PM મોદીના ગુજરાત પ્રવાસને લઇને જાણો મોટી ખબર

અટલ વિહારી વાજપેયીના નિધન બાદ PM મોદી ગુજરાતની મુલાકાતે આવશે કે નહી તે માટે  અટકળો ચાલી રહી હતી. ત્યારે સરકાર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે, 23મીએ PM મોદી ગુજરાતની એક દિવસની મુલાકાત લેશે. આ માટે સોમવારે ઉચ્ચસ્તરીય બેઠક યોજાઇ હતી. 23મીએ વહાલી સવારે PM મોદી દિલ્હીથી રવાના થઇને 9.30 વાગ્યે સુરત એરપોર્ટ પર ઉતરશે. ત્યારબાદ હેલિકોપ્ટર મારફતે વલસાડ જશે. ત્યાં તેઓ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત લોકોને ઘરની ચાવીઓ આપશે. લગભગ 1.50 લાખ લોકોને ઘરનું ઘર મળે તેવું આયોજન કરાયું છે. બાદમાં તેઓ જૂનાગઢ ખાતે હોસ્પિટલનું ઉદ્ઘઘાટન કરશે. ત્યાંથી તેઓ ગાંધીનગર ખાતે એફએસએલ યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં હાજરી આપશે. મોડી રાત્રે તેઓ રાજભવન પહોંચશે અને ત્યાં નેતાઓ સાથે બેઠક કરીને ચૂંટણીલક્ષી પરિસ્થિતિની ચર્ચા કરશે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter