એપલ કંપનીના ફાઉન્ડર સ્ટીવ જોબ્સના કેટલાક કિસ્સા વર્તમાન સમયમાં પણ ચર્ચામાં રહે છે. તેમની સફળતાની કહાની અત્યારે પણ વાંચવામાં આવે છે. હરાજીમાં તેમના દ્વારા ઉપયોગી વસ્તુઓને કરોડો રૂપિયામાં ખરીદવામાં આવે છે. હાલમાં જ તેમની એક જૂની સેન્ડલની બોલી 1 કરોડ રૂપિયા લગાવવામાં આવી હતી. હવે વધુ એક કિસ્સો સામે આવ્યો છે. વર્ષ 1983માં કેલિફોર્નિયામાં એક વ્યક્તિએ સ્ટીવ જોબ્સ પાસેથી ઓટોગ્રાફ માંગ્યો હતો. જેનો તેમણે પત્ર લખીને જવાબ આપ્યો હતો. તેમનો આ પત્ર પણ કરોડો રૂપિયામાં વેચાયું. તો ચાલો જાણીએ વિગતો

કેલિફોર્નિયામાં એક વ્યક્તિએ સ્ટીવ જોબ્સને ઓટોગ્રાફ આપવા માટે વિનંતી કરી હતી. એપલના સ્થાપકે તેને એક ટાઈપ કરેલો પત્ર મોકલ્યો જેમાં જણાવ્યું કે તેઓ ઓટોગ્રાફ કરતા નથી. પરંતુ, જોબ્સે પત્રના નીચેના ભાગમાં સહી કરી હતી. પત્રની એક નકલ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઈ રહી છે. લેટરમાં એપલ કોમ્પ્યુટર લેટરહેડ છે. જેમાં 11 મે 1983ની તારીખ છે. આ સ્ટીવ જોબ્સે લખ્યું છે કે હુ સન્માનિત અનુભવી રહ્યો છું કે તમે મારી માટે લખ્યું પરતું હુ ઓટોગ્રાફ આપતો નથી. સ્ટીવ જોબ્સને ઓટોગ્રાફ ન આપવા માટે જાણવામાં આવે છે. પરતું લેટર દ્વારા અને નીચે સ્ટીવ જોબ્સની સહી જોઈ ફેન્સ ખુશ થઈ ગયા હતા. આ લેટરની 4.79 લાખ ડોલર્સમાં હરાજી થઈ હતી.

ટ્વિટર પર એક વ્યક્તિએ વખાણ કરતા લખ્યું કે તેમનો જવાબ આપવો ખૂબ જ સારો લાગ્યો. ઘણા લોકોમાં આ વસ્તુની કમી હોય છે અથવા જવાબ આપતા જ નથી. તમે કોણ છો અને તમારું પાત્ર કેવું છે તે વ્યાખ્યાયિત કરવું પણ મહત્વપૂર્ણ છે. બીજા યુઝર્રે લખ્યું કે તેમના ઓટોગ્રાફ આપવાની રીત પસંદ આવી.
Also Read
- પાકિસ્તાન પર ચીનનું લગભગ 1.5 બિલિયન ડૉલરનું દેવું, ચીન આપી ખુલ્લી ધમકી
- માગશર અમાસે કરો આ કામ, માતા લક્ષ્મી વરસાવશે કૃપા
- મૂળાંક 5ની ખાસિયતો જાણીને તમને આશ્ચર્ય થશે, 5, 14 કે 23 તારીખે જન્મેલા લોકો હોય છે ખૂબ જ બુદ્ધિશાળી
- અમદાવાદમાં NCDCની રાષ્ટ્રીય કક્ષાની મિટિંગ યોજાઈ, દલિત ખ્રિસ્તીઓને SC સ્ટેટસ અપાવવા લડે છે લડત
- ભારત – સાઉથ આફ્રિકાની પ્રથમ ટી-20 મેચ વરસાદમાં ધોવાઈ