GSTV
Finance Trending

શેરબજારમાં રોકાણ કરતા પહેલા જાણી લો આ 6 વાત, નહીંતર ભવિષ્યમાં થશે પસ્તાવો

શાહરુખ ખાનની ફિલ્મ રઈસનો એક ડાયલોગ હતો. કે ‘કોઈ ધંધો નાનો નથી અને ધંધા કરતા મોટો કોઈ ધર્મ મોટો નથી’. જો તમારે અમીર બનવું હોય તો આ ડાયલોગને તમારા જીવનમાં પણ અપનાવી લો. પૈસા કમાવવા માટે કોઈ શોર્ટ કટ નથી. જો તે છે, તો તે માર્ગ ખોટો છે. એટલા માટે તમારી દિશા અને પદ્ધતિ બંને યોગ્ય રાખવા બહુ જરૂરી છે. જો રોકાણનું આયોજન અને પદ્ધતિ યોગ્ય હશે તો જ તમને ધનવાન બનવાથી કોઈ જ રોકી શકશે નહીં.

લોકો ઘણીવાર શેરબજારને જુગાર કહે છે. પરંતુ, તે યોગ્ય નથી. આ પણ એક જાતનો બિઝનેસ છે, જે તમારી સમજ અને વિવેક પર નિર્ભર કરે છે. અહીં સાવચેતી સાથે યોગ્ય આયોજન હોવું જરૂરી છે. પરંતુ, માત્ર રોકાણ જ અમીર બનવા માટે પૂરતું જ નથી. ક્યાં અને કેટલું રોકાણ કરવું, આ માહિતી પણ ઘણી મહત્વપૂર્ણ છે. શેરબજારમાં રોકાણ કરતી વખતે 6 ટિપ્સ કામમાં આવશે.

શેરબજાર

લાંબા ગાળાનું રોકાણ ફાયદો કરાવશે

રોકાણકારનો અભિગમ હંમેશા લાંબાગાળા માટે રોકાણ કરવાનો હોવો જોઈએ. ઘણીવાર નવા વ્યક્તિઓને લાંબા સમય સુધી રોકાણ કરવાની સલાહ આપવામાં આવે છે. બજારના અનુભવીઓ માને છે કે ટૂંકા ગાળામાં નફો કમાવવાને બદલે રોકાણને અનેકગણો વધવા માટે સમય આપવો જોઈએ. ઝુનઝુનવાલાના મતે, માર્કેટમાં પૈસા પરિપક્વ થવા માટે સમય આપો, તમારે થોડી તો રાહ જોવી જ પડશે, પરંતુ વળતર તો નિશ્ચિત હશે.

કંપની કઈ છે તે પર ધ્યાન આપો

બજાર નિષ્ણાતોના મતે, કંપનીના શેરની કિંમત નક્કી કરતી નથી કે તમારે તેમાં રોકાણ કરવું જોઈએ કે નહીં. તેના બદલે, કંપનીનું મૂલ્ય જ વધુ મહત્વનું છે. ઘણી વખત લોકો ઊંચી કિંમતના શેર લેવાનું પસંદ કરે છે. પરંતુ, છેલ્લા 1 કે 5 વર્ષમાં કંપનીએ કેવું પ્રદર્શન કર્યું છે તે જોવું પણ જરૂરી છે. જો કંપનીનો અંદાજ સારો હોય તો તે તમને શેરબજારમાં ઉતાર-ચઢાવ છતાં પણ સારું વળતર આપશે.

બીજાના રાગે રાગ ના આલાપો

શેરબજારમાં રોકાણ હંમેશા બેંકો જેટલું સલામત હોતું નથી. જો અહીં મોટું વળતર મળે તો મોટું જોખમ પણ છે. એટલા માટે એ મહત્વનું છે કે તમે કંપની વિશે પુરી માહિતી લીધા પછી જ નાણાંનું રોકાણ કરો. કોઈએ શેરમાં પૈસાનું રોકાણ ન કરવું જોઈએ કારણ કે બીજા લોકો પણ તેમાં નાણાં રોકે છે. કારણ કે, અન્ય લોકો નુકસાન ઉઠાવી શકે છે, પરંતુ કદાચ તમે નહીં.

શેરબજાર

કંપની વિશે જાણકારી મેળવી લો

જો કંપની શેરબજારમાં સારું પ્રદર્શન કરી રહી છે, તો એ જરૂરી નથી કે તે તમને સારું વળતર જ આપશે. એટલા માટે રોકાણ કરતા પહેલા કંપનીનું બેકગ્રાઉન્ડ તપાસવું અને કંપનીએ કેટલું ડિવિડન્ડ આપ્યું છે તે જોવું ઘણું જરૂરી છે. શેરબજારમાં ડિવિડન્ડનું ઘણું મહત્વ છે. જો કંપની લાંબા સમયથી નિયમિતપણે ડિવિડન્ડ ચૂકવી રહી છે, તો તેનો અર્થ એ પણ છે કે તેની પાસે રોકડની કમી નથી. રોકડ સરપ્લસ ધરાવતી કંપનીઓ ઘણીવાર સારું પ્રદર્શન કરે છે.

પૈસાની વહેંચણી કરી અલગ અલગ રોકાણ કરો

તમારી પાસે રોકાણ કરવા માટે સારી રકમ હોય શકે છે. પરંતુ, એવું જરૂરી નથી કે તમે એક જ વારમાં તમામ પૈસાનું રોકાણ કરો. નફો મેળવવાની ઈચ્છા સારી છે, પરંતુ નિયમ કહે છે કે માત્ર નાનું રોકાણ જ સારા વળતરની ખાતરી આપે છે. કોઈપણ એક શેરમાં નાણાંનું રોકાણ કરતી વખતે, તમારી રોકાણની રકમને અલગ અલગ ભાગોમાં વહેંચો અને સમય સમય પર ખરીદી કરો. જો સ્ટોક ઘટે તો ખરીદી ચાલુ રાખો. આ તમારી ખરીદીની સરેરાશ ઘટાડશે.

કંપનીઓની તારીખ પણ જોજો

શેરબજારમાં એ જોવાનું રહેશે કે કંપનીઓ પર કેટલું દેવું છે. જો દેવું ઓછું હશે તો કંપનીઓ પર રોકડનું દબાણ પણ નહીં રહે. જો કે, જો દેવું વધારે હોય, તો કંપનીના મૂલ્યાંકનમાં કોઈપણ સમયે વધઘટ થઈ શકે છે. રોકાણ કરતા અગાઉ જ કંપનીના દેવાની સમીક્ષા કરવાની ખાતરી કરો.

READ ALSO:

Related posts

આજનું પંચાંગ તા.7-10-2022, શુક્રવારઃ ત્રયોદશી ક્ષયતિથિ, જાણો ચોઘડિયા અને શુભ મુહુર્ત

Hemal Vegda

07 ઓક્ટોબર, 2022નું રાશિ ભવિષ્ય: આ રાશિના જાતકો પર થશે લક્ષ્મીજીની કૃપા, ભાઈભાંડુઓનો મળશે સાથ-સહકાર

Hemal Vegda

સાવધાન / મોંઘીદાટ એપલ વોચ બોમ્બની માફક ફાટી, કંપનીએ મામલો દબાવવા કર્યો ભરપૂર પ્રયાસ

Hardik Hingu
GSTV