..

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!