GSTV
Home » News » આજે ગંગા દશેરા : આ દિવસે ગંગા સ્નાન અને દાનનું છે વિશેષ મહાત્મય

આજે ગંગા દશેરા : આ દિવસે ગંગા સ્નાન અને દાનનું છે વિશેષ મહાત્મય

ગંગા દશેરાના દિવસે લોકો મા ગંગાની પૂજા કરે છે અને સુખ સમૃદ્ધિની કામના કરે છે. પૌરાણિક માન્યતાઓ મુજબ આ દિવસે ગંગા નદી ધરતી પર અવતરિત થયા હોવાથી આ દિવસને ગંગા દશેરા તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે ગંગા સ્નાન કર્યાં પછી યથાશક્તિ દાન કરવામાં આવે છે. 

ક્યારે છે ગંગા દશેરો

આ વર્ષે 12 જૂનના બુધવારે ગંગા દશેરો છે. સામાન્ય રીતે જેઠ મહિનાની દસમી તિથિએ ગંગા દશેરો ઉજવાય છે. સામાન્ચ રીતે દરવર્ષે આ તહેવાર મે અથવા જૂનમાં આવતો હોય છે. 

ગંગા સ્નાનનું મહત્વ

ગગા દશેરાનો દિવસ વિશેષ હોવાથી એ દિવસે સ્નાનનું પણ આગવું મહત્વ છે. કહેવાય છે કે આ દિવસે ડુબકી મારવા માત્રથી બધા પાપો ધોવાઈ જાય છે. રોગગ્રસ્ત વ્યક્તિ આ દિવસે સ્નાન કરે તો એને રોગોથી મુક્તિ મળે છે. જો કોઈક કારણસર તમારું ગંગાસ્નાન શક્ય ના હોય તો ઘરે પાણીમાં ગંગાજળ મિક્સ કરીને તેનાથી સ્નાન કરવું જોઈએ. 

દાનનું મહત્વ

આ દિવસે મા ગંગાની પૂજા કર્યાં પછી ગરીબો અને જરૂરિયાતમંદ લોકોને દાન કરવું જોઈએ. આ ખાસ પ્રસંગે કરેલા દાનછથી વિશેષ લાભ મળે છે. આનાથી તમારી ધન-સંપત્તિમાં વધારો થાય છે અને કદી આર્થિક મુશ્કેલીઓ આવતી નથી. આ દિવસે પૈસા ઉપરાંત અનાજ, ફળ અને ખાવા-પીવાની વસ્તુઓ ઉપરાંત ઘરેણાનું પણ દાન કરી શકાય છે. દાન-દક્ષિણા આપવાથી માનવજીવન સાર્થક થતું હોવાથી જ આ દિવસે વિધિવત રીતે મા ગંગાની પૂજા કર્યાં પછી દાન-દક્ષિણા અવશ્ય આપવા જોઈએ.

Read Also

Related posts

RBIનો નવો નિયમ, હવે બેંક દરરોજ તમારા ખાતામાં નાંખશે 100 રૂપિયા

Mansi Patel

દેશની સૌથી મોટી બેંકે આપી ભેટ, પહેલી ઓક્ટોબરથી મળશે સસ્તી લોન

Mansi Patel

વીજળી બિલમાં રેકોર્ડબ્રેક થશે વધારો, મોદી સરકાર લેવા જઈ રહી છે આ નિર્ણય

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!