કેટલાક લોકો દિવસ દરમિયાન ઘણી વખત સ્માર્ટફોનને ચાર્જ કરે છે, તો કેટલાક રાત્રે સ્માર્ટફોનને ચાર્જિંગમાં મૂકીને ઊંઘી જાય છે અને વિચારે છે કે સવારે ફૂલ ચાર્જ થયેલો સ્માર્ટફોન વાપરવા મળશે. હોઈ શકે છે કે આવું થાય પરતું કેટલાક પ્રશ્નો પણ થાય છે, જેમ કે સ્માર્ટફોનની બેટરી જલ્દી ખરાબ થઈ જશે? અથવા તો તેમાં કોઈ વિસ્ફોટ થશે? બેટરી 100 ટકા ચાર્જ થયા બાદ શું થાય છે. તો ચાલો અહેવાલમાં અમે તમને આ પ્રશ્નોના જવાબ આપવાનો પ્રયાસ કરશું.

ઘણા લોકો માટે સ્માર્ટફોનને રાત્રે ચાર્જ કરવાના વિકલ્પને સુવિધાજનક માને છે. મોટાભાગના લોકો આની પાછળ કારણ આ માને છે કે સ્માર્ટફોન રાત્રે સંપૂર્ણ ચાર્જ થઈ જાય છે અને પછી આખા દિવસ તેનો ઉપયોગ કરી શકાય છે. જોકે મોટાભાગના લોકો 6 થી 8 કલાકની ઊંઘ લે છે, પરતું સ્માર્ટફોનને સંપૂર્ણ ચાર્જ થવામાં એટલો સમય લાગતો નથી. આવી સ્થિતિમાં સ્માર્ટફોનને 6 થી 8 કલાક સુધી ચાર્જ કરવો કેટલું યોગ્ય છે? જ્યારે ફોન થોડીવારમાં 100% ચાર્જ થઈ જાય છે, તે પછી પણ જો ફોન ચાર્જિંગ સાથે જોડાયેલ હોય તો શું થાય?

સ્માર્ટફોનમાં 100 ટકા ચાર્જિંગ હોય ત્યારે શું થાય છે?
ફોનને સ્માર્ટફોન આમ જ કહેવામાં આવતું નથી, હવે તે સ્માર્ટ બની ગયા છે. 100% ચાર્જિંગ થતાં જ તમારો સ્માર્ટફોન ચાર્જ થવાનું બંધ કરી દે છે. જોકે જૂના મોબાઈલ ફોનમાં આવું નહોતું થતું, પરંતુ હવે સ્માર્ટફોનમાં એવી ચાર્જિંગ સર્કિટ છે જે બેટરી 100% ચાર્જ થયા પછી સપ્લાય લેવાનું બંધ કરી દે છે. સ્માર્ટફોનમાં મળતું સ્નેપડ્રેગન પ્રોસેસર એટલું સ્માર્ટ છે કે જ્યારે મોબાઈલની બેટરી ફુલ થઈ જાય ત્યારે તે ચાર્જ થવાનું બંધ કરી દે છે. આ પછી જેમ જ બેટરી 90% સુધી પહોંચે છે, તે ફરીથી ચાર્જ થવા લાગે છે.
Also Read
- “સનાતન ધર્મને કોઇ સર્ટિફિકેટની જરૂર નથી”: RSS પ્રમુખ મોહન ભાગવત
- શું તમે વાંરવાર ધ્રુમપાન કરવા માટે ઓફિસમાં બ્રેક લો છો તો ચેતી જજો, જાપાને સરકારી કર્મચારીને ફટકાર્યો નવ લાખનો દંડ
- Bholaa/ શું પઠાણનો રેકોર્ડ તોડી શકશે અજયની “ભોલા”, પહેલા દિવસે આટલી કમાણીની શકયતા સેવાઇ
- Pakistanમાં ભૂખમરાનો કહેર, મફત લોટ મેળવવાની લ્હાયમાં 11 લોકોના ગયા જીવ, 60થી વધુ ઈજાગ્રસ્ત
- રામનવમી 2023: ભગવાન રામનું પ્રસિદ્ધ મંદિર, જ્યાં માત્ર દર્શન કરીને વરસે છે રામલલાના આશીર્વાદ