GSTV

ખાઓ આ કાચા ફળ-શાકભાજી, થશે અનેક ફાયદા

Last Updated on August 16, 2017 by

શાકભાજીને રાંધીને આપણે દરરોજ ખાઇએ છીએ, જે ખરેખરમાં સ્વાદિષ્ટ હોય છે પરંતુ કેટલાક શાકભાજીઓ એવા હોય છે કે જેને રાંધીને ખાવાથી તેના પોષક તત્વો નાશ થઇ જાય છે, અને સાથે જ શરીરના પાચન તંત્રને નબળું કરી દે છે. એટલા જ માટે જો તમે સ્વાસ્થય ઠીક રાખવા માંગો છો તો કાચા શાકભાજીને તમારા ભોજનમાં શામેલ કરો જે તમારા સ્વાસ્થય માટે ફાયદાકારક સાબિત થાય છે.

તો આજે અમે તમને જણાવીશું કયા કયા કાચા આહારનો ભોજનમાં શામેલ કરવાથી ફાયદો થાય છે.

રૂટિનમાં શામિલ કરો ફળ:

ફળમાં મોટાભાગે વિટામિન હોય છે. ફળ ખાવાથી ફાઇબર મળે છે જે ધીમી અને સ્વસ્થ પાચનક્રિયાનો વધારવામાં મદદ કરે છે. જેવા કે કેળા, કેરી અને પપૈયા..

શાકભાજીઓનો ઉપયોગ વધારો:

લીલા શાકભાજીમાં મિનરલ્સની માત્રા અધિક પ્રાપ્ત થાય છે અને જો તમે પાલક, મેથી અને કોથમીર જેવી ભાજીનો ભોજનમાં સમાવેશ કરશો તો તેમાથી ભરપૂર માત્રમાં પ્રોટીન મળશે. આ સિવાય કોબીજ, ટામેટા, કાકડી, ગાજરને કાચા ખાવાથી સ્વાસ્થય માટે ફાયદાકારક સાબિત થાય છે.

કેટલાક શાકભાજીઓ એવા હોય છે જેને રાંધવા માટે વધારે મસાલાઓનો ઉપયોગ થતો હોય છે અને આ મસાલા પોષક તત્વોને નષ્ટ કરી દે છે. જોકે કેટલાક કાચા શાક ખાવાથી તેમાંથી ભરપૂર માત્રામાં પોષક તત્વો મળે છે.

વધારે તેલ-મસાલાવાળા શાકભાજીનું સેવન કરવાથી તમારા પાચન તંત્ર પર અસર થઇ શકે છે. તે માટે કેટલાક શાકભાજીએ કાચા ખાવાથી સ્વાસ્થય માટે ફાયદામંદ છે.

 

Related posts

E-Sanjeevani : કરોડો લોકો ઘરેબેઠા લઇ રહ્યા છે સરકારની આ મફત સેવાનો લાભ, તમે પણ જોડાવ અને રાખો તમારા સ્વાસ્થ્યને નિરોગી

Zainul Ansari

Health Tips : હાઈ બીપીના દર્દીઓએ ક્યારેય ન ખાવી જોઈએ આ 5 વસ્તુઓ

Vishvesh Dave

Heart Attack : આજે જ બદલો તમારી આ આદતો, આ કારણોથી વધી જાય છે સ્ટ્રોકનું જોખમ

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!