GSTV
Health & Fitness Life Trending

શું તમે સ્લિપ ડિસ્કની સમસ્યા વિશે જાણો છો? કરોડરજ્જુના હાડકાંનો આ રીતે કરો બચાવો

વર્તમાન સમયમાં ઘણા લોકો સ્લિપ ડિસ્કની સમસ્યાનો સામનો કરી રહ્યાં છે. આ સમસ્યા કરોડરજ્જુમાં થાય છે. તેમાં કોઈ સમસ્યા થાય તો રોજિંદા જીવનને પ્રભાવિત કરી શકે છે. કરોડરજ્જુના હાડકાં કોઈ કારણસર સહેજ સરકી જાય તો આ સ્થિતિને સ્લિપ ડિસ્ક કહેવામાં આવે છે. જે લોકો પોતાની બોડી મૂવમેન્ટનું ધ્યાન રાખતા નથી, તેમને આ પ્રકારની સમસ્યા થઈ શકે છે.

ખતરનાક છે સ્લિપ ડિસ્કની સમસ્યા

કરોડરજ્જુના હાડકાની દરેક ડિસ્કના બે ભાગ હોય છે. સામાન્ય રીતે ઈજા અને નબળાઈને કારણે, ડિસ્કનો અંદરનો ભાગ બાહ્ય રિંગમાંથી બહાર નીકળી જાય છે. તેને સ્લિપ્ડ, હર્નિએટેડ અથવા પ્રોલેપ્સ્ડ ડિસ્ક તરીકે ઓળખવામાં આવે છે. આવી સ્થિતિમાં શરીરના પાછળના ભાગમાં ખુબ જ દુખાવો અને અસ્વસ્થતા અનુભવાય છે.

જો સ્લિપ ડિસ્કને કારણે નસો સંકુચિત થાય છે, તો એ ભાગ પણ સુન્ન થઈ શકે છે. જો આ સમસ્યા પ્રારંભિક તબક્કામાં હોય તો તેને ફિઝિયોથેરાપી અને દવાઓની મદદથી ઠીક કરી શકાય છે, પરંતુ ગંભીર સ્થિતિમાં સર્જરીની જરૂર પડે છે.

સ્લિપ ડિસ્કનું કારણ

– વૃદ્ધત્વને કારણે

– વધારે ભારે વજન ઉપાડવાના કારણે

– ખોટી રીતે ભારે કસરત કરવા બદલ

– હાડકાંની નબળાઈ

– અતિશય શારીરિક પ્રવૃત્તિ

 – અતિશય વજન વધી જવું

 સ્લિપ ડિસ્કથી કેવી રીતે બચવું?

તમારી ક્ષમતા કરતાં વધુ વજન ક્યારેય ઉપાડશો નહિ

તમારું વજન વધારે ન વધવા દો.

ઓફિસમાં સતત 8 થી 10 કલાક એક જ સ્થિતિમાં ન બેસો

કામના કલાકો દરમિયાન ખુરશી પરથી ઉઠો અને થોડું ચાલો

ટ્રેનર કે એક્સપર્ટની સલાહ વગર કસરત ન કરો

(નોંધ – આ લેખમાં દર્શાવવામાં આવેલી માહિતી સામાન્ય વિગતો પર આધારિત છે. કોઈપણ વસ્તુ અપનાવતા પહેલા ડોક્ટર કે નિષ્ણાતોની મદદ લો. જીએસટીવી ન્યુઝ આની પુષ્ટિ કરતું નથી અને જવાબદાર રહેશે નહિ. આ  કોઈ ડોક્ટર કે  નિષ્ણાતોની સલાહ નથી. અમારો મુખ્ય હેતુ માત્ર તમને સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવવાનો છે)

Also Read

Related posts

SCOની બેઠકમાં ખોટો નકશો લઈને આવ્યું પાકિસ્તાન, ભારતે કહ્યું ‘નકશો સુધારો, નહીં તો દૂર રહો’

Vishvesh Dave

તૂટેલા દાંતવાળી કોમેડી સર્કસની નાનકડી ગંગુબાઇ યાદ છે ? ફોટો જોઇને ઓળખી પણ શકશો નહી

Vishvesh Dave

ક્રૂડ ઓઈલ 15 મહિનાના નીચલા સ્તર પર, પેટ્રોલ- ડીઝલમાં રાહત ક્યારે ?

Vishvesh Dave
GSTV