GSTV
Home » News » NOTA: ગુજરાતની આ બેઠક પર પડ્યા હતા સૌથી વધુ મત, તો લક્ષદ્વિપ બેઠક પર સૌથી ઓછા 123 મત

NOTA: ગુજરાતની આ બેઠક પર પડ્યા હતા સૌથી વધુ મત, તો લક્ષદ્વિપ બેઠક પર સૌથી ઓછા 123 મત

2014ની લોકસભા ચૂંટણીમાં પહેલી વખત નોટા (NOTA) એટલે કે ‘નન ઑફ ધ અબવ’નો ઉપયોગ કરવામાં આવ્યો હતો. 83.41 કરોડમાંથી 55.38 કરોડ (66.4%) મતદાતાઓએ 543 બેઠકો પર વોટ આપ્યા હતા. જેમાંથી લગભગ 60 લાખ વોટ, નોટા એટલે કે ‘આપેલા વિકલ્પોમાંથી કોઈ નહીં’ને મળ્યા હતા. જે કુલ વોટના 1.1% હતા.

2014માં નોટાને સૌથી વધુ મત તમિલનાડુની નીલગિરી સીટ પર મળ્યા હતા જેની સંખ્યા હતી 46,559 જ્યારે કે સૌથી ઓછા મત, 123 લક્ષદ્વિપ બેઠક પર મળ્યા હતા.

આદિવાસી વિસ્તારોમાં નોટાને વધુ મત મળ્યા

લોકસભા ચૂંટણી 2014માં જે 10 બેઠકો પર નોટાનું પ્રમાણ વધારે રહ્યું તેમાંથી 9 બેઠકો પર આદિવાસી સમાજની સંખ્યા વધુ હતી. તો તેમાંથી 7 બેઠકો એવી પણ હતી કે જ્યાં આદિવાસી સમુદાયની સંખ્યા 50 ટકાથી વધારે છે. આ બેઠકોમાં ગુજરાતની એક બેઠકનો પણ સમાવેશ થાય છે જ્યાં નોટામાં જનાર મતની સંખ્યા અન્ય બેઠકો કરતા વધારે હતી.

સીટNOTAઆદિવાસી સમુદાયની
સંખ્યા
કુલ વોટ
નીલગિરી,
તામિલનાડુ
46,5594.50%9,33,076
નબરંગપુર,
ઓડિશા
44,40855.80%10,22,172
બસ્તર,
છત્તીસગઢ
38,77265.90%7,69, 913
બાંસવાડા,
રાજસ્થાન
34,40476.40%11,71,188
કોરાપુટ,
ઓડિશા
33,23250.60%9,89,444
રાજનાંદગામ,
છત્તીસગઢ
32,30574.30%11,78,296
દાહોદ,
ગુજરાત
32,30574.30%9,00,381
કાંકેર,
છત્તીસગઢ
31,91755.40%10,16,943
સરગુજા,
છત્તીસગઢ
31,10455%11,87,321
રતલામ,
મધ્યપ્રદેશ
30,36428.20%10,82,681

જ્યારે કે નોટામાં સૌથી ઓછા મત મળે તેવી મુખ્ય 10 બેઠકોમાંથી 5 બેઠકો ઉત્તર પ્રદેશ અને હરિયાણાથી છે. સાથે જ 3 કેન્દ્રશાસિત પ્રદેશોમાં પણ મતદાતાઓએ સૌથી ઓછું નોટા દબાવ્યું હતું.

Related posts

હાઉડી મોદી: PAK પર બોલ્યા પીએમ મોદી, કહ્યું- આતંક મુદ્દે નિર્ણાયક સમય, ટ્રમ્પનો સંપૂર્ણ સાથ

Riyaz Parmar

ઇસ્લામિક આંતક સામે લડવા માટે બન્ને દેશો તૈયાર, અમારી સરહદોની સુરક્ષા માટે કટીબદ્ધ

Riyaz Parmar

હિન્દુસ્તાની રંગમાં રંગાયુ હ્યુસ્ટન, હાઉડી મોદીમાં દેખાઈ મિની ઈન્ડિયાની ઝલક

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!