એશિયાની બીજું સારું પ્રદર્શન કરનારી કરન્સી બની ભારતીય રૂપિયો, જાણો કેમ આવ્યો યૂ-ટર્ન

વર્ષ 2018ના મોટાભાગના સમયમાં ડૉલરની સરખામણીએ રૂપિયામાં ઘટાડાનો દોર જોવા મળ્યો છે. પરંતુ છેલ્લા કેટલાંક સમયથી તેમાં તેજી જોવા મળી છે. શનિવારે (1 ડિસેમ્બરથી) ડૉલરની સરખામણીએ રૂપિયો 69.95ના સ્તર પર રહ્યો. સાથે જ ગયા ત્રણ મહિનામાં આવુ પ્રથમ વખત બન્યું છે, જે ડૉલરની સરખામણીએ રૂપિયો 70ના સ્તરની નીચે ગગડ્યો છે. માનસિક રીતે એક માઇલસ્ટોનના રૂપમાં ભારતીય રૂપિયાએ 70નો આ આંકડો ઓગષ્ટ મહિનામાં પાર કર્યો હતો, ત્યારબાદ કેટલાંક વિશ્લેષકોનું માનવુ હતુ કે નજીકના ભવિષ્યમાં રૂપિયો 70ની ઉપર બનેલો રહેશે. ઓગષ્ટથી જ ડૉલરની સરખામણીમાં રૂપિયામાં પ્રચંડ ગતિ જોવા મળી હતી.

બીજું સૌથી સારું પ્રદર્શન કરનાર કરન્સી રૂપિયો બન્યો

જોકે, છેલ્લા કેટલાંક અઠવાડિયાથી આ નબળાઇ જોવા મળી છે. ડૉલરની સરખામણીએ રૂપિયામાં આ તેજીનું કારણ વૈશ્વિક અને ઘરેલુ સ્તર પર ઘણાં કારણોથી રહ્યું છે. વૈશ્વિક બજારમાં ક્રૂડ ઑઇલમાં પણ સતત નરમ વલણ જોવા મળી રહ્યું છે. ભારતીય રિઝર્વ બેંકે ફૉરેન એક્સચેન્જને ખોલ્યું છે અને સાથે જ મુદ્રા સ્ફિતિમાં કડાકો જોવા મળ્યો છે. જેના પરિણામના સ્વરૂપે નવેમ્બર મહિનામાં ડૉલરની સરખામણીએ રૂપિયામાં અંદાજે 5 ટકાનો સુધારો જોવા મળ્યો છે. સાથે જ ઈન્ડોનેશિયાના રૂપિયા બાદ ભારતીય રૂપિયો એશિયાનો બીજું સૌથી સારું પ્રદર્શન કરનાર ચલણ બની ગયો છે. જોકે, ફેરફાર છતાં ભારતીય રૂપિયો ગયા વર્ષની મુદ્દતની તુલનાએ 8.5 ટકાની નીચે છે.

કેટલો રહ્યો છે યૂ-ટર્ન

વર્ષ 2018ના મોટાભાગના સમય માટે ક્રૂડ ઑઈલની કિંમતમાં ઉછાળો જોવા મળ્યો છે, જે રૂપિયા માટે મહત્વનું ફેક્ટર બની રહ્યું છે. ખરેખર, ભારતની કુલ માંગનું 80 ટકા ક્રૂડ ઑઈલ વિદેશમાંથી આયાત કરવામાં આવે છે, જેને ડૉલરમાં ચૂકવવામાં આવે છે. ઓક્ટોબર મહિનામાં ક્રૂડ ઑઈલનો ભાવ 85 ડૉલર પ્રતિ બેરલ સુધી પહોંચી ગયો હતો, જે ગયા 4 વર્ષમાં પહેલી આવી તક હતી. મીડિયામાં અહેવાલ પ્રસારીત થવા લાગ્યા હતા કે નજીકના ભવિષ્યમાં ક્રૂડ ઑઈલનો ભાવ 100 ડૉલર પ્રતિ બેરલની પાર પણ જઇ શકે છે, પરંતુ ત્યારબાદ ક્રૂડ ઑઈલના ભાવમાં અંદાજે 25 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. રૂપિયા માટે સૌથી મહત્વપૂર્ણ ફેક્ટર ક્રૂડ ઑઈલનો ભાવ હતો.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter