GSTV

કામની વાત / શું છે તમારી ટિકિટ બુકિંગની સ્થિતિ..? આજે જ જાણો આ સરળ પ્રોસેસ અને કરો ફટાફટ ચેક

Last Updated on November 26, 2021 by GSTV Web Desk

દરેક વ્યક્તિને ટ્રેનમાં મુસાફરી કરવી ખુબ જ ગમે છે. ટ્રેનમાં બેસીને શહેર, ગામ જોવાની એક અલગ જ મજા છે. એવું લાગે છે કે, જાણે આપણે ટ્રેનમાં બેસીને આખા ભારતની મુલાકાત લઇ લીધી છે. બે પ્રકારની સફર હોય છે, એક તો ટૂંકા અંતરની મુસાફરી કે જે આપણે સામાન્ય અંતર સાથે કરીએ. બીજી મુસાફરી એ છે કે, જે લાંબા અંતરની છે. આ લાંબા અંતરની મુસાફરી માટે ટિકિટ બુક કરવી પડશે. જ્યારે તમે મુસાફરી માટે ટિકિટ બુક કરો છો ત્યારે ટિકિટ પર 10 આંકડાનો નંબર આપવામાં આવે છે જેને પીએનઆર નંબર કહેવામાં આવે છે. આ નંબરની મદદથી આપણે ટિકિટ બુકિંગની સ્થિતિ સરળતાથી જાણી શકીએ છીએ.

ટિકિટ

કેવી રીતે તપાસવો પીએનઆર નંબર ?

  • પીએનઆર નંબર તપાસવો ખૂબ જ સરળ છે.
  • સૌથી પહેલાં તો તમે રેલવેની સત્તાવાર વેબસાઇટ પર જાઓ છો.
  • તમે વેબસાઇટ ખોલો એટલે તમારી સામે પીએનઆર લખેલું દેખાશે.
  • હવે તમારે તે વિકલ્પ પર ક્લિક કરવું પડશે.
  • આ ઓપ્શન ક્લિક કરો કે તરત જ તમને એક બોક્સ જોવા મળશે જેમાં તમારે તમારી ટિકિટ પર લખેલો પીએનઆર નંબર દાખલ કરવો પડશે.
  • આ પીએનઆર નંબર તમારી ટિકિટની ડાબી બાજુ ઉપરની તરફ લખવામાં આવ્યો છે.
  • તમારે નીચે એક કેપ્ચા કોડ પણ ભરવો પડશે.
  • કેપ્ચા કોડ ભર્યા પછી તમારે સબમિટ બટન પર ક્લિક કરવું પડશે.
  • સબમિટ થતાં જ તમારી ટિકિટના બુકિંગ સ્ટેટસ વિશેની તમામ માહિતી તમારા મોબાઇલ અથવા કમ્પ્યુટર સ્ક્રીન પર હશે.
Railways

કેવો હોય છે પીએનઆર નંબર ?

જો કોઈ મુસાફર રેલ્વે, આઈઆરસીટીસી અથવા ખાનગી મુસાફરી વેબસાઇટ પરથી ટિકિટ બુક કરે છે તો સેન્ટર ઓફ રેલવે ઇન્ફોર્મેશન સિસ્ટમ પેસેન્જરને 10 નંબરનો એક યુનિક અંક આપે છે, જે પેસેન્જરનો પીએનઆર નંબર હોય છે.

Read Also

Related posts

ભ્રષ્ટાચાર / નીતિનિયમોને નેવે મૂકી વિકાસ કામો કર્યાનો આક્ષેપ, સરકારી યોજનાઓમાં થઈ રહી છે મોટાપાયે ગેરરીતી

GSTV Web Desk

Health Tips / કોવિડ-19માંથી સાજા થયા પછી ન કરો આ મોટી ભૂલ, નબળાઈ અને થાક નહીં છોડે પીછો

Vishvesh Dave

શેરબજાર માટે નોન ઇવેન્ટ પૂરવાર થશે બજેટ! સરકાર આ ક્ષેત્રો પર કરશે ધ્યાન કેન્દ્રિત

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!