ભારત હવે વિશ્વના તે અમુક દેશોની યાદીમાં સામેલ થઈ ગયું છે, જ્યાં ગ્રૉસ સેટલમેન્ટ સિસ્ટમ (RTGS) ફેસિલિટી અઠવાડિયાના સાતેય દિવસ 24 કલાક ઉપલબ્ધ છે. RTGS ફંડ ટ્રાન્સફર કરવાની એક ઝડપી પ્રક્રિયા છે. આ સિસ્ટમ થકી તમે એક બેંક અકાઉન્ટથી બીજા અકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરી શકો છો.
RTGSથી થતા ફાયદાઓ…
- RTGS થકી એક બેંક અકાઉન્ટથી બીજા બેંક અકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરી શકાય છે. ખાતામાં પૈસા આવતા જ પ્રોસેસિંગ શરૂ થઈ જાય છે. આ રીતે જેને પૈસા ટ્રાન્સફર કરવાના હોય તેને તાત્કાલિક પહોંચી જાય છે.
- અગાઉ RTGS સુવિધા સવારના 7 થી સાંજના 6 સુધી માટેની હતી. તેનો ઉપયોગ બીજા તથા ચોથા શનિવારની સાથે રવિવારને બાદ કરતા બાકીના દિવસોએ કરી શકાતો હતો. પરંતુ હવે સપ્તાહના તમામ 7 દિવસ અને 24 કલાક આ સેવા ઉપલબ્ધ છે.
- RTGS સુવિધાનો ઉપયોગ મોબાઈલ કે ઈન્ટરનેટ બેંકિંગ થકી અને બેંક જઈને પણ ઉપયોગ કરી શકાય છે.
- RTGS થકી ઓછામાં ઓછા 2 લાખ રૂપિયા ટ્રાન્સફર કરી શકાય છે. જેમાં મેક્સિમમ લિમિટ રાખવામાં આવી નથી.
- RTGS ટ્રાન્સફર અંગે ફી લઈ શકાય છે, જુદી-જુદી બેંકો માટે ફી અલગ-અલગ હોય છે. રિઝર્વ બેંકના નિયમો અનુસાર, ડેબિટ ટ્રાન્જેક્શન પ્રમાણે મેક્સિમમ ચાર્જ લઈ શકાય છે.
2 લાખથી 5 લાખ રૂપિયાઃ 24.50 રૂપિયાથી વધુ નહીં (ટેક્સ બાદ કરતા, જો કોઈ હોય તો)
5 લાખથી વધુની રકમઃ 49.50 રૂપિયાથી વધુ નહીં (ટેક્સ બાદ કરતા, જો કોઈ હોય તો)
READ ALSO
- સગીરાને કોલગર્લ દર્શાવી સોશિયલ મિડિયા પર ‘rate 2500 call me’ લખનાર મહિલાની ધરપકડ, આરોપી હતી પિતાની ફ્રેન્ડ
- કોરોનાના વધતા કેસોને લઇ રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય, રાત્રિ કરફ્યુનો સમય લંબાવાયો
- કાંધલ જાડેજા પહોંચ્યા SP ઓફિસ, સોશિયલ મીડિયા દ્વારા એક શખ્સે અભદ્ર ટિપ્પણી કરતા મામલો બિચક્યો
- નવસારી GIDC માં આવેલી કંપનીમાં લાગી ભીષણ આગ, ફાયર ફાઇટરની ટીમો ઘટનાસ્થળે
- ગુણકારી લીમડો: મીઠો લીમડો સ્વાદની સાથે સાથે આ રીતે પણ કામમાં આવશે, તેના આ ફાયદા તમે ક્યાંય નહીં જોયા હોય