GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

ચેક કરી લો, ક્યાંક તમારા ફોનને તો નથી કરી રહ્યું કોઇ ટ્રેક, આ કોડ્સથી પડશે ખબર

ટેક્નોલૉજીના આ સમયમાં વ્યક્તિદીઠ સ્માર્ટફોન જોવા મળે છે. પરંતુ હવે આ ડિવાઇસિસની સુરક્ષા યૂઝર્સ માટે ચિંતાનો વિષય બની ગયો છે, કારણકે વારંવાર હેકર્સ યૂઝત્સના ડિવાઇસિસ ને ટ્રેસ કરવાથી લઈને ડેટા ચોરી કરવાના પ્રયત્નો કરતા રહે છે, તો સ્માર્ટફોન યૂઝર્સને પણ તેની ખબર નથી હોતી કે, તેમનો ફોન કોઇ ટ્રેક કરી રહ્યું છે અથવા તેમના ફોનને ક્યાંક બીજે ફોરવર્ડ કરવામાં આવી રહ્યા છે.

કોડ *#62#


જ્યારે કોઇ તમને ફોન કરે ત્યારે, ત્યારે તેને તમારો ફોન ‘આઉટ ઓફ સર્વિસ’ છે એવું જણાવે અત્યારે ‘જવાબ નથી આપતા’ એવું જણાવે. તો તમે આ કોડને ફોનમાં ડાયલ કરીને ચેક કરી શકો છો કે, તમારા નંબરને ડાયરેક્ટ તો નથી કરવામાં આવ્યો. આ સિવાય તમારો નંબર ઓપરેટરના નંબર પર પણ રી-ડાયરેક્ટ થઈ જાય છે.

કોડ *#21#


પોતાના ફોનમાં આ કોડ ડાયલ કરી તમે સરળતાથી જાણી શકો છો કે, કોઇએ તમારા મેસેજ, કૉલ કે ડેટાને ક્યાંક બીજે તો ડાયવર્ટ તો નથી કરી દીધા. જો તમારા ફોન ક્યાંક ડાયવર્ટ કરવામાં આવતા હશે તો આ કોડની મદદથી નંબર સહિત બધીજ માહિતી તમને મળી જશે. આ નંબરથી એ નંબરની પણ ખબર પડી જશે, નેતા પર તમારા કૉલ ડાયવર્ટ કરવામાં આવ્યા હતા.

કોડ ##002#


આ કોડ સ્માર્ટફોન માટે ખૂબજ મહત્વનો છે, કારણકે તેની મદદથી તમે કોઇ પણ ફોનના બધા જ ફોરવર્ડિંગને ડી-એક્ટિવ કરી શકો છો. જો તમને લાગતું હોય કે, તમારા કૉલ ક્યાંક ડાયવર્ટ થઈ રહ્યા છે તો, તમે આ કોડ ડાયલ કરી ડાયવર્ટ બંધ કરી શકો છો.

કોડ ##4636##


આ કોડની મદદથી તમે તમારા ફોન અંગેની બધીજ માહિતી મેળવી શકો છો. જેમ કે, ફોનમાં કઈ બેટરી છે, વાઇ-ફાઇ કનેક્શન ટેસ્ટ, ફોનનું મોડલ, રેમ વગેરે. ઉલ્લેખનિય છે કે, આ કોડને ડાયલ કરવાથી તમારા પૈસા નહીં કપાય.

Read Also:

Related posts

અમદાવાદમાં NSUIને સરકારની સુરક્ષા વીમા યોજનાને લઈને ગંભીર આરોપ, સરકાર પાસે આ મમાલે કોઈ ડેટા નથી

Mansi Patel

એર ઇન્ડિયા પ્લેન ક્રેશથી બોલિવૂડ હચમચી ઉઠ્યું, આ સેલીબ્રિટીઓએ કહ્યું આ વર્ષ ખૂબ ક્રૂર છે

Ankita Trada

બુલેટ ટ્રેન પ્રોજેક્ટ સામે દ.ગુજરાતનાં ખેડૂતોમાં રોષ, જાપાનની કોર્ટમાં કરશે ફરિયાદ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!