GSTV

સુખનો રસ્તો: વાસ્તુના નિયમ પ્રમાણે સજાઓ ઘરનો ડ્રોઈંગ રૂમ, નજરઅંદાજ કરવાથી ઘરમાં આવશે કેટલાય પ્રકારની મુશ્કેલીઓ

Last Updated on August 3, 2021 by Pravin Makwana

ડ્રોઈંગ રૂમ એ જગ્યા છે, જ્યાં ફક્ત ઘરના સભ્યો જ નહીં, પણ ઘરમાં આવનારા દરેક અતિથીનું પણ ત્યાં સ્વાગત થાય છે. વાસ્તુ શાસ્ત્રની દ્રષ્ટિએ આ રૂમનું ખાસ મહત્વ હોય છે. કોઈ પણ ઘરની શોભા તેનો ડ્રાઈંગ રૂમ હોય છે. એટલા માટે સૌ કોઈ તેને ખાસ રીતે સજાવે છે. જો કે સજાવટમાં આપણે મોટા ભાગે વાસ્તુશાસ્ત્રની અવગણના કરતા હોઈએ છીએ.જેનાથી આપણા ઘર પરિવાર અને આવનારા અતિથિઓ સાથે સંબંધો પર ખરાબ પ્રભાવ પડે છે. તો આવો જાણીએ આ વાસ્તુશાસ્ત્રના નિયમો વિશે…

આ રહ્યાં વાસ્તુશાસ્ત્રના નિયમો

સૌથી પહેલા ડ્રાઈંગ રૂમ હંમેશા ઘર અથવા ફ્લેટના મુખ્ય દરવાજા પાસે ખુલ્લો અને હવાદાર હોવો જોઈએ.

ડ્રોઈંગ રૂમમાં બારી અને રોશની આપતા કાચ હળવા રંગના હોવા જોઈએ. જો સંભવ હોય તો તેને પારદર્શી રાખો. જેથી બહારનો પ્રકાશ વ્યવસ્થિત રીતે અંદર આવી જઈ શકે છે.

ડ્રોઈંગ રૂમની દિવાલોનો રંગ હંમેશા હલ્કો રંગ હોવો જોઈએ. જેથી જોવા પર ફક્ત આપને જ નહીં પણ અહીં આવતા અતિથિઓને પણ ગૂડ ફિલ કરાવે.

ડ્રોઈંગ રૂમમાં ક્યારેય પણ કાંટાવાળા અને પ્લાસ્ટિકના ફૂલો લગાવવા જોઈએ નહીં. ડ્રોઈંગ રૂમમાં હંમેશા તાજા ફૂલ રાખો, સુકાઈ જતાં તુરંત તેને હટાવી દો.

ડ્રોઈંગ રૂમમાં હંમેશા ઘાટો રંગ લગાવવાથી બચવુ જોઈએ. કારણ કે આ રંગ થોડા દિવસ માટે આપને ભલે સારા લાગે, પણ થોડા સમય બાદ આપને આ રંગ ભારરૂપ લાગશે.

ડ્રોઈંગ રૂમમાં સોફ, દીવાન, શોકેસ જેવી વસ્તુઓ હંમેશા દક્ષિણ અથવા પશ્ચિમ દિશામાં જ રાખો.

ડ્રોઈંગ રૂમમાં ટીવી, મ્યૂઝિક સિસ્ટમ જેવા મનોરંજનના સામાનને આગ્નેય ખૂણામાં રાખો.

ડ્રોઈંગ રૂમમાં ગરમી માટે એસી વાયવ્ય ખૂણામાં અને ઠંડી માટે હીટર જેવી વસ્તુઓ આગ્નેય ખૂણામાં ફીટ કરવા જોઈએ.

ડ્રોઈંગ રૂમમાં ફિશ પોટને રાખવાનું શુભ માનવામાં આવે છે, તેને દરવાજાની ડાબી બાજૂ રાખો, તેમાં હંમેશા આઠ લાલ રંગની એક સોનેરી અને એક કાળા રંગની માછલી રાખો.

ડ્રોઈંગ રૂમમાં પ્રવેશ કરતા એટલે કે મુખ્ય દ્વારની સામે આવતી દિવાલ પર આપના પરિવારની હસ્તી તસ્વીરને લાલ રંગના ફ્રેમમાં લગાવો. આવુ કરવાથી લોકોની વચ્ચે લોકપ્રિયતા વધશે.

ડ્રોઈંગ રૂમમાં પરિવારના સભ્યોએ વધારેમાં વધારે સમય વ્યતિત કરવો જોઈએ. આવુ કરવાથી પરિવારમાં સામંજ્ય અને સ્નેહ વધે છે.

ઘરમાં કોઈ અતિથિ આવતી વખતે ઘરના માલિકને હંમેશા ઉત્તર અથવા પૂર્વ તરફ મો રાખીને બેસવુ જોઈએ. તેનાથી મહેમાન પર સકારાત્મક પ્રભાવ પડે છે.

READ ALSO

Related posts

બિહારની આ હૉટ હસીનાએ પાર કરી બોલ્ડનેસની તમામ હદો, ફોટોઝ જોઇને ઉડી જશે તમારા હોંશ

Bansari

સલમાન ખાનના જીવન પર બનવા જઈ રહી છે વેબ સિરીઝ, ખુલી શકે છે એક્ટરના જીવન સાથે જોડાયેલા ઘણાં રાઝ

Damini Patel

અતિઅગત્યનું/ 1 તારીખથી તમારી સેલરી અને બેંકમાં જમા રૂપિયાના આ નિયમો બદલાઇ જશે, આવક પર પડશે સીધી અસર

Bansari
Do NOT follow this link or you will be banned from the site!