જાણો, પીએમ મોદી અને ઓઈલ કંપનીઓ સાથેની આજની મીટિંગમાં શું થયું?

પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમત  અને ડોલર સામે ગગડતા રૂપિયાને લઇને મોદી સરકાર ચિંતિત બની છે. ત્યારે પીએમ મોદીએ સોમવારે દિલ્હીમાં વૈશ્વિક ઓઇલ કંપનીઓના સીઇઓ સાથે મંત્રણા કરી. બેઠકમાં વડાપ્રધાને ઓઇલ પ્રોડ્યુસરને પેમેન્ટ અંગેની શરતોની સમિક્ષા માટે અપીલ કરી. સરકારી નિવેદનમાં જણાવાયું કે તેમણે પેમેન્ટ ટર્મ્સની સમિક્ષાની વિનંતી કરી કે જેથી સ્થાનિક મુદ્રાને અસ્થાયી રાહત મળી શકે.

ક્રૂડની કિંમતમાં વધારો અને ડોલરની મજબૂતાઇથી રૂપિયો વેન્ટીલેટર પર પહોંચી ગયો છે. બેઠકમાં પીએમ મોદીએ અન્ય માર્કેટની જેમ ક્રૂડ માર્કેટમાં ઉત્પાદકો અને ગ્રાહકોની વચ્ચે મજબૂત ભાગીદારીની તરફેણ કરી. સૂત્રો મુજબ બેઠકમાં વડાપ્રધાને કહ્યું કે ક્રૂડની ઉંચી કિંમતોથી ભારત જેવા મોટા ગ્રાહક દેશની ચિંતા વધી છે કારણ કે રિટેલ પેટ્રોલ, ડિઝલ અને એલપીજીની કિંમત ઘણી વધી ગઇ છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter