GSTV
Budget 2023 General Budget 2023 Trending

બજેટ 2023 / શું છે ડિજિટલ લાઈબ્રેરી? કેવી રીતે કરશે કામ, જાણો

સરકારે વર્ષ 2023-24ના બજેટમાં ડિજિટલ ઈન્ડિયા પર ભાર આપ્યો છે. નાણા મંત્રી નિર્મલા સીતારમણે બજેટની જાહેરાતમાં શિક્ષકોની તાલીમ, બાળકો અને કિશોરો માટે  નેશનલ ડિજિટલ લાઈબ્રેરી બનાવવાની ઘોષણા કરી હતી. તમામ શાળા – કોલેજોને ડિજિટલ લાઈબ્રેરીથી જોડવામાં આવશે. જેથી બાળકોની પુસ્તકો સુધીની પહોંચ વધશે. નાણા મંત્રીએ કહ્યું કે નેશનલ ડિજિટલ લાઈબ્રેરીને પંચાયત અને વોર્ડ સ્તર સુધી ખોલવામાં આવશે.

આ ડિજિટલ લાઈબ્રેરીમાં પ્રાદેશિક તેમજ અંગ્રેજી ભાષામાં પુસ્તકો ઉપલબ્ધ રહેશે. તમામ ઉંમરના વિદ્યાર્થીઓને અનુરૂપ પુસ્તકો ઉપલબ્ધ થશે. જેનો મહત્તમ લાભ ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓને મળશે. સરકારની જાહેરાત બાદ પણ આ લાઈબ્રેરી વિશે લોકો ચર્ચા કરી રહ્યાં છે. ચાલો જાણીએ કે ડિજિટલ લાઈબ્રેરી શું છે અને વિદ્યાર્થીઓને તેનો કેવી રીતે ફાયદો થશે.

શું છે ડિજિટલ લાઈબ્રેરી?

ડિજિટલ લાઈબ્રેરીએ ઑનલાઇન અથવા ઈ-લાઇબ્રેરી છે, જેમાં પુસ્તકોની ડિજિટલ આવૃત્તિઓ હોય છે. તેમાં ઇલેક્ટ્રોનિક અથવા ડિજિટલ ફોર્મેટમાં ટેક્સ્ટ, ફોટો, વીડિયો અથવા ઑડિયોનો પણ સમાવેશ થાય છે. તમે ગમે ત્યાંથી ડિજિટલ લાઇબ્રેરી ઍક્સેસ કરી શકો છો. આ સાથે દેશના અલગ અલગ ભાગમાં સ્થિત વિદ્યાર્થીઓને આ લાઈબ્રેરીનો લાભ મેળવી શકશે. ડિજિટલ લાઈબ્રેરીના ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં હાઈ સ્પીડ લોકલ નેટવર્ક, રિલેશનલ ડેટાબેસેસ, વિવિધ સર્વર્સ અને ડોક્યુમેન્ટ મેનેજમેન્ટ સિસ્ટમ્સનો સમાવેશ થાય છે.

ડિજિટલ લાઈબ્રેરી કેવી રીતે કરશે કામ?

ડિજિટલ લાઈબ્રેરીનો કોઈપણ ઈન્ટરનેટ સક્ષમ ડિવાઈસ પર ઍક્સેસ કરી શકાય છે. લાઈબ્રેરીને એક્સેસ કરવા માટે જરૂરી નથી કે તમારી પાસે લેપટોપ કે ટેબ હોય, તો જ તમે તેનો ઉપયોગ કરી શકશો. તેના બદલે, તમે ઘરે બેઠા તમારા મોબાઇલ ફોનથી તેને ઍક્સેસ કરી શકશો. ડેટાબેઝની દ્રષ્ટિએ તે કોઈપણ ભૌતિક પુસ્તકાલય કરતાં મોટી હશે.

તેની સ્ટોરેજ સ્પેસ લગભગ અમર્યાદિત હશે, જે વિશ્વભરના પુસ્તકોની પહોંચ બાળકો સુધી પહોંચાડશે. આ સિવાય ડિજિટલ લાઈબ્રેરીને 24×7 એક્સેસ કરી શકાય છે. લાઈબ્રેરીને ગમે ત્યાંથી અને ગમે ત્યારે એક્સેસ કરી શકાય છે અને તેનો ડેટા સતત વધતો રહેશે.

ગ્રામીણ વિદ્યાર્થીઓને મળશે મદદ

નાણામંત્રીની જાહેરાતમાં જણાવવામાં આવ્યું હતું કે નેશનલ ડિજિટલ લાઈબ્રેરીને પંચાયત અને વોર્ડ સ્તર સુધી ઉપલબ્ધ આવશે. આવી સ્થિતિમાં ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓને સૌથી વધુ ફાયદો થશે. પુસ્તકોની મર્યાદિત પહોંચ ધરાવતા વિદ્યાર્થીઓને રાષ્ટ્રીય સ્તરે પુસ્તકો ઉપલબ્ધ થશે. ડિજિટલ લાઈબ્રેરીમાં અભ્યાસક્રમના પુસ્તકો સાથે બાળકોની ઉંમર પ્રમાણે અન્ય ઉપયોગી પુસ્તકો પણ ઉપલબ્ધ થશે.

Also Read

Related posts

વિશ્વ પર્યાવરણ દિવસ / લોકોમાં ખૂબ જ લોકપ્રિય બની રહ્યા છે ઇકો ફ્રેન્ડલી ટ્રાવેલ ડેસ્ટિનેશન

Drashti Joshi

નાગરિક ઉડ્ડયન મંત્રાલય, એરલાઇન્સ હવાઈ ભાડામાં વધારા અંગે ચર્ચા કરશે

Siddhi Sheth

મહિલાઓએ સ્વસ્થ રહેવા માટે આ 5 સુપરફૂડ્સનું સેવન જરૂર કરવું જોઈએ, બીમારીઓ અને ત્વચાને લગતી સમસ્યાઓ દૂર રહશે

Drashti Joshi
GSTV