GSTV
World

Cases
4973887
Active
6735818
Recoverd
554835
Death
INDIA

Cases
276685
Active
495513
Recoverd
21604
Death

શ્રીદેવીએ જે શખ્સને રાખડી બાંધી હતી તેની સાથે કર્યા હતા લગ્ન, જાણો રસપ્રદ કહાણી

બૉલીવુડ અભિનેત્રી શ્રીદેવીનું 54 વર્ષની ઉંમરમાં નિધન થયું છે. શ્રીદેવી દુબઈમાં એક લગ્ન સમારોહમાં ગયા હતાં. જ્યાં હાર્ટ એટેક આવતા તેમણે અંત્તિમ શ્વાસ લીધા હતાં. શ્રીદેવીના જીવન સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો વિશે જાણીએ.

કહેવાઇ રહ્યું છે કે શ્રીદેવી લગ્ન પહેલા ગર્ભવતી થઇ હતી. તેથી બોની કપૂરે તાત્કાલિક વર્ષ 1996માં શ્રીદેવી સાથે લગ્ન કર્યા હતાં. બૉલીવુડના પ્રખ્યાત દંપત્તિમાં બોની અને શ્રીદેવીનો સમાવેશ થાય છે. પરંતુ કેટલાક લોકો જ આ વાતથી વાંકેફ છે કે બોની અને શ્રીદેવીના પ્રેમમાં કેટલી મુશ્કેલી આવી હતી. આ બંનેના જીવનની વાતો ખૂબ જ રસપ્રદ છે.

અહીં જણાવવાનું કે સૌપ્રથમ બોની કપૂરે પ્રેમ માટે શ્રીદેવીને પ્રપોઝ કર્યુ હતું. કારણકે તેઓ શ્રીદેવીના પ્રેમમાં પાગલ હતાં ત્યારે શ્રીદેવી તેમની અવગણના કરતાં હતાં. પરંતુ બોની કપૂરે હિંમત ન હારતાં બોની કપૂરે શ્રીદેવીની નજીક આવવા માટે અનેક પ્રયાસ કર્યા હતાં.

જ્યારે બોની કપૂર પોતાના નાના ભાઈ અનિલ કપૂર માટે ફિલ્મ ‘મિસ્ટર ઈન્ડિયા’ બનાવી રહ્યાં હતાં. તેમણે નિર્ણય કર્યો કે તેઓ આ ફિલ્મમાં શ્રીદેવીને લોન્ચ કરશે. પરંતુ તેમને શ્રીદેવી સુધી પહોંચવા માટે કોઇ સેતુ મળી રહ્યો નહતો. તેથી બોનીએ શ્રીદેવીની માતાનો કોન્ટેક્ટ કર્યો. પરંતુ શ્રી દેવીની માતાએ ફિલ્મ માટે વધારે પૈસાની માંગ કરી હતી.

બોની કપૂર શ્રીદેવીના પ્રેમમાં અત્યંત પાગલ હતા. જ્યારે શ્રીદેવીની માતાએ બોની પાસે વધુ પૈસાની માંગણી કરી ત્યારે બોની શ્રીદેવીને વધુ પૈસા આપવા તૈયાર થયા હતાં. પરંતુ અહીંથી મુશ્કેલીનો અંત આવ્યો નહોતો.

જ્યારે બોનીના લગ્ન થયા ન હતા તે દરમ્યાન પરિસ્થિતિ મુજબ બોનીએ મોના કપૂર સાથે લગ્ન કર્યા હતાં. તો શ્રીદેવી પોતાના કામમાં વ્યસ્ત હતાં. લગ્ન બાદ પણ બોની મનોમન શ્રીદેવીને પ્રેમ કરતા હતાં. લગ્ન બાદ પણ તેઓ શ્રીદેવીની નજીક રહેવા માટે બહાનું શોધતા હતાં.

એક સમય એવો આવ્યો જ્યારે શ્રીદેવીના માતાની તબિયત નાદુરસ્ત થઇ અને તેમની લાંબી સારવાર ચાલી. આ મુશ્કેલ પરિસ્થિતિમાં બોનીએ શ્રીદેવીને સાથ આપ્યો હતો. દરેક રીતે તેઓ શ્રીદેવીની પડખે રહ્યાં હતાં. આ ઉપરાંત શ્રીદેવીની માતાનું જેટલુ દેવુ હતું તે બોની કપૂરે ચૂકવ્યું હતું. જેનાથી શ્રીદેવી અત્યંત પ્રભાવિત થયા હતાં.

આ દરમ્યાન શ્રીદેવી અને મિથુન વચ્ચે અફેરની ચર્ચા થતી હતી. મિથુનને આશંકા હતી કે શ્રીદેવી તેમને દગો આપી રહીં છે. મિથુનને વિશ્વાસ અપાવવા શ્રીદેવીએ બોનીને રાખડી બાંધી દીધી હતી. પરંતુ મિથુન પહેલેથી વિવાહીત હતાં અને તેઓ પોતાની પત્નીને છોડવા તૈયાર ન હતાં. તેથી શ્રીદેવીએ બોની કપૂર સાથે લગ્ન કર્યા હતાં.

મહત્વનું છે કે, બોની કપૂરના પુત્ર અર્જુન કપૂર પોતાની સાવકી બહેનો જ્હાનવી અને ખુશી સાથે વાતચીત કરતા નથી. અર્જુનનું માનવું છે કે શ્રીદેવીના કારણે તેમની માતા અને પિતા અલગ થયા છે. અર્જુને એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે જાહ્નવી અને ખુશી સાથે તેમને કોઇ લેવાદેવા નથી અને તેઓ ક્યારેય તેમની સાથે વાતચીત કરતા નથી. તો અભિનેતા અનિલ કપૂરની દીકરી સોનમ કપૂર અને અર્જુન વચ્ચે સારું બને છે.

Related posts

વરસાદની ઋતુમાં બાળક વારંવાર બીમાર થઈ જાય છે, આટલી બાબતો ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે

Dilip Patel

Kisan Credit Cardમાં લોનની સાથે ખેડૂતોને મળે છે આટલા હજારનો વીમો, જાણો કેવી રીતે મળશે લાભ

Bansari

CBI Recruitment 2020: CBIમાં સરકારી ભરતી, જોરદાર મળશે સેલરી, નજીક છે અરજીની છેલ્લી તારીખ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!