GSTV
Home » News » કેદારનાથના પહાડો પર મોદી, આ છે તેમની ફિટનેસના 5 નિયમો

કેદારનાથના પહાડો પર મોદી, આ છે તેમની ફિટનેસના 5 નિયમો

લોકસભા ચૂંટણી વારાસણી સહિત 8 રાજ્યોમાં 59 સીટ પરના મતદાન પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાબા કેદારનાથના દર્શન માટે ગયા હતા. આ વખતે તેમની ફિટનેસ અને ઉત્સાહને જોતાં લોકો અચરજ પામી ગયા હતા. પીએમ મોદી 68 વર્ષની ઉંમરે પણ ઉત્સાહ સાથે પહાડ ચઢી રહ્યા હતા એ જોઈને તેમની ફિટનેસ અંગે જાણવા આતુર છે. આ ઉંમરે તંદુરસ્ત અને ઉર્જાવાન લાગતા, મોદીની ફિટનેસ પાછળના પાંચ નિયમો.


આ રીતે કરે છે દિવસની શરૂઆત

પીએમ મોદી સવારે 5 વાગે ઊઠી જાય છે. તેમના નજીકના લોકો જણાવે છે કે મોદી રાત્રે 1 વાગ્યા સુધી કામ કરે છે, પરંતુ તેમનો ઊઠવાનો સમય સવારે પાંચ વાગ્યાનો જ છે. સૂર્ય નમસ્કાર અને પ્રાણાયામ મોદીના પ્રિય આસન છે. ત્યાર બાદ મોદી રોજ સવારે ચાલવા જાય છે અને લગભગ અડધો કલાક ચાલે છે.


ધ્યાનને આપે છે મહત્વ
આખો દિવસ પોતાને સ્વસ્થ રાખવા માટે નિયમિત એક કલાક યોગાસન કરે છે. આ રીતે તેમના શરીરમાં આખો દિવસ તંદુરસ્તી રહે છે. મોદી દિવસમાં ઘણા વાર ડીપ બ્રીદિંગ (ઊંડા શ્વાસ) કરે છે. આ કરવાથી તેમના ફેફસામાં ઓક્સિજન મળે ઉપરાંત શરીરમાં એનર્જી પણ મળે છે. સૂતાં પહેલાં તે લાંબા સમય સુધી ધ્યાન પણ ધરે છે, જેનાથી તેમનો આખા દિવસનો તનાવ દૂર થાય છે.


આખું વર્ષ પીવે છે ગરમ પાણી
મોદી જે રીતે લાંબા લાંબા ભાષણો આપે છે અને તેમાં જે ઉર્જા દેખાય છે. તેનું કારણ છે ખાવા-પીવાના નિયમો. ગરમીઓના દિવસો સિવાય તે આખું વર્ષ ગરમ પાણી જ પીવે છે. તેઓ માને છે કે, આમ કરવાથી તેમના ગળામાં ઈન્ફેક્શન થતું નથી.


સંતુલિત આહાર
મોદી સવારના નાસ્તામાં પૌંઆ, ખાખરા, ભાખરી અને આદુ વાળી ચા પીવે છે. મોદી શાકાહારી હોવાથી વજન નિયંત્રણ માટે ફળો, ગુજરાતી થાળી અને સાઉથ ઈન્ડિયન ડિશ પણ ખાવાનું પસંદ કરે છે. મોદી પર લખાયેલી એન્ડી મરીનોના પુસ્તક ‘ નરેન્દ્ર મોદી: એ પોલિટિક્સ બાયોગ્રાફી’માં જણાવ્યું છે કે ઘણા વર્ષો પહેલાં મોદીએ મીઠું અને મરચું ખાવાનું બંધ કરી દીધું છે. ફક્ત આ જ નહીં તે તેલ અને બીજા મસાલા પણ ટાળે છે.


નશાથી દૂર રહે છે મોદી
પીએમ મોદી 24 કલાકમાંથી 3-4 કલાક જ સૂવે છે. તેઓ તંદુરસ્ત રહેવા માટે રેગ્યુલર મેડિટેશન કરે છે. તેમનું માનવું છે કે મેડિટેશન કરવાથી તનાવ અને સ્ટ્રેસ દૂર થાય છે. મોદી કોઈપણ જાતના વ્યસનથી દૂર રહે છે. જે તેમની તંદુરસ્તી જાળવી રાખે છે.

Read Also

Related posts

સાડી ખરીદવા પર એક કિલો ડુંગળી ફ્રી, કપડાની દુકાન પર વધી ગ્રાહકોની સંખ્યા

Mansi Patel

રાહુલ ગાંધીએ સાચું જ કહ્યું છે તેઓ સાવરકર જેટલા સક્ષમ નથી : ઈન્દ્રેશ કુમાર

Mayur

NRC મુદ્દે પૂર્વોત્તરમાં સર્જાયેલી ભારેલા અગ્નિ જેવી સ્થિતિનો અમિત શાહ આવી રીતે લાવશે ઉકેલ

Mayur
Do NOT follow this link or you will be banned from the site!