GSTV

પીએમ કિસાનઃ મોદી સરકાર આપી રહી છે વાર્ષિક 36000, નહીં આપવો પડે એક પણ રૂપિયો

પીએમ કિસાન સાથે જોડાયેલા 11 કરોડ 47 લાખ લોકો પોતાના ખિસ્સામાંથી એક પણ રૂપિયો કાઢ્યા વગર મોદી સરકાર પાસેથી વાર્ષિક 36000 રૂપિયા મેળવી શકે છે અને આ માટે તેમણે કોઈપણ ડોક્યુમેન્ટ આપવા નહીં પડે. આ લાભ કિસાન સમ્માન નિધિનો લાભ લેતા તમામ ખેડૂતોને મળશે. પીએમ કિસાનના લાભાર્થીઓને કેન્દ્ર સરકાર કિસાન ક્રેડિટ કાર્ડ અને પીએમ કિસાન માનધન યોજનાનો લાભ આપ છે. માનધન યોજના માટે કોઈ ડોક્યુમેન્ટ આપવા પડતા નથી. તેના સાથે જોડાઈને તમે એક પણ રૂપિયો ખર્ચ કર્યા વગર વાર્ષિક 36 હજાર મેળવી શકો છો.

60 વર્ષની વય બાદ મળતું રહેશે પેન્શન

પીએમ કિસાન માનધન યોજના હેઠળ ખેડૂતોને દરમહિને પેન્શન આપવાની યોજના છે. જેમાં 60 વર્ષની વય બાદ દર મહિને 3000 એટલે વાર્ષિક 36 હજાર પેન્શન આપવામા આવે છે. જે ખેડૂતો કિસાન પીએમ-કિસાન સમ્માન નિધિ યોજનાનો લાભ લે છે તેને પીએમ કિસાન માનધન યોજના માટે ડોક્યૂમેન્ટ્સ આપવા પડતા નથી, કારણ કે આવા ખેડૂતોના ડોક્યૂમેન્ટ્સ પહેલાથી જ સરકાર પાસે હોય છે. પીએમ-કિસાનનો લાભ પ્રાપ્ત થવાની સાથે અંશદાનનો વિકલ્પ મળે છે, જે માટે ખેડૂતે પૈસા ખર્ચવા પડતા નથી. 6000 રૂપિયામાંથી તેનું પ્રિમિયમ કપાઈ જશે, એટલે ખિસ્સામાંથી પૈસા ગયા વગર જ વાર્ષિક 36 હજાર પેન્શન મળશે અને 3 અલગ હપ્તા પણ. જો તમે પીએમ કિસાન સમ્માનનિધિ યોજનાનો લાભ ના લેતા હોવ તો તેમા જોડાઈ જાવ.

આ રીતે મળશે લાભ

કિસાન માનધન યોજના હેઠળ 18 થી 40 વર્ષની ઉંમરના ખેડૂતો નોંધણી કરાવી શકે છે. આ યોજનામાં તે ખેડૂતો જ જોડાઈ શકશે જેમની પાસે 2 હેક્ટર જેટલી ખેતીની જમીન હોય. આ યોજના હેઠળ ઓછામાં ઓછા 20 વર્ષ અને વધુમાં વધુ 40 વર્ષ સુધી 55 રૂપિયાથી 200 રૂપિયા સુધી મહિને કપાશે, જે ખેડૂતની વય પર નિર્ભર છે. જો ખેડૂત 18 વર્ષની વયે જોડાય તો આ રકમ 55 રૂપિયા હશે, 30 વર્ષની વયે જોડાય તો કપાત રકમ 110 રહેશે. 40 વર્ષની વય માટે કપાત રકમ 200 રૂપિયા માસિક રહેશે.

READ ALSO

Related posts

આને કહેવાય સરકાર/ સરકારના એક મંત્રાલયની ભૂલ થતાં આખી કેબિનેટે રાજીનામું આપી દીધું, વડાપ્રધાન પણ પદ પરથી હટી ગયા

Pravin Makwana

વેક્સિનેશનની તૈયારીઓ પૂર્ણ જુદા જુદા જિલ્લા-તાલુકાઓમાં પહોંચાડાયો વેક્સિનનો જથ્થો

Pritesh Mehta

ઓસ્ટ્રેલિયન સ્પિનર લાયને ફટકારી ટેસ્ટ મેચોની ‘સદી’, હવે 400ના આંકડા પર છે તેની નજર

Ali Asgar Devjani
Do NOT follow this link or you will be banned from the site!