GSTV

જાણો જામનગરમાં એવું તો શું બન્યું કે દેરાણી-જેઠાણીએ એક સાથે દવા પી લીધી

Last Updated on January 19, 2019 by

જામનગરના ખોજા-બેરાજા ગામની સીમમાં આવેલી વિવાદિત કિંમતી જમીનમાં રહેતા બે દેરાણી-જેઠાણીએ દવા પીધી હતી. આ વિવાદિત જમીન મામલે હાઇકોર્ટમાં કેસ પણ ચાલુ છે. હાઈકોર્ટે પોલીસ અને અન્ય લોકોને જમીનમાં પ્રવેશવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. છેલ્લા બે દિવસોથી જમીન હડપવા માટે કેટલા લોકો જમીનની અંદર પ્રવેશ્યા હતા. જેને કારણે શાંતિબેન મોઢવાડિયા અને વેજીબેન મોઢવાડિયાએ દવા પી લીધી હતી. ઘટના બાદ દેરાણી-જેઠાણીને 108 મારફતે સારવાર માટે જી.જી.હોસ્પીટલમાં ખસેડાયા હતા. જમીનમાં 20 થી 30 જેટલા લોકો હથિયાર સાથે પ્રવેશ્યા હોવાનો વીડિયા હોવાનો પરિવારે દાવો કર્યો છે. પોલીસે મેટર સબ જ્યુંડિશ્યલ હોવાનું જણાવી કંઈજ કહેવાનો ઇન્કાર કરી હાથ ઊંચા કરી દિધા હતા.

Related posts

વિક્રમ: કોરોના રસીકરણમાં પણ ગુજરાત નંબર 1, અત્યારસુધી 3 કરોડથી પણ વધુ લોકોને અપાઈ રસી

Pritesh Mehta

ગુજરાતને મળશે 1 લાખ કિલોમીટરનું રોડ નેટવર્ક, વાસદ-બગોદરા 6 લેન રોડ ટૂંક સમયમાં વાહન ચાલકો માટે ખુલ્લો મુકાશે

Pritesh Mehta

વાલીઓ ચેતજો/ નશાના રવાડે ચડી ગયેલા નાના બાળકોએ ઘરેથી છરો લઈ અમદાવાદમાં કરી લૂંટ, મા-બાપ માટે લાલબત્તી સમાન

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!