વોટ્સએપ પર અનેક પ્રકારની છેતરપિંડીના કિસ્સામાં સામે આવ્યા છે. એક તરફ જ્યાં મોટાપાયે છટણી કરવામાં આવી રહી છે ત્યાં સાયબર ગઠિયાઓ તેનો ફાયદો ઉઠાવી રહ્યાં છે. સાયબર ઠગ નોકરી ખોટી જાહેરાતો આપી હજારો લોકો સાથે છેતરપિંડી આચરી રહ્યાં છે. હવે 50 રૂપિયા લાઈક સ્કેમ સામે આવ્યો છે.

વોટ્સએપ સ્કેમ
સ્કેમર્સ ચેટ પર લોકોને નોકરીની ખોટી તક આપી રહ્યા છે. જ્યારે સામેની વ્યક્તિ જોબ વિશે પૂછે છે તો કહેવામાં આવે છે કે યુટ્યુબ વીડિયો લાઈક કરીને પૈસા કમાઈ શકાય છે. સાયબર ગઠિયાઓ દ્વારા કહેવામાં આવે છે કે એક લાઈક માટે 50 રૂપિયા આપવામાં આવશે. છેતરપિંડી કરનારાઓ નવી રીતે લોકોને છેતરી રહ્યાં છે. લોકોને કહેવામાં આવે છે કે તેઓ દિવસમાં 5000 રૂપિયા સુધી કમાઈ શકે છે. તાજેતરના અહેવાલ પ્રમાણે સ્કેમર્સ વોટ્સએપ, લિંક્ડઈન અને ફેસબુક જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરે છે.
વોટ્સએપ પર ચાલી રહ્યું છે આ સ્કેમ
વોટ્સએપ ચેટ દ્વારા કહેવામાં આવે છે કે થોડા જ સ્લોટ બાકી છે. જો તમે અરજી કરવા માંગતા હો, તો તમારે ક્લિક કરીને સ્લોટ રિઝર્વ કરવો પડશે. આ પછી સાયબર ગઠિયા તેમની ભૂમિકા સમજાવે છે અને તેઓ લોકોનો વિશ્વા જીતવા માટે હોઈ શકે કે શરૂઆતમાં થોડા પૈસા પણ આપી શકે છે. પીડિતો લોકો છેતરપિંડી આચરનાર લોકોની આ વાત માની લે છે અને લાઈક કરવાનું શરૂ કરી દે છે. આ પછી જ્યારે ચૂકવણી કરવાનો સમય આવે છે, ત્યારે સરળ મની ટ્રાન્સફર માટે એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું કહેશે. તેઓ તમારી પાસેથી નાણાકીય વિગતો, પાસવર્ડ અને OTP લેશે અને ખાતામાંથી પૈસા ઉપાડી લેશે.

જો તમે સુરક્ષિત રહેવા માંગો છો તો નોકરીની વિગતોને ધ્યાનથી વાંચો. બીજે ક્યાંક શોધો કે આવી કોઈ નોકરી છે કે નહિ કોઈપણ બાબતમાં ઉતાવળ ન કરો. ચકાસણી કર્યા પછી જ જવાબ આપો. જો તમને સહેજ પણ શંકા હોય તો સંદેશને અવગણો
Also Read
- બીબીસીની ડોક્યુમેન્ટ્રીનો અભ્યાસ કરવાનો મીડિયાને અધિકાર, સરકાર તેના ઉપર પ્રતિબંધ ના મુકી શકે : અરજદારો
- એફસીઆઇએ ઇ-હરાજીના પ્રથમ બે દિવસમાં ૯.૨ લાખ ટન ઘંઉ ખુલ્લા બજારમાં વેચ્યાં
- ભારતે છેલ્લા પાંચ નાણાકીય વર્ષમાં આટલા કરોડના સૈન્ય ઉપકરણોની કરી આયાત
- ચિલીના જંગલોમાં લાગી ભીષણ આગ, આગ પર કાબુ મેળવવા 63 એરક્રાફ્ટનો કાફલો તૈનાત, 13 લોકોના મોત
- હિટલર પર વિજયની 80મી જયંતિની ઉજવણી વચ્ચે પુતિન ન્યુક્લિયર સૂટકેસ સાથે દેખાતા અનેક અટકળો