GSTV
Health & Fitness Life Trending

Health Tips/ ઘી સ્વાથ્ય માટે ખુબ જ ફાયદાકારક! પરંતુ શું તમને ખબર છે વધુ માત્રામાં ઘી ખાવાના ઘેરફાયદા, જાણો…

ઘી

આપણા બધાના ઘરમાં ઘીનો ઉપયોગ થાય છે. આ ખાવામાં સ્વાદ સાથે સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક હોય છે. ઘીમાં દરેક પ્રકારના પોષ્ટીક ગુણ રહેલા હોય છે જે શરીરની કોશિકાઓ સારી કરવામાં મદદ કરે છે. પરંતુ વધુ ઘી ખાવાથી ડાયરિયા અને ફેટ જામવા લાગે છે જેના કારણે મેટાબોલિઝ્મ ધીમે-ધીમે ઓછું થાય છે. એના કારણે શરીરમાં ફેટ જમવા લાગે છે અને વજન વધે છે.

આ રીતે કરો ઘીનું સેવન

ઘી

ઘીની માત્ર દેશમાં જ નહીં પરંતુ વિશ્વના વિવિધ ભાગોમાં ખૂબ માંગ છે. આ માખણ માટે તંદુરસ્ત વિકલ્પ છે. નિષ્ણાતોના મતે યોગ્ય માત્રામાં ઘી ખાવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તે સંપૂર્ણપણે તમારા આહાર પર આધાર રાખે છે, જો તમે ખોરાકમાં આખા અનાજની વસ્તુઓ વધુ ખાઈ રહ્યા છો, તો ઘીનો વધુ ઉપયોગ કરવો જોઈએ. પરંતુ જો તમે દાળ અને ભાત ખાઈ રહ્યા છો તો વધુ ઘીનો ઉપયોગ ઓછો કરો. જો તમારું બાળક સાત મહિનાનું છે તો તેના ખોરાકમાં 4 થી 5 ચમચી મિક્સ કરો. પરંતુ જો તે એક વર્ષનો હોય તો અડધી ચમચી ઘી ઉમેરો. જો કે, બાળકના આહારમાં ફેરફાર કરતા પહેલા કૃપા કરીને ડોક્ટરની સલાહ લો.

ઘીના પોષક તત્વો

ઘી માખણ કરતા વધુ ચરબી ધરાવે છે કારણ કે તેમાં પાણી અને દૂધ નથી. જોકે, ઘી બનાવવા માટે માખણ ધીમે ધીમે ઉકાળવામાં આવે છે અને બાદમાં ચરબી અલગ થઈ જાય છે. રસોઈ ઉપરાંત ઘીનો ઉપયોગ આયુર્વેદમાં આરોગ્યની વિવિધ બીમારીઓને દૂર કરવા માટે કરવામાં આવે છે. ઘીમાં વિટામીન A, D, E અને ઓમેગા 3 ફેટી એસિડ હોય છે.

ગાય અને ભેંસના દૂધમાંથી ઘી બનાવવામાં આવે છે. તમે તેને કોઈ પણ દૂધને પ્રોસેસ કરીને બનાવી શકો છો. બજારમાં ઉપલબ્ધ ઘી શુદ્ધ અને કેમિકલ મુક્ત નથી. શક્ય હોય તો ઘરે ઘી બનાવો. તમે તેનો ઉપયોગ ત્વચાને નરમ રાખવા માટે કરી શકો છો. કદાચ તમને ખબર ન હોય કે, ઘીનો ઉપયોગ કોલેજન વધારવા માટે કરી શકાય છે. આ ત્વચાને જુવાન અને ચમકદાર બનાવે છે.

Read Also

Related posts

‘ફિલ્પકાર્ટ પે લેટર’ સુવિધા શું છે ? જાણો તેનો ઉપયોગ ક્યારે કરી શકાય છે

Akib Chhipa

બજેટ 2023 / નાણામંત્રીએ મહિલાઓને આપી ભેટ, આ સુવિધા સાથે નવી બચત યોજનામાં મળશે 7.5% વ્યાજ

Hardik Hingu

વોટ્સએપ પર ડિલીટ થયેલા મેસેજ આ રીતે વાંચી શકો છો, ખુબ જ ઓછા લોકો જાણે છે આ ટ્રિક

Akib Chhipa
GSTV