આચાર સંહિતા એટલે શું અને ક્યારથી ક્યાં સુધી લાગુ રહેશે, જાણો સમગ્ર વિગત

Code of Conduct

રવિવાર રાત્રે આગામી લોકસભા ચૂંટણીનું એલાન થયું હતું. સાથે આચાર સંહિતા પણ લાગુ કરી દેવાઈ હતી. જેનો મતલબ છે કે ચૂંટણીનો શંખ ફૂંકાઈ ચૂક્યો છે. ત્યારે તમે જાણો છો કે આચાર સંહિતા શું છે, આચાર સંહિતા શા માટે લાગુ કરવામાં આવે છે, આચાર સંહિતના નિયમો જાણો છો? અને આચાર સંહિતા ક્યા સુધી લાગી રહેશે ? તો ચાલો તમને જણાવીએ આચાર સંહિતા વિશે સમગ્ર માહિતી

ક્યારથી આચાર સંહિતા લાગુ કરાઈ છે?

આચાર સંહિતા ચૂંટણીની તારીખોની સાથે લાગુ કરી દેવામાં આવે છે. જેથી જ્યારે ચૂંટણી પંચે વર્ષ 2019 લોકસભાની ચૂંટણીની જાહેરાત કરી ત્યારથી આચાર સંહિતા લાગુ કરી દેવાઈ છે.

ક્યાં સુધી આચાર સંહિતા લાગુ રહેશે?

આચાર સંહિતા ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી લાગુ રાખવામાં આવશે. મતલબ મતદાનની ગણતરી 23 મે 2019ના દિવસે કરવામાં આવશે જેથી આચાર સંહિતા 10 માર્ચથી 23 માર્ચ સુધી લાગુ રહેશે.

આચાર સંહિતાના નિયમ

આચાર સંહિતા લાગુ થતાની સાથે તમામ નિયમો લાગુ કરી દેવામાં આવશે. જેનું અપમાન કોઈ પણ રાજનૈતિક પાર્ટી કરી શકશે નહીં.

પહેલો નિયમ

સાર્વજનિક રૂપિયાનો ઉપયોગ એવા કોઈ કામ માટે કરવામાં નહીં આવે જે કોઈ રાજનૈતિક પાર્ટી અને રાજનેતાઓને ફાયદો પહોંચાડે.

સરકારી ગાડી અને સરકારી વિમાન કે સરકારી બંગલાઓનો ઉપયોગ ચૂંટણી પ્રચાર માટે નહીં કરવામાં આવે

કોઈ પણ પ્રકારીની સરકારી ઘોષણા અથવા લોકાર્પણ કે શિલન્યાસ કરવામાં આવશે નહીં

આચાર સંહિતાના નિયમને તોડવાની સજા

આચાર સંહિતાના નિયમો ખુબ કપરા હોય છે. અને જો કોઈ આચાર સંહિતાના નિયમો તોડશે તો તેના વિરુદ્ધ કાર્યવાહી થશે

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter