GSTV
Home » News » જાણો રક્ષાબંધનમાં પૂજાની થાળીમાં મુકવામાં આવતી વસ્તુઓનું શું છે મહત્વ

જાણો રક્ષાબંધનમાં પૂજાની થાળીમાં મુકવામાં આવતી વસ્તુઓનું શું છે મહત્વ

આજે રક્ષાબંધનનો તહેવાર છે અને તે માટેની તૈયારીઓ લગભગ દરેક બહેનોને પુરી થઈ ગઈ હશે. અને બહેનો પોતાનાં ભાઈની મંગળકામના સાથે તેમને રાખડી બાંધશે. થાળીમાં રાખડી, કંકુ, ચોખા અને મીઠાઈ સાથે બહેન ભાઈને રાખડી બાંધે છે. પરંતુ શું તમે જાણો છો કે રક્ષાબંધનમાં પૂજા થાળીમાં મુકવામાં આવતી વસ્તુઓનું મહત્વ શું છે? જો નહીં તો રાખડી બાંધતા પહેલા જરૂરથી આ વાંચી લેજો

રાખડીઃ

રાખડી ભાઈ-બહેનના પ્રેમનું પ્રતિક છે. અને સાથે જ રક્ષાનું વચન છે. દર રક્ષાબંધને ભાઈ તેની બહેનને રક્ષાનું વચન આપે છે.

કંકુઃ

કંકુ સારું ભવિષ્ય અને સુખ સમૃદ્ધિ દર્શાવે છે. રક્ષાબંધનના દિવસે રાખડી બાંધતા પહેલા બહેન કંકુનો ચાંલ્લો કરીને ભાઈની સુખ-સમૃદ્ધિની કામના કરે છે.

ચોખાઃ

પૂજામાં અખંડિત ચોખાનો ઉપયોગ કરવામાં આવે છે. જે હકારાત્મક ઉર્જાની નિશાની છે. કંકુનો ચાંલ્લો કર્યા બાદ બહેન ચોખા લગાવે છે. જેનાથી હકારાત્મક ઉર્જા રહે છે.

મીઠાઈઃ

મીઠાઈના જેવી મીઠાસ પણ હંમેશા ભાઈના જીવનમાં રહે તેવી બહેન કામના કરે છે.

દીવોઃ

દીવાની જેમ જ હંમેશા ભાઈનું જીવન પ્રકાશિત રહે તેવી કામના બહેન કરે છે.

 

Related posts

મીકાના સમર્થનમાં આવી આ એક્ટ્રેસ, કહ્યું- ‘હું કરીશ પાકિસ્તાનમાં પરફોર્મ, કોઇ રોકીને બતાવે’

NIsha Patel

આ ક્રિકેટરના ઘરમાં લાગી આગ, અંદર હતાં પત્ની અને બાળકો

Bansari

આ શું, હાથમાં ઓશીકું લઈને એરપોર્ટમાં પહોંચી જાહ્નવી કપૂર! લોકોએ પૂછ્યા અજીબ સવાલ

NIsha Patel
Do NOT follow this link or you will be banned from the site!