GSTV

ખાસ વાંચો/ ઉધાર લેતાં પહેલા જાણી લો જ્યોતિષશાસ્ત્રના આ મહત્વના નિયમો, નહીંતર પેઢીઓ સુધી રહેશે દેવાનો બોજ

ઉધાર

Last Updated on July 16, 2021 by Bansari

ક્યારેક જીવનમાં મજબૂર થઇને વ્યક્તિએ ઉધાર કે લોન લેવી પડે છે. પછી તે પોતાના પરિચિતો પાસેથી લેવી પડે કે પછી બેંક માંથી. દેવાના બોજ સાથે સાથે વ્યાજનો બોજ સહન કરવો દરેક સમયે દરેક વ્યક્તિ માટે શક્ય નથી. પરિણામે વ્યક્તિ જલ્દી જ દેવામુક્ત થઇ જાય, તે જ સારુ રહે છે. નહીંતર અનેક પેઢીઓ સુધી આ બોજ રહે છે. સાથે જ ઘણીવાર વ્યક્તિ ઉધાર આપીને પણ ફસાઇ જાય છે કારણ કે તે સમય પર તેને પૈસા પરત નથી મળતા અથવા પૈસા ડૂબી જ જાય છે. જ્યોતિષમાં આ સ્થિતિથી બચવા માટે પૈસા ઉધાર આપવા અને લેવાને લઇને કેટલાંક નિયમો જણાવવામાં આવ્યા છે. તેનું પાલન કરવાથી દેવુ જલ્દી ઉતરી જશે અથવા ઉધાર આપેલા રૂપિયા સમયે પરત મળી જાય છે.

ઉધાર

મંગળવારે ઉધાર ન લો અને બુધવારે ઉધાર ન આપો

હંમેશા તે વાતનું ધ્યાન રાખો કે ક્યારેય કોઇને બુધવારના દિવસે પૈસા ઉધાર ન આપો. આ દિવસે આપવામાં આવેલા પૈસા ઘણી મુશ્કેલીથી પરત મળે છે અથવા તો ઘણીવાર પરત મળતા જ નથી. સાથે જ મંગળવારના દિવસે ક્યારેય ઉધાર ન લો. આ દિવસે ઉધાર કે લોન લેવાથી તેને પરત આપવામાં ઘણી મુશ્કેલી થાય છે. આ લોન વર્ષો સુધી અને ઘણીવાર પેઢીઓ સુધી ચાલે છે.

ઉધાર

લેવડ-દેવડનું મુહૂર્ત અને દેવા મુક્તિના ઉપાય

-હસ્ત નક્ષત્રવાળા રવિવાર, સંક્રાંતિ વૃદ્ધિ યોગ અને મંગળવારે ઉધાર લેવાથી તેનો બોજ પેઢીઓ સુધી ચાલે છે એટલે કે ઘણા વર્ષો-દશકો સુધી પરિવાર આ દેવુ ચુકવી શકતુ નથી.

-ભરણી, કૃતિકા, શતભિષા, આર્દ્રા, શ્લેષા, મઘા, મૂલ, 3 ઉત્તરા, અપૂર્વા, હસ્ત, જ્યેષ્ઠા, ભદ્રકાલમાં ઉધાર આપવામાં આવેલા પૈસા ડૂબી જાય છે અથવા તો ઘણી મુશ્કેલીએ પરત મળે છે.

-જો કોઇ ઉધાર લઇ ચુક્યા છો અને તેને ચુકવવામાં મુશ્કેલી આવી રહી છે તો મંગળવારના દિવસે પૂરી શ્રદ્ધા અને વિશ્વાસ સાથે ઋણમોચક મંગલ સ્ત્રોતનો જાપ કરો. તેનાથી જરૂર લાભ થશે.

Read Also

Related posts

નેહા શર્માની બહેન આયેશા સાથે એરપોર્ટ પર એવું થયું કે તમે પણ શરમાશો, CISFના જવાનો પર લગાવ્યા ગંભીર આરોપ

Harshad Patel

બરોડા ડેરી વિવાદ / ડેરીના પ્રમુખ દિનેશ પટેલ પાસે છે ખૂબ પૈસા, કેતન ઇનામદાર બાદ મધુ શ્રીવાસ્તવે લગાવ્યા ગંભીર આક્ષેપ

Dhruv Brahmbhatt

સાવધાન/ શું તમારો ફોન ઝડપથી થઇ રહ્યો છે ડીસ્ચાર્જ ? એમાં હોઈ શકે છે વાયરસ, બચવા માટે ફટાફટા કરો આ કામ

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!